Book Title: Arjun Mali Chandan Malayagiri Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૯ - - સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. અરે, બત્રીસ પકવાન ને છત્રીસાં શાક જમનાર, ફૂલોની સેજમાં સૂનાર, દેવતાનો વૈભવ ને સ્વર્ગનાં સુખ પૃથ્વી પર ભોગવનાર, રાજગૃહીના આ બે લક્ષ્મીનંદનો સાધુ થયા ! વેરાગના વાઘા સજ્યા ! ચાલો, ચાલો, ભાઈઓ, આજ એવાં નવરત્નોનાં અને એ નરરત્નોના તારણહારનાં દર્શનથી મનુષ્યભવ સફળ કરીએ. કોઈ હાથી પર ચડ્યા. કોઈ ઘોડા પર અસવાર થયા. કેટલાક પાલખીમાં બેઠા. કોઈ પગપાળા ચાલ્યા. પ્રભુદર્શનનો આનંદ સહુના મુખ પર રેલાઈ રહ્યો છે. મહારાણી સુનંદાએ પણ પ્રભુદર્શને જવાની તૈયારી કરી. આ ખબર અંતઃપુરમાં પહોંચતાં રાજપુરુષો બૂમાબૂમ કરતા આવી પહોંચ્યા. - થોભો રાણીજી ! મોટા મોટા ભડવીરો પણ એ પ્રદેશમાં જવાની હિંમત ધરતા નથી. પૂર્વભાગના શાખાનગરો ઉજ્જડ પડ્યાં છે. ઉપવનો તો વનરક્ષકો વિના જંગલ જેવાં થઈ ગયાં છે. ત્યાં જવા માટે ખુદ મગધરાજની પણ આજ્ઞા નથી.” અરે, એવું તે શું બોલો છો ? સુનંદાએ પ્રશ્ન કર્યો, ને સહુ ઉતાવળમાં આગળ વધ્યાં. મગધના દુર્ગપાલ દોડીને સામે આવી ઊભા રહ્યા, ને રસ્તો ખાળવા લાગ્યા. એવામાં પર્વતમાળોને ભેદતી ભયંકર ગર્જના સંભળાઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36