Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
ક્ષમયા ધરિત્રી. પણ કદાચિત્ તમારી ઉપર અત્યાચાર થાય તે તે ખમી લેવા જેવી ક્ષમા વૃત્તિ-નિર્બળતા બતાવવાની તમારે લગારે જરૂર નથી. યાદ રાખજો કે તમે મનુષ્ય છે, પશુ નથી, મનુષ્ય હેઈને આવી નિર્બળતા બતાવશે તે જરૂર તેઓ તેને લાભ લેવા ચૂકશે નહિ. આમ હોવાથી આ ક્ષમા ગુણનું રહસ્ય પૂરેપૂરું સમજવાની જરૂર છે. જો કે આજે આ ક્ષમાવૃત્તિ એ નબળાઈનું ચિન્હ ગણાય છે, કારણ એ છે કે ક્ષમા જેવું ઉત્તમ પ્રતિનું હથિઆર અયોગ્ય જનાજ હાથમાં આવેલું છે. ખરી રીતે ક્ષમા એ સબળ જનું ભૂષણ છે તેથી તેને ઉપયોગ યથાપ્રસંગે જ કરવાને હોય છે.
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com