Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
શયનેષુ રંભા. ~~-~~
ગૃહરાજ્યમાં શયનગૃહ સુંદર અને સુખકારક એટલા માટે બનાવવું જોઈએ કે, તેમાં સ્ત્રી અને પુરૂષના જીવનને અર્થે વખત પસાર થવાનું હોય છે.
ગૃહરાજ્યનાં શયનગૃહમાં જ્યારે દંપતી દાખલ થાય ત્યારે તેમણે પરસ્પરને ખરા અંત:કરણપૂર્વક સત્કાર કરે જરૂરને છે. ત્યારપછી પ્રસંગને અનુસરતાં મધુર વચનેથી વાતોલાપ પણ કર ઘટે છે. આ વાતોલાપ માત્ર સ્નેહમાં વધારો કરે છે એમજ ન માનતાં પરસ્પરના વિનોદમાં, જ્ઞાનમાં અને અનુભવમાં પણ વધારો કરે છે.
ગૃહરાજ્યમાં ગૃહ પિતેજ જ્યારે દંપતીનું એક ખરેખરૂં વિશ્રામસ્થાન છે ત્યારે એક શયનગૃહ તે તેવું કેમ ન હોય ? અવશ્ય હાય. આવાં વિશ્રામસ્થાનમાં ઉભયપાને સર્વ પ્રકારે વિશ્રાંતિજ મળવી જોઈએ. સ્ત્રી અને પુરૂષ–ઉભયને સર્વ પ્રકારને બોજો ઉતારવામાં આ સ્થાન મદદગાર થઈને શાંતિનું સામ્રાજ્ય પ્રસારનાર થવું ઘટે છે.
જ્યારે શયનગૃહમાં ઘણાં સ્ત્રી-પુરૂષે પ્રસંગ વગરની અને નિર્માલ્ય વાતે કરે છે ત્યારે તેમને બે ઘટાડવાને બદલે શયનગૃહ એ બેજે વધારવાનું જ સ્થાન થઈ પડે છે. આ તેમની અજ્ઞાનતાનું જ પરિણામ છે. સંસ્કારી દંપતીએ તે શયનગૃહમાં સુખ, આનંદ અને વિનેદનું જ વાતાવરણ રચાય તેજ વાર્તાલાપ કરે જરૂર છે.
ગૃહરાજ્યનાં જે શયનગૃહમાં સ્ત્રી-પુરૂષે રાત્રિ પસાર કરવાની હોય છે અર્થાત્ જીવનને અન્ધકાળ જે સ્થાનમાં ગાળવાને હેય છે તે સ્થાન આળસ કે બેદરકારીને લીધે કોઇપણ પ્રકારની ઉણપવાળું રાખી શામાટે આનંદ ગુમાવવો જોઈએ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com