Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 65
________________ ભોજ્યેષુ માતા. પ્રેમ, હાલ અને વાત્સલ્યથી સાચવે છે તેવાં પ્રેમ, હાલ કે વાત્સલ્ય તેની સિવાય બીજામાં કોઈમાં સંભવતાં જ નથી, કારણ કે ભેજનના તેમજ બીજા પ્રસંગોમાં પણ ઉપરના ગુણે એક આર્યગૃહિણમાં જન્મસિદ્ધપણે રહેલા હોય છે. ભેજનપ્રસંગે એક આર્યપત્નીએ માતૃધર્મ ધારણ કરવાની એટલા માટે જરૂર છે કે, એક માતા તરીકે ભેજન કરાવવાથી પતિનાં શરીરની જે રીતે સંભાળ લઈ શકાય છે, તેવી સંભાળ બીજી કઈ રીતે લઈ શકાતી નથી. ભજન એ શરીરનાં બંધારણમાં ઘણે મહત્ત્વને ભાગ ભજવતું હોવાથી આ કાર્ય ઉત્તમ રીતે થાય તે ઘણું જરૂરનું છે. ખેદની વાત છે કે, આજે ઘરમાં ઉત્તમ પ્રકારનું ભોજન મળી શકે તેમ હોવા છતાં ઘણા યુવાનોને ખાવાની બજારૂ વાનીઓ લાવવી પડે છે અને ખાવી પડે છે! આનું કારણ સ્પષ્ટ જ છે અને તે એક આર્યપતીએ ભેજનપ્રસંગે જે માતૃધર્મ ધારણ કરવાને છે તે વિસરી જવાય છે તે છે. આમ મુખ્યત્વે બજારૂ વસ્તુઓ ખાવાના ચરકામાં પડેલા આજને યુવાન વર્ગ પોતાનાં તન, મન અને ધનનીજ ખરાબી કરી રહ્યો છે એમજ નથી, પરંતુ પોતાની ભાવી પ્રજાને પણ આ વિનાશના માર્ગ તરફ ઘસડી રહ્યો છે એ પણ તેટલાજ ખેદની વાત છે! આજના યુવાન વર્ગને મુખ્યત્વે ઘરનાં ભેજન તરફ વાળવાનું કાર્ય એક માતાથી અવશ્ય કરી શકાય છે, પરંતુ આવા પ્રકારના સંસ્કારે આજની કન્યાને આપવામાં નથી આવતાં તેજ આ ધર્મની હાનિનું પરિણામ છે. આ પ્રકરણ ઉપરથી એક આર્યપતી સમજી શકશે કે ભોજન પ્રસંગે માતૃધર્મ ધારણ કરવો કેટલું જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92