Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ કહેવા લાગી : મારી સાથે આનંદ કરો. ચંદન રાજા કહે, બાઈ, આ શું બોલો છો ? પરસ્ત્રી મારે માતસમાન છે. મારાથી એમ કદી નહીં જ બને. તે સ્ત્રીએ ચંદન રાજાને ઘણું ઘણું સમજાવ્યા, પણ તે કબૂલ ન જ થયા. એટલે તે નિરાશ થઈને પાછી ગઈ. ચંદન રાજા સમજી ગયા કે હવે આ ઘરમાં ઘડી પણ રહેવું ઠીક નથી એટલે રાત્રે જ તે ઘરમાંથી બહાર નીકળી ગયા. બીજા દિવસે સાંજ સુધી તેમણે ચાલ્યા જ કર્યું. સાંજ સમયે તે ચંપાપુરી નામના નગર આગળ આવ્યા. અહીં એક બનાવ બન્યો. બરાબર એ જ રાતે નગરનો વાંઝિયો રાજા મરણ પામ્યો. નગરજનો વિચાર કરવા લાગ્યા : કોને આ ગાદી આપવી ? ઘણા ઘણાનાં નામ લેવાયાં, પણ કોઈ હૈયે ન બેઠું. છેવટે નિર્ણય કર્યો કે પ્રભાતમાં હાથીને કળશ આપી છોડી મૂકો, જેના ઉપર તે કળશ ઢોળે તે આપણો રાજા. ૨૬ પ્રભાત થયું એટલે હાથીને કળશ આપીને છૂટો મૂક્યો. નગરજનોનાં ટોળેટોળાં આતુરતાથી જોવા લાગ્યાં કે કોના માથે કળશ ઢળે છે. હાથી ચાલતાં ચાલતાં જ્યાં ચંદનરાજા ઊભા હતા ત્યાં આવ્યો અને કળશ તેમના માથે ઢોળ્યો. ચીંથરેહાલ હાલતમાં પણ ચંદન રાજાના મુખનો પ્રભાવ પડતો હતો એટલે નગરજનો તેમને રાજ્ય મળેલું જોઈ ખુશી થયા. ખૂબ ઠાઠમાઠથી તેમનો રાજ્યાભિષેક થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36