Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005424/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ અર્જુનમાળી ચંદનમલયાગિરિ VVV રWOOO VVVVN IIII જયભિખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ 'ક', જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ | કુિલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ર. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા. ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી ધૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯ અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ બાહ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિઃ શ્રેણી ૧ - ૫૯ અર્જુનમાળી ચંદન મલયાગિરિ સંપાદક જયભિખ્ખ બ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) : શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાગ સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી આભ ઊંચી વેભારપર્વતની શિખરમાળ ! મનોહર ઝરણાં ને અઘોર વનરાજી. વાઘ ને સિંહનાં ત્યાં વન વસે. કાળા મણઝર નાગ ત્યાં નિરાંતે ચારો ચરે. સુંદર અને ભયંકર એ પ્રદેશ! કાં તો કોઈ મહાન જોગી કે કાં તો કોઈ મહાવનવાસી ત્યાં ફરવાની હિંમત કરે. એક વેળાની વાત છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર એવાં જંગલોમાં વિચરતા ત્યાં આવી ચડ્યા. એમને પગલે તો જંગલમાં મંગલ થાય. અંધારું હોય ત્યાં પ્રકાશ થાય. જનમવેરીનાં વેર ગળી જાય, વાઘ ને બકરી એક આરે પાણી પીવે. મોર ને સર્પ સાથે રમે. આવા ભગવાન મહાવીર રાજગૃહીથી થોડે દૂર આ વનમાં આવી ચડ્યા. વનપાળે મગધરાજ શ્રેણિકના દરબારમાં વધામણી ખાધી. વળી સમાચાર આપ્યા કે આપણા નગરશેઠ શાલિભદ્ર અને ધના શેઠ સાધુવેશમાં સાથે છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૯ - - સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. અરે, બત્રીસ પકવાન ને છત્રીસાં શાક જમનાર, ફૂલોની સેજમાં સૂનાર, દેવતાનો વૈભવ ને સ્વર્ગનાં સુખ પૃથ્વી પર ભોગવનાર, રાજગૃહીના આ બે લક્ષ્મીનંદનો સાધુ થયા ! વેરાગના વાઘા સજ્યા ! ચાલો, ચાલો, ભાઈઓ, આજ એવાં નવરત્નોનાં અને એ નરરત્નોના તારણહારનાં દર્શનથી મનુષ્યભવ સફળ કરીએ. કોઈ હાથી પર ચડ્યા. કોઈ ઘોડા પર અસવાર થયા. કેટલાક પાલખીમાં બેઠા. કોઈ પગપાળા ચાલ્યા. પ્રભુદર્શનનો આનંદ સહુના મુખ પર રેલાઈ રહ્યો છે. મહારાણી સુનંદાએ પણ પ્રભુદર્શને જવાની તૈયારી કરી. આ ખબર અંતઃપુરમાં પહોંચતાં રાજપુરુષો બૂમાબૂમ કરતા આવી પહોંચ્યા. - થોભો રાણીજી ! મોટા મોટા ભડવીરો પણ એ પ્રદેશમાં જવાની હિંમત ધરતા નથી. પૂર્વભાગના શાખાનગરો ઉજ્જડ પડ્યાં છે. ઉપવનો તો વનરક્ષકો વિના જંગલ જેવાં થઈ ગયાં છે. ત્યાં જવા માટે ખુદ મગધરાજની પણ આજ્ઞા નથી.” અરે, એવું તે શું બોલો છો ? સુનંદાએ પ્રશ્ન કર્યો, ને સહુ ઉતાવળમાં આગળ વધ્યાં. મગધના દુર્ગપાલ દોડીને સામે આવી ઊભા રહ્યા, ને રસ્તો ખાળવા લાગ્યા. એવામાં પર્વતમાળોને ભેદતી ભયંકર ગર્જના સંભળાઈ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી એના પડઘા દૂર દૂર સંભળાયા. શ્વાસોશ્વાસ બંધ થઈ જાય એવો એ ભયંકર સ્વર હતો. રાણીજી, સાંભળી આ ગર્જના ! એ નર-વાઘ કોઈ શિકાર પર તૂટી પડ્યો હશે, કોઈ બિચારાના ૨ામ ૨મી ગયા. એ માણસખાઉ નર-વાઘને રોજ છ પુરુષ ને એક સ્ત્રી મારવા જોઈએ. ન મળે તો ગમે તે ગામ-નગરમાં પેસીને ઉપાડી જાય છે. પવન જેવી એની ગતિ છે. તીર કે ભાલા એને કાંઈ ઈજા કરી શકતા નથી. એની આંખોમાં એવી જ્વાલા છે, કે જોતાંની સાથે માણસ બેભાન થઈ ધરણી પર ઢળી પડે છે. “એ કોણ છે?” રાણીજીએ પશ્ન કર્યો. હતો તો રાજગૃહીનો એક માળી. અર્જુન એનું નામ. ભારે છેલછબીલો. ભારે રમૂજી, ભારે રૂડો. જેવો એ રૂડો એવી એની વહુ પણ ભારે રૂડી. રૂપરૂપનાં અંબાર ! ફૂલગજરા વેચનારી એ માલણનું રૂપ ફૂલગજરાને ઝાંખા પાડતું. ગામના કેટલાક જુવાનિયાઓની બૂરી નજર એના પર પડેલી, પણ અર્જુન એની સદા રખેવાળી કરે. કોઈનું કાંઈ ન ચાલે. કહેવાય છે, કે બધા કામુકોએ ભેગા થઈને એક વેળા નિરધાર કર્યો, સ્વર્ગની એ અપ્સરાને ભોગવવાનો. એક દહાડો મુદ્દગરપાણી યક્ષના મંદિરમાં અર્જુન આરતી ઉતારતો હતો. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ . . . . . . એની સ્ત્રી નૃત્ય કરતી હતી. પેલા બદમાશો તે વખતે એના પર તૂટી પડ્યા. અર્જુનને પકડીને મંદિરના થાંભલા સાથે મુશ્કેટાટ બાંધ્યો. એની આંખ સામે એની સ્ત્રી પર બળાત્કાર ગુજાર્યો. મોડી રાતે અર્જુનને કોઈએ આવીને થાંભલેથી છોડ્યો. એની પત્ની સામે જ પીંખી નાખેલી ચકલીની જેમ મરી ગયેલી પડી હતી. આ દારુણ વેદનાએ અર્જુનને પાગલ બનાવી નાખ્યો. એ વનજંગલોમાં નાસી ગયો. દિવસો સુધી ત્યાં કાંઈ સાધના કરી. કહેવાય છે, કે આ સાધનાથી એનો રંગ કાળો થઈ ગયો. એના બે દાંત દંકૂશળની જેમ બહાર નીકળી આવ્યા. એના નખ મોટા તીક્ષ્ણ ને ઝેરી બની ગયા. એની ચામડી કાચબાની પીઠ જેવી કઠોર બની ગઈ. એના પગમાં પાંખો આવી. એક દહાડો એ નગરમાં આવ્યો, ને પેલા છએ જણાને શોધી શોધીને–એનાં કાળજાં નખ વતી ચીરીને ઊના ઊના લોહીનું પાન કરી ગયો. એક સુંદર સ્ત્રીને રૂના ગાભાની જેમ ચૂંથી નાખી. તે દિવસથી એ રોજ સાત માણસોના જીવ લે છે. છે પુરુષ ને એક રૂપાળી સ્ત્રી ! રાણીજી, ભલભલાનાં પાણી એની પાસે ઊતરી ગયાં.” સાંભળનારાઓએ આંખો મીંચી દીધી. દૂર દૂરથી ભયંકર કાળજા કંપાવે તેવી ગર્જનાઓ આવી રહી હતી. કાચા મનના For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અર્જુન માળી માણસો તો ત્યાં ને ત્યાં બેભાન બની ઢળી પડવા લાગ્યા. “આજ ભાગ્યમાં દર્શન નથી લખ્યાં. રાણી સુનંદાએ ઉદાસ મને કહ્યું. અરે, ઘણે દિવસે જ્ઞાતપુત્રનાં દર્શનનો લહાવો મળ્યો છે. આજ તો દર્શન કર્યું છૂટકો. ક્યો માઈનો લાલ આજ ભગવાનના દર્શનથી મન રોકી શકશે?” એક શેઠ જેવા માણસે કહ્યું. “કોણ છે એ દોઢડાહ્યો? વાતમાં શૂરો લાગે છે ! ત્યાં જવું કાંઈ બચ્ચાના ખેલ નથી. જીવન-મોતનો સવાલ છે. દુર્ગપાળે કહ્યું. “અરે, એવા જીવનથી સર્યું ! વળી દેહના મોહ શા?’ આટલું બોલતાં બોલતાં રાજગૃહીના એ શેઠે ગિરિમાળ તરફ દોડ દીધી. સુદર્શન શેઠ ! પાછા વળો !' બધાએ હોંકારા કર્યા. મૂર્ખ થઈને મોતના મોંમાં જશો નહીં.' ‘આજ કોઈ રોકશો નહીં. કોઈનો રોક્યો નહીં રોકાઉં. મારો ભગવાન મારે આંગણે આવે ને હું જીવતરથી ડરી ઘરમાં બેસી રહું? મને દેહનું સાર્થક કરવા દો.” ને સુદર્શન શેઠ મૂઠીઓ વાળીને એ ભયકર સ્થળ તરફ દોડ્યા. એક વધુ ભયંકર ગર્જનાએ વાતાવરણને ભયની For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ ت ن . . . . . કંપારીથી ભરી દીધું. જે કામ માટે મોટા મોટા ભડવીર યોદ્ધા હામ નહોતા ભીડતા, એ કામ એક વાણિયો કરતો હતો. બિચારો ઘરનો દુ:ખી હશે, આત્મહત્યા કરવા નીકળ્યો હશે. આમ કરીને કોઈ સારા માણસના માથે કલંક નાખશે.” લોકોએ ટીકા કરી. બિલાડીના મોંમાં જતા ઉંદરને નીરખવા બધા કિલ્લા પર ચડ્યા, કોઈ ઊંચી ટેકરી પર ચઢ્યા. પેલો તો દોડ્યો જતો હતો. ફરી મર્દોના છક્કા છોડાવી દે તેવી ગર્જના થઈ. એક કાળું વાદળ જાણે પૃથ્વી પર ધસી આવ્યું. - પેલો વાણિયો બૂમ પાડતો હતો : “અર્જુન, ઓ મોતના દૂત ! આવ, મને લઈ જા ! આજ દર્શનને ખાતર દેહ ફૂલ કરવા નીકળ્યો છું.' પેલું ઘોર કાળું વાદળ થંભી ગયું. ઘણે દિવસે કોનું ગળું આજ એને પ્રેમથી પોકારતું હતું ! અરે, એક શેઠિયો ચાલ્યો આવે છે. માથે પાઘડી છે. ખભે ખેસ છે. ઘરેણાંનો પાર નથી. પગમાં મોતીજડી મોજડી છે. એ બે હાથ જોડીને વિનવે છે, કે ભાઈ અર્જુન, મને ભગવાનનાં દર્શન કરી લેવા દે ! પછી આખો ને આખો ખાઈ જજે, ના નહીં કહું. મિત્રનો અવાજ કે દુશ્મનનો ? રે ભ્રમણા ! માણસ માણસનો મિત્ર હોઈ શકે જ કેમ! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી - - - - - બિહામણા અર્જુને પોતાનો પંજો ઉપાડ્યો. એની ઝેરી આંખો ચકરચકર ઘુમાવી, પણ પેલાની આંખોમાં એ જ પ્રેમની જ્યોતિ હતી. અર્જુને ઝાવું માર્યું–આંખો ઝીણી કરીને, અને સુદર્શનને ખભે નાખીને નાઠો. ખાડાટેકરા કૂદતો દૂરદૂર અદશ્ય થઈ ગયો. એ જાય, ઓ જાય : એ ગયો, ઓ ગયો. નગરજનોએ ભયમાં આંખો મીંચી, પણ ત્યાં તો જુદી રંગત જામી હતી. યમરાજના મોંમાં પડ્યો પડ્યો પેલો શેઠ હસતો હતો. આજ એનો સિદ્ધાંત, એની શ્રદ્ધા ને એની ટેક કસોટીએ ચડ્યાં હતાં. એ ઉપર પડ્યો પડ્યો કહેતો હતો: ‘ભાઈ અર્જુન! એક વાર એ વિશ્વવિભૂતિનાં દૂરથી દર્શન કરી લેવા દે. દેહની ચિંતા નથી, એ તો અનેક મળશે. આત્મા ખોયો મળતો નથી. ભાઈ, એક વાર દર્શન કરી લેવા દે. મારો ધર્મ મને અદા કરી લેવા દે. પછી તું તારો ધર્મ અદા કરજે.” ‘દર્શન ! ધર્મ!” અર્જુનના રાક્ષસી દિલમાં પડઘો પડ્યો. એણે પૂછયું: ‘તારો ધર્મ શું? મારો ધર્મ શું ? દર્શન કોના?’ “જ્ઞાતપુત્રનાં. જેણે ચંડકૌશિક જેવા નાગને બૂઝવ્યો, ચંદના જેવી દાસીને ઉદ્ધારી, એવા સંસારને પ્રેમમય બનાવનાર મહાવીરનાં! પાપીઓના, અધમના, દાસના તારણહારનાં !” અર્જુન કાંઈક વિચારમાં પડ્યો. એના ધગધગતા કપાળ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧૯ ت ن . .ن.ن.ت.ت પર રેખાઓ તણાઈ. એ કાંઈક ઠંડો પડતો ચાલ્યો. અરે, જેનાં દર્શન માટે આ વાણિયો મોજથી મરવા આવ્યો છે, એ તે કેવા હશે? એણે પોતાનો સૂર ફેરવ્યો. કહ્યું : “ક્યાં છે એ ? પૂર્વ ભાગના ઉપવનમાં.' ‘એમ. બેસી જા મારી પીઠ પર. ચાલ, કાંઈક ભલો લાગે છે, માટે તને દર્શન કરાવી દઉં. ને પછી જ તારું કાટલું કરું.' અર્જુને કાંઈક સંકોચેલી કાયાને વિસ્તારી. પગને ફફડાવ્યા ને કૂદ્યો. એક ગિરિશિખરથી બીજે ને બીજી ગિરિખીણથી ત્રીજી ખીણ પર. વાંદરા કરતાંય વધુ ઝડપથી એ કૂદતો હતો. વાઘ તો એને જોઈ ચાલ્યા જતા. જોતજોતામાં એ ઉપવનની પાસે આવી પહોંચ્યો. ' અરે, વાતાવરણ મોજનું છે, હવા શીતળ છે, પંખીઓ મીઠું ગાઈ રહ્યાં છે. એક વૃક્ષ નીચે પદ્માસન વાળીને ભગવાન બેઠા છે. શું સૌમ્ય એમની મુદ્રા છે! શી કરુણાભારથી નમેલી એમની કીકીઓ છે ! અરે, એનાં દર્શન કરતાં જાણે જાતને ભૂલી જવાય છે. “ભાઈ અર્જુન ! શાંત થા ! મીઠો સૂર આવ્યો. અરે, સ્વરમાં તે આટલું માધુર્ય હોય ! અરે, કોણ મને સંબોધે છે? અર્જુનના ધગધગતા અંગારા જેવા હૃદયને કોઈ મીઠી વાદળી જળ છાંટતી હતી. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અર્જુન માળી ભાઈ ! હું ભાઈ ? ના, ના, દુનિયા તો રાક્ષસોથી ભરેલી છે. એક માણસ હંમેશાં બીજાને લૂંટી લેવા મથે છે, પણ આ માણસ કેવો વિચિત્ર છે. અરે, મારું મન ગળી જાય છે. અર્જુને ધીરથી બબડ્યો. એ જરા નજીક ગયો. સુદર્શન શેઠને બાહુપાશમાંથી મુક્ત કર્યા. જરા વધુ નજીક ગયો. વળી શબ્દો આવ્યા. “ભાઈ !' વળી અચાનક કોઈક ધૂરી આવતી લાગી. એણે વિચારવા માંડ્યું. માણસ તે વળી માણસનો ભાઈ હોઈ શકે ! નક્કી છેતરપિંડી ! આગળ વધતા અર્જુને પાછળ ડગ મૂકવા માંડ્યાં. ‘અર્જુન, ભાઈ, શાંત થા! અર્જુન, યાદ રાખ કે વેરથી વેર નહીં શમે. અગ્નિમાં ઘી નાખે અગ્નિ શાંત નહીં થાય. આમ આવ. હું તને શાંતિનો મંત્ર આપું.” સ્વરોની અપૂર્વ મોહિની હતી. અર્જુન બધું ભૂલ્યો. દોડીને જ્ઞાતપુત્રના ચરણમાં ઢળી પડ્યો. પારસમણિના સ્પર્શી જેમ પહાડ દ્રવે તેમ, સ્પર્શમાત્રથી એની પહાડ જેવી કાયા સંકોચ પામવા લાગી. એના બે દાંત જાણે અંદર સમાઈ ગયા. દેહ પર લાગેલી કાળાશ ધોવાતી ચાલી, ને ચંપાના જેવો ગૌરવર્ણ ઊઘડવા માંડ્યો. જ્ઞાતપુત્રે એને ઉઠાડવા માંડ્યો, પણ એ ઊઠી ન શક્યો. જેણે કદી થાક જાણ્યો નહોતો, પહાડ, પર્વતો ને નદીઓ ઓળંગતાં જે કદી થાકતો નહીં, એને થાકથી દેહના For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ અંકોડેઅંકોડા તૂટવા લાગ્યા. ‘પ્રભુ, આજ વગર શ્રમે થાક લાગી રહ્યો છે. ઊભો થવા મથું છું, પણ થવાતું નથી.’ ‘ઇંદ્રિયોના અતિ વ્યાપારનો એ થાક છે. આત્માને ખોજ, તારો થાક ઊતરી જશે. સુદર્શનની શ્રદ્ધા પ્રાપ્ત કર, તારું કલ્યાણ થઈ જશે.’ ધીરે ધીરે ઊઠીને અર્જુન પાસે બેસી ગયો. વિષ નિખારી રહેલ માનવીની જેમ એ ધીરે ધીરે પોતાની જાતને સંભારી રહ્યો હતો. સુદર્શન શેઠના આનંદનો પાર નહોતો. જોતજોતાંમાં આ સમાચાર બધે પ્રસરી ગયા. માનવમેદની પ્રભુદર્શને ઊમટી પડી. વર્ષો જૂનો માર્ગ એ દહાડે સજીવન થયો. મગધનાં મહારાણી ચેલ્લણાને કાને આ વાત પહોંચી ત્યારે રાણીજી એકદમ ઊભાં થઈ ગયાં. પાસે ૨મતા પુત્ર કુણિકને દાસીને સોંપતાં કહ્યું: “ધન્ય ભાગ્ય ! શું પ્રભુવર મહાવીર અહીં પધાર્યા છે ? ચાલો, ચાલો, આજે તો સોનાનો સૂરજ ઊગ્યો.. મહારાણી ચેલ્લણા તો એકદમ તૈયાર થઈ ગયાં અને વૈભારગિરિ પહોંચવા માટે જોતજોતાંમાં પાલખીઓ અને દાસદાસીઓનો મોટો જમેલો નીચે તેમની રાહ જોતો ખડો For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી થઈ ગયો. સુનંદા તો ચેલ્લણાની સખી હતી. એણે પણ સાથ પૂર્યો. ૧૩ મહારાજા શ્રેણિક અભયકુમારને મહામંત્રીપદે સ્થાપી હાલમાં રાજકાજમાંથી ઘણીખરી નિવૃત્તિ સેવતા હતા. બૌદ્ધધર્મના સંસ્કારો પામેલા મગધરાજ રાણી ચેલ્લણાની અને તેના ધર્મની અનેક રીતે પરીક્ષા લેતા હતા, પણ રાણી ચેલ્લણા બધામાં સફળ નીવડતી જતી હતી. આજે મહારાણી ચેલ્લણાને વહેલી સવા૨થી જ ધમાલમાં પડેલાં જોઈ, મગધરાજને કુતૂહલ થઈ આવ્યું. તેઓ તરત જ મહારાણીના મહેલે આવ્યા. ક્યાં પધારો છો, રાણીજી !' વૈભારગિરિ પર પ્રભુ મહાવીર પધાર્યા છે.’ ‘શું દર્શનાર્થે જાઓ છો ?” ‘હા દર્શનાર્થે. નગરશેઠ શાલિભદ્ર અને ધન્નાશેઠે દીક્ષા અંગીકાર કરી; તે માટે તેમને વંદન કરવા જઈએ છીએ!’ શું બંને શેઠે દીક્ષા અંગીકાર કરી ?” મગધરાજ આશ્ચર્ય પામ્યા. ‘હા. ચાલો ને નજરે જોઈ લો ! મહારાજાને કુતૂહલ પેદા થયું. ભગવાન મહાવીર વિશે છેલ્લા દિવસોમાં તેમના કાન ૫૨ ઘણું આવ્યું હતું અને આજે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ . . . . . . વળી સાંભળ્યું કે માનવવાઘ અર્જુનને પણ બૂઝવ્યો, રોજનો નરસંહાર અટકાવ્યો, તેઓએ પણ પ્રસ્થાનની તૈયારીઓ કરવા સેવકોને આજ્ઞા આપી. થોડી વારમાં ડંકોનિશાન ગડગડવા લાગ્યાં. મોટા ઠાઠમાઠ સાથે મગધરાજ પ્રભુ વીરને દર્શને ચાલ્યા. એક સુંદર અશોકવૃક્ષની નીચે પ્રભુ મહાવીર પદ્માસને બેઠા હતા. શું તેજ, શું કાંતિ ! મહારાજાના દિલમાં પ્રથમ દર્શને જ આકર્ષણ પેદા થયું. કુમાર અવસ્થામાં મગધરાજ આ સ્થળે ઘણી વાર ફર્યા હતા; પણ આજના જેવી રમ્યતા એ દિવસે કદી નહોતી લાગી. જાણે જુદો જ પવન, જાણે જુદાં જ વનવૃક્ષો, જાણે તદ્દન બીજી જ ભૂમિ ! હૈયું ગળી પડતું હોય, અનન્તકાળના પ્રવાસીને વિસામો લાધતો હોય એમ મહારાજાને કાંઈક ભાર ઊતરતો હોય તેમ લાગ્યું. પ્રભુ મહાવીરની અખંડ દેશના ચાલી રહી હતી, જાણે પહાડોમાંથી કોઈ સ્વતંત્ર ઝરણાનો પ્રવાહ વહી રહ્યો હતો. પ્રચંડ અર્જુન માળી દાઢી મૂછના કાતરા કરડતો શાંત ચિત્તે વાણી સાંભળી રહ્યો હતો. મગધરાજ વિનીતભાવે બેસી શાંતિથી ધર્મશ્રવણ કરી રહ્યા. એ દહાડે ન કેવળ અર્જુને કાયાનાં કલ્યાણ કર્યા, મગધરાજે પણ પ્રભુનો પંથ સ્વીકાર્યો. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી અર્જુને પ્રભુ પાસે દીક્ષા લીધી. એણે ઘણાનાં વે૨ માથે લીધાં હતાં. એ જ્યાં જાય ત્યાં લોકો એને પથરા મારે, ખાવા ન આપે, રહેવા ન દે. અર્જુન વિચારતો કે, આ તો કરેલાં કર્મનો બદલો છે. એમાં લોકોનો શો વાંક ! આવી ભાવના ભાવતો અર્જુન આખરે ભવસમુદ્ર તરી ગયો. કર્મે શૂરા તે ધર્મે શૂરા, તે આનું નામ ! ૧૫ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ કહાં ચંદન, કહાં મલયાગિરિ કહાં સાયર, કહાં નીર જ્યાં જ્યમ પડે વિદેહી, ત્યમ ત્યમ સહે શરીર અરે, ક્યાં રૂડો રાજા ચંદન, ક્યાં રૂડી રાણી મલયાગિરિ, ક્યાં બાળપુત્રો સાયર અને નીર ! વિપત્તિના વાવંટોળમાં રાજ ગયું, પાટ ગયું, ધન ગયું, ધામ ગયાં. વનવન ને રાનરાન ભમ્યાં. બધુંય ગયું, પણ એમનું સત ન ગયું. સતિયાંઓએ સુખ છાંડ્યું, પણ શીલ ન છાંડ્યું. દુઃખ તો માણસ માત્રને વહેલું મોડું વેઠવાનું છે, પણ હસતે મુખે વેઠે એની બલિહારી છે. કુસુમપુરના રાજવી ચંદનદેવનું રાજ શત્રુએ જીતી લીધું. બે બાળ લઈને રાજા-રાણી ચાલી નીકળ્યાં. ગાંઠમાં ગરથ નથી, ખડિયામાં ખરચ નથી, આવ્યાં કુસુમપુર ગામમાં. સહુએ વિચાર કર્યો, મહેનત-મજૂરી કરીશું ને પેટ ભરીશું. જે હાથથી For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ચંદન મલયાગિરિ - - - આપ્યું છે, એ હાથ હવે ભીખ માગવા લાંબો નહીં થાય. તેઓ કામ શોધવા બજારમાં નીકળ્યાં. બજારમાં ફરતાં ફરતાં તેઓ એક શેઠની દુકાન આગળ આવ્યાં. લાખો રૂપિયાનો વેપાર ચાલે છે. ઘેર નોકરચાકર ને વાણોતરગુમાસ્તાનો પાર નથી. રાજાએ વિચાર કર્યો. આ શેઠને ત્યાં મને જરૂર કામ મળશે, એટલે જઈને તેને જુહાર કર્યા. શેઠે પૂછયું, ભાઈ, કેમ આવવું થયું ? રાજાએ કહ્યું: અમે પરદેશી મુસાફરો છીએ અને ચાકરીની શોધમાં આવ્યાં છીએ. જો ચાકરી મળે તો અહીં રહેવા વિચાર છે. શેઠે કહ્યું: ભલે, હું ચાકરી આપીશ, એમ કહી રાજાને તેણે પોતાના મંદિરમાં પૂજા કરવાનું કામ સોંપ્યું. રાણીને વાસણ માંજવાનું કામ આપ્યું, અને બંને બાળકોને ઢોર ચારવાનું કામ સોંપ્યું. સમયને માન આપી રાજકુટુંબે આ કામ વધાવી લીધું. તેઓએ ગામ બહાર નદીકિનારે એક સુંદર ઝૂંપડી બાંધી છે. આખો દિવસ કામ કરી ચારે જણ સાંજ ટાણે અહીં આવે છે ને એકબીજાને મળી આનંદ પામે છે. સમજુ માણસો આવેલી હાલત શાંતિથી સહન કરી તેમાંથી આગળ વધવાનો માર્ગ શોધે છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ - - - - - - એક વખત મોટો એક સોદાગર આવ્યો. તેની વણનીરમાં સેંકડો ગાડાં ને સેંકડો પોઠિયા. સેંકડો ઘોડા ને સેંકડો ઊંટ. તેઓના પર જુદી જુદી જાતનાં કરિયાણાં. આ માલ ખપાવવા તેણે નગર બહાર મુકામ કર્યો. થોડી વારમાં ત્યાં ડેરાતંબૂ ઠોકાયા ને બજારો શરૂ થઈ. ગામમાંથી નાનામોટા વેપારીઓ આવવા લાગ્યા ને સોદા ચાલુ થયા. મલયાગિરિને આ વાતની જાણ થતાં તે ચંદન રાજા આગળ આવીને કહેવા લાગી : સ્વામીનાથ ! નગર બહાર એક મોટી વણજાર આવી છે. જો આપની આજ્ઞા હોય તો હું ત્યાં જઈને લાકડાની ભારીઓ વેચું. તેનું ઘણું મૂલ્ય ઊપજશે. રાજા કહે, ભલે, તમને ઠીક લાગે તેમ કરો. રાણી મલયાગિરિ જંગલમાં ગઈ. લાકડાં વણ્યાં. ભારી બાંધી અને સોદાગરની બજારમાં આવી. મધુર કંઠે પોતાનાં લાકડાં વેચવા લાગી. સોદાગરને મલયાગિરિનો મધુર અવાજ કાને પડ્યો. તરત જ તેણે પોતાના માણસોને પૂછ્યું: કોયલના ટહુકાર જેવો આ કોનો અવાજ છે ? તેના માણસોએ કહ્યું: માલિક ! એક કઠિયારણ ભારો વેચે છે. આ સાંભળી સોદાગર બોલી ઊઠ્યો : જાવ, એ કઠિયારણને અહીં બોલાવી લાવો. તરત જ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ તેના માણસો દોડ્યા ને કઠિયારણની પાસે આવી કહ્યું : અરે બાઈ ! તારે લાકડાંના પૈસા ઉપજાવવા હોય તો આગળ જા. મોટા શેઠ બેઠા છે ત્યાં સારું મૂલ્ય ઊપજશે.” મલયાગિરિ આ સાંભળી પોતાનો ભારો ભાથે મૂકી સોદાગરના તંબુ તરફ આવી. છેટેથી તેને આવતી જોઈને જ સોદાગર મોહી પડ્યો. અહીં શું રૂપ છે ને ! એની ચાલ ! એનો અંગમરોડ! ખરેખર આ સ્ત્રીને હું મારી પાસે જ રાખીશ. આમ વિચાર કરી તેણે નોકરોને ચાલ્યા જવાનું કહ્યું. નોકરો ચાલ્યા ગયા. મલયાગિરિ એકલા બેઠેલા સોદાગરના તંબૂ આગળ આવી. મધુર અવાજે બોલીઃ શેઠ ! લાકડાં લેશો ? સોદાગર કહે, બાઈ ! ભારો ઉતારી જરા વિસામો લો. આવા નાજુક શરીરે આટલો મોટો ભારો ઉપાડતાં ખૂબ થાક લાગ્યો હશે. મલયાગિરિએ ભારો ઉતાર્યો ને જરા વિસામો લેવા બેઠી. એટલે સોદાગરે કહ્યું: અરે બાઈ, તમારો પોશાક ખૂબ સાદો છે, પણ તમે કોઈ ઊંચ કુળનાં જણાવ છો. તમને આવો ધંધો શોભે ? મલયાગિરી કહે, શેઠ ! ઊંચું કુળ ને નીચું કુળ ! સારાં કામ કરે તે ઊંચો ને હીણાં કામ કરે તે નીચો. કુળના ઊંચાનીચાપણાથી શું હીણપત છે ? For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ .: .ن.ت.ن.:.: સોદાગર કહે, પણ જેને ન મળે તે આવો ધંધો કરે. તમને બધી સુખસામગ્રી ક્યાં મળે તેમ નથી? મલયાગિરિ કહે, શેઠ ! પ્રામાણિક મહેનત – મજૂરીથી સૂકો રોટલો મળે તે પણ સરસ છે. અમે ગમે તેવું હલકું જીવન ગાળીને સુખ-સામગ્રી મેળવીએ તો તેથી શું ભલું થયું ? સોદાગર કહે, બાઈ, તારું નામ શું ? મલયાગિરિ કહે, ભાઈ! અમારા જેવાના નામથી તમને શો લાભ? હવે કાઠીના પૈસા આપો. મારે મોડું થાય છે. સોદાગર સમજ્યો કે આ સ્ત્રી ખૂબ ચાલાક છે. એ સીધી રીતે વશ નહીં થાય, માટે એને યુક્તિથી જ ફસાવા દે ! એમ વિચાર કરી તેણે કાઠીના સારા પૈસા આપ્યા. મલયાગિરિએ ધાર્યું હતું તેના કરતાં બમણું મળ્યું એટલે તે ખૂબ રાજી થઈ. હંમેશાં અહીં આવીને લાકડાં વેચવા લાગી. એમ કરતાં સોદાગરને ઊપડવાનો દિવસ આવ્યો. તેણે મલયાગિરિને ઉપાડી જવાની યુક્તિ રચી. હંમેશનો વખત થયો, એટલે મલયાગિરિ માથે લાકડાંનો ભારો મૂકી સોદાગરના તંબૂ આગળ આવી. તરત જ તેના પર હલ્લો થયો. ચાર પઠ્ઠા માણસો આગળ અબળાનું શું ચાલે ? તે ફસાઈ ગઈ. પેલા માણસોએ તેને બાંધીને રથમાં નાખી. રથ પવનવેગે ઊપડી ગયો. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ મલયાગિરિ વિચાર કરે છે. હવે મારી એક ઘડી પણ શી રીતે જશે ? ગમે તેવી દુઃખી હાલતમાં પણ સ્વામીનો અને વહાલાં બાળકોનો સંગ આનંદ આપતો, તેનો પણ આ પાપીએ વિજોગ કરાવ્યો. હવે શું કરું? આપઘાત કરું? પણ ના, ના. આપઘાત કરવાથી શું? હજી મારી પાછળ મારા પતિ ને પુત્રો છે. તે શોધખોળ કરશે. ભવિષ્યમાં ફરી પાછાં મળીશું. મરવાથી શું તેમનો મેળાપ થવાનો છે ? આવો વિચાર કરી મલિયાગિરિ પ્રભુનું નામ લઈને દિવસો પસાર કરે છે. સોદાગર તેને નવી નવી વસ્તુઓ મોકલે છે, પણ તે કાંઈ પણ સ્વીકારતી નથી. સોદાગર તેને અનેક જાતની ધમકીઓ આપે છે, પણ તેનાથી તે ડરતી નથી. એક વખત સોદાગરે તેના પર જુલમ કરવાની તૈયારી કરે એટલે મલયાગિરિએ કહ્યું : અરે નાદાન ! આ ખોળિયામાં જીવ છે ત્યાં સુધી તો તું મારું શિયળ ભંગ નહીં કરે શકે. જો તું મને વધારે સતાવીશ તો આપઘાત કરીને મરણ પામીશ. એથી તને શો લાભ થવાનો! સોદાગરે આ સાંભળી તેને સતાવવાનું બંધ રાખ્યું. ફોસલાવીને કામ લેવું શરૂ કર્યું. રાણી મલયાગિરિ તે સોદાગરની સાથે ફરે છે ને પોતાનો ઘણોખરો વખત પ્રભુનું સ્મરણ કરવામાં ગાળે છે. અહીં રાત પડી એટલે સાયર ને નીર બંને ભાઈઓ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ પોતાની ઝૂંપડીએ આવ્યા. જુએ તો મલિયાગિરિ નહીં. બા ! એ બા ! એમ ઘણી બૂમો પાડી, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. તેઓ ચારે બાજુ શોધી વળ્યા, પણ ક્યાંય મલયાગિરિ જણાઈ નહીં. તેઓ નિરાશ થઈને ઝૂંપડીમાં બેઠા ને બા ! બા ! કહી રડવા લાગ્યા. ૨૨ એવામાં ચંદન રાજા પોતાના કામથી પરવારીને ઘેર આવ્યા. છોકરાંઓને ૨ડતાં જોઈ તેમને એકદમ છાતીસરસાં ચાંપી લીધાં. તે બોલ્યો : બેટાઓ ! રડો છો શા માટે ? હમણાં તમારી મા આવશે. છોકરાંઓ ચંદન રાજાના ખોળામાં જ પોતાની માને સંભારતાં સૂઈ ગયાં. હવે ચંદન રાજાએ વિચાર કર્યોઃ જરૂ૨ આજે કાંઈ ખરાબ બનાવ બન્યો, નહીંતર મલયાગિરિ ઘેર આવ્યા વિના રહે નહીં. તેણે બાળકોને ધીરેથી નીચે સુવાડ્યાં ને નગરની બજારમાં શોધવા નીકળ્યો. આખા નગરની બજારો ને ગલીકૂંચીઓ ફરી વળ્યો. પણ મલયાગિરિ ક્યાંય ન દેખાઈ. રાજાને અત્યંત દુઃખ થયું. બાળકો આખો દિવસ રડ્યા કરે છે. ચંદન રાજાએ વિચાર કર્યોઃ ગમે તેમ થાય, પણ હું મલયાગિરિને શોધી કાઢીશ. બીજા દિવસે તે પોતાનાં બંને બાળકોને લઈ કુસુમપુરમાંથી નીકળી ગયો. તે જંગલોમાં ભટકે છે. પહાડની ગુફાઓમાં આથડે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ .. . . ... . વગડે વગડે ને ગામડે ગામડે તપાસ કરે છે, પણ ક્યાંય મલયાગિરિનો પત્તો મળતો નથી. જંગલનાં ફળફૂલ તોડી લાવે છે. બાળકોને ખવડાવે છે ને પોતે ખાય છે. આમ કરતાં એક દિવસ તે ઘોર જંગલમાં આવી પહોંચ્યાં. ત્યાં ઝાડ પર ઝાડ ને ખડક-ઝરણાંનો પાર નહીં. તેની ભયંકર ગુફાઓમાંથી જંગલી જાનવરોના અવાજ થાય ને કાળજાં ફફડી ઊઠે. ચંદન રાજા આ જંગલ પસાર કરીને કોઈ ગામ આવે તો ત્યાં જવા ઇચ્છે છે, પણ ગામ આવતું નથી. જંગલમાં ભટકતાં ભટકતાં સાંજ ટાણે તે એક ધોધમાર નદીના કિનારે આવ્યા. આ નદી પાર કરવી એટલે જીવનું જોખમ, પણ ચંદન રાજાની છાતી દુઃખ સહન કરી કરીને ખૂબ કઠણ બની છે. એટલે તેમણે તો નદી પાર કરીને સામે જવાનો વિચાર કર્યો. પણ સાયર તથા નીરને સામે પાર કઈ રીતે લઈ જવા ? તેઓ જાતે તો નદી ઊતરી શકે નહીં, એટલે તેમણે તેઓને ખભે બેસાડીને પાર કરવા વિચાર કર્યો. શું સાહસ ! તે બોલ્યાઃ બેટા સાયર ! નીરને ખભે બેસાડી હું નદી પાર કરું છું. તું આ ઝાડની ડાળીએ ચડી જા. સાંજનો વખત છે એટલે એકલા નીચે ઊભા ન રહેવું. પિતાની આજ્ઞા મળતાં સાયર ઝાડે ચડ્યો ને ચંદન રાજા નીરને ખભે બેસાડી નદી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ પાર કરવા લાગ્યા. અહા, શું નદીનું તાણ ! પણ ચંદન રાજામાં કાંઈક અનેરું બળ આવ્યું છે. નદીના વેગની પરવા ન કરતાં તે સામે પાર જઈને ઊભા. અહીં નીરને ઝાડ પર ચઢીને રહેવાનું કહ્યું ને સાયરને લેવા ફરી નદી ઊતરવા લાગ્યા. ચંદન રાજા થાકીને લોથપોથ થઈ ગયા. મહામુસીબતે અર્ધી નદી ઊતર્યા, પણ પછી પગ ટક્યો નહીં. ધોધમાર નદીના વેગમાં તણાયા. તેમણે બહાર નીકળવા ઘણાંયે તરફડિયાં માર્યા, પણ ફોગટ ! નદીના પાણીમાં તણાતાં તણાતાં તેમના હતાશ હૃદયમાંથી એક દુહો સરી પડ્યોઃ કહાં ચંદન કહાં મલયાગિરિ, કહાં સાયર કહાં નીર, જ્યમ જ્યમ પડે વિપડી, ત્યમ ત્યમ સહે શરીર. સાયર ને નીર બંને કિનારા પરથી ચીસ પાડી ઊઠ્યા. કઠોરનાં પણ કાળજાં ફાટે તેવી ચીસો હતી, પણ જંગલમાં કોણ મદદ કરે ? કેવળ તેમની ચીસોના પડઘા સંભળાવા લાગ્યા. રોઈ રોઈને આખી રાત બને ભાઈઓએ ઝાડ પર જ ગાળી. - બીજા દિવસે સવારે એક વણજારો ત્યાં આવી પહોંચ્યો. તેણે સાયરને આ ગોઝારી નદીને પાર ઉતાર્યો. સાયર ને નીર બને મળ્યા, પણ હવે તેમણે ક્યાં જવું ને શું કરવું ? વણજારાને આ બાળકોની દયા આવી એટલે તેણે કહ્યું: તમે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ . . . . . و મારી સાથે રહેજો ને મજા કરજો. સાયર તથા નીર વણજારાની સાથે રહી આનંદ કરે છે. તેઓ ત્યાં બધી જાતનાં હથિયાર વાપરતાં શીખ્યા ને થોડાં વરસમાં તેમાં હોશિયાર થયા. ચંદન રાજા નદીમાં તણાતાં બીજે દિવસે સવારે કિનારે નીકળ્યા. ત્યાંથી થોડું ચાલતાં એક ગામ આવ્યું. ત્યાં જઈને એક ઘરના ઓટલે વિસામો લેવા બેઠા. તે નસીબની વિચિત્ર ગતિનો વિચાર કરે છે: કહાં ચંદન કહાં મલયાગિરિ, કહાં સાયર કહાં નીર, જ્યમ જ્યમ પડે વિપકડી, ત્યમ ત્યમ સહે શરીર. વહાલી રાણી મલયાગિરિ ને પોતાનાં બે બાલુડાં તેની આંખ આગળથી ખસતાં નથી. તેનું હૃદય દુઃખથી ચિરાય છે. એવામાં ઘરધણિયાણી બારણું ઉઘાડી બહાર આવી. ત્યાં આ સ્વરૂપવાન પુરુષને ઉદાસીન જોયો. તરત જ તે બોલીઃ અરે મુસાફર ! અંદર આવો. આમ ચિંતામાં શા માટે પડ્યા છો ? આ ઘર તમારું જ જાણો. એમ કહી તે ચંદન રાજાને અંદર લઈ ગઈ. ત્યાં એક આસન પર બેસાડી દાતણ-પાણી કરાવ્યાં. પછી સ્નાન કરાવ્યું ને સુંદર ભોજન જમાડ્યાં. પછી રાત વખતે ઘરધણિયાણી ચંદન રાજા પાસે આવી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ કહેવા લાગી : મારી સાથે આનંદ કરો. ચંદન રાજા કહે, બાઈ, આ શું બોલો છો ? પરસ્ત્રી મારે માતસમાન છે. મારાથી એમ કદી નહીં જ બને. તે સ્ત્રીએ ચંદન રાજાને ઘણું ઘણું સમજાવ્યા, પણ તે કબૂલ ન જ થયા. એટલે તે નિરાશ થઈને પાછી ગઈ. ચંદન રાજા સમજી ગયા કે હવે આ ઘરમાં ઘડી પણ રહેવું ઠીક નથી એટલે રાત્રે જ તે ઘરમાંથી બહાર નીકળી ગયા. બીજા દિવસે સાંજ સુધી તેમણે ચાલ્યા જ કર્યું. સાંજ સમયે તે ચંપાપુરી નામના નગર આગળ આવ્યા. અહીં એક બનાવ બન્યો. બરાબર એ જ રાતે નગરનો વાંઝિયો રાજા મરણ પામ્યો. નગરજનો વિચાર કરવા લાગ્યા : કોને આ ગાદી આપવી ? ઘણા ઘણાનાં નામ લેવાયાં, પણ કોઈ હૈયે ન બેઠું. છેવટે નિર્ણય કર્યો કે પ્રભાતમાં હાથીને કળશ આપી છોડી મૂકો, જેના ઉપર તે કળશ ઢોળે તે આપણો રાજા. ૨૬ પ્રભાત થયું એટલે હાથીને કળશ આપીને છૂટો મૂક્યો. નગરજનોનાં ટોળેટોળાં આતુરતાથી જોવા લાગ્યાં કે કોના માથે કળશ ઢળે છે. હાથી ચાલતાં ચાલતાં જ્યાં ચંદનરાજા ઊભા હતા ત્યાં આવ્યો અને કળશ તેમના માથે ઢોળ્યો. ચીંથરેહાલ હાલતમાં પણ ચંદન રાજાના મુખનો પ્રભાવ પડતો હતો એટલે નગરજનો તેમને રાજ્ય મળેલું જોઈ ખુશી થયા. ખૂબ ઠાઠમાઠથી તેમનો રાજ્યાભિષેક થયો. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ - - - - ચંદન રાજા પ્રજાને સારી રીતે પાળે છે અને તેમના સુખનો વિચાર કરે છે. તેમને સુખની બધી સામગ્રી મળી છે, પણ સુખ લાગતું નથી. તેમને તો વહાલી રાણી મલયાગિરિ તથા પ્રિય પુત્રો સાયર અને નીરનો વિજોગ સાલ્યા જ કરે છે. સાયર ને નીર વણજારાને ત્યાં જુવાનજોધ થયા છે. તેમણે હવે વિચાર કર્યો. ચાલો આપણે અહીંથી છૂટા પડીએ અને આપણું નસીબ અજમાવીએ. તેઓ વણજારાની રજા લઈ ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ ચંપાપુરી ગયા. ત્યાં રાજદરબારે જઈ રાજાને પ્રણામ કર્યા. - રાજા તેમને ઓળખતો નથી. તેઓ રાજાને ઓળખતા નથી. તેઓને છૂટા પડ્યા આજે બાર બાર વર્ષનાં વહાણાં વહી ગયાં છે. રાજાએ આ બે જુવાનોને પૂછયું: અરે જુવાનો ! તમારું અહીં આવવું કેમ થયું છે ? સાયર ને નીર બંનેએ જણાવ્યું : અમે દૂર દેશથી આવીએ છીએ અને રાજ્યમાં નોકરી લેવાની અમારી ઇચ્છા છે. રાજાએ લાયકાત જોઈ તેમને નગરના કોટવાળ નીમ્યા. હવે રાણી મલયાગિરિને લઈને ફરતો ફરતો પેલો સોદાગર ચંપાપુરી આવ્યો. તેણે રાજાને કીમતી વસ્તુઓ ભેટ આપીને વિનંતી કરીઃ મહારાજ ! મારી સાથે લાખો રૂપિયાનો માલ છે, માટે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ આપની ચોકી આપો. રાજાએ તેની વિનંતી સાંભળીને સાયર તથા નીરને બીજા થોડા સિપાઈઓ સાથે ચોકી કરવા મોકલ્યા. આ બંને ભાઈઓ રાતદિવસ ચોકી કરે છે અને સોદાગરનો માલ સાચવે છે. ૨૮ એક વખત રાતે સિપાઈઓ માંહોમાંહો કહેવા લાગ્યા યારો ! કોઈ વાત માંડો તો ઊંઘ ન આવે. વગર વાતે તો આવડી મોટી રાત શેં ખૂટે ? ત્યારે સાયર અને નીરે પોતાની આપવીતી કહેવા માંડી : કુસુમપુર નામે એક નગર હતું. ત્યાં ચંદન નામે બહાદુર રાજા હતા. તેમને મલયાગિરિ નામે મહાસતી રાણી હતી. તેમને સાય૨ ને નીર નામે બે પુત્રો હતા. રાણી મલયાગિરિનો તંબૂ પાસે જ હતો. તે આ વાત ખૂબ ૨સથી સાંભળવા લાગી. સાયર ને નીરે શત્રુની ચડાઈથી માંડીને પોતે કોટવાળ બન્યા ત્યાં સુધીની બધી વાત કરી અને છેવટે પોતાનાં માતાપિતાના વિયોગનું દુ:ખ સંભારવા લાગ્યા. આ વાત પૂરી થતાં જ રાણી મલયાગિરિ પોતાના તંબૂમાંથી બહાર આવી તથા હ૨ખથી ઊભરાતા હૈયે તે બોલી ઊઠી: વહાલા પુત્રો ! આ રહી તમારી દુઃખિયારી મા. પછી તેણે પોતાની બધી હકીકત સાયર તથા નીરને કહી. તેઓ બોલી ઊઠ્યા: વહાલી માતા ! પ્રભાતમાં અમે For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ .. . . ... . રાજદરબારે જઈશું અને તમારો ઇન્સાફ માગીશું. સવાર થઈ એટલે તેઓ સોદાગર તથા રાણી મલયાગિરિને લઈને રાજદરબારે આવ્યા. ત્યાં તેઓએ ફરિયાદ કરી કે મહારાજ ! અમારી માતાનું આ સોદાગરે હરણ કર્યું છે. સોદાગર કહે, મહારાજ આ મારી સ્ત્રી છે, અને તેને તમારા કોટવાળ લઈ જવા માગે છે. રાજાએ સોદાગરને પૂછ્યું: આ બાઈ તારી સ્ત્રી કેવી રીતે થઈ ? સોદાગરે કહ્યું: મને જંગલમાંથી મળી આવી છે. પછી સાયર તથા નીરને પૂછયું: આ સ્ત્રી તમારી માતા કેવી રીતે થાય ? એટલે તેમણે પોતાની બધી હકીકત કહી. મલયાગિરિએ તેમની હકીકતને ટેકો આપ્યો. આ બધી વાત સાંભળતાં જ રાજાનું હૈયું આનંદથી ઊભરાઈ ગયું. તે ઊઠીને પોતાના પુત્રો તથા સ્ત્રીને ભેટી પડ્યો. અને ગદ્ગદ કંઠે બોલ્યો : વહાલા પુત્રો ! આ રહ્યો તમારો વિજોગી પિતા. વહાલી મલયાગિરિ ! આ રહ્યો તારો વિયોગી પતિ. કાળ વિછૂટત્યાં સહુ મળ્યાં, ખાવું-પીધું ને રાજ કર્યું. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ વિદેશી મહાનુભાવોની નજરે જૈન ધર્મના સિદ્ધાંતો મને ખૂબ જ ગમે છે. જો પુનર્જન્મ હોય તો મૃત્યુ પછી મારો જન્મ જૈન કુટુંબમાં થાય એમ ઇચ્છું છું. જ્યાંર્જ બર્નાડ શૉ જિજ્ઞાસુઓની દૃષ્ટિથી હિન્દુસ્તાનના ધર્મોના અભ્યાસમાં મેં ઊંડો રસ લેવો શરૂ કર્યો. હિન્દુસ્તાનના બધા ધર્મોમાં શ્રી મહાવીરસ્વામીએ પ્રરૂપેલો ધર્મ સર્વોત્કૃષ્ટ હોય એવો મારા અંતરના ઊંડાણમાંથી સતત અવાજ આવ્યા કરે છે. જૈન ધર્મ એક એવો ધર્મ છે કે જે પ્રાણીમાત્રને આ સંસારના દુ:ખમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે એમ મેં સાંભળ્યું હતું. મારા એ સંસ્કાર દિન-પ્રતિદિન વધુ સબળ બનતા ગયા અને એ દર્શનનો અભ્યાસ ક૨વા હું ભારતવર્ષમાં આવી. અહીં આવ્યા પછી મને ખાતરી થઈ છે કે મહાવીરસ્વામીનો ધર્મ માત્ર નિયમોમાં કે ગ્રંથોમાં જ નહીં, પણ આચાર, વિચાર અને વિધિ વગેરેમાં પણ તેનો મહિમા પ્રત્યક્ષપણે પ્રગટેલો જોઈ શકાય છે. આત્મશાંતિ અને આત્મસંતોષ મેળવવા મથનારાઓ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વિદેશી મહાનુભાવોની નજરે ૩૧ માટે જૈન ધર્મ એક ધોરી માર્ગ છે. બીજાંઓને બને તેટલું ઓછું દુઃખ આપવું, બીજાંઓનું બને તેટલું કલ્યાણ કરવું એ જ જૈન ધર્મનો ઉત્કૃષ્ટ સાર હોય એમ હું જોઈ શકી પોતાનાં સુખ-સગવડને તિલાંજલી આપી પારકાની ચિંતા કરવાનું આવું સ્પષ્ટ વિધાન એ જ જૈન ધર્મની સર્વોપરિ ઉત્કૃષ્ટતા છે એમ હું માનું છું. એ ઉત્કૃષ્ટતાથી પ્રેરાઈને જ જૈન ધર્મ અંગીકાર કરવા હું તૈયાર છું. જર્મન વિદુષી મિસ શાર્લોટ ક્રાઉઝે (ઉર્ફે સુભદ્રાદેવી) ભગવાન મહાવીરના ઉપદેશની મુખ્ય વિશેષતા એ છે કે તેમણે દુનિયાના બીજા કોઈ સિદ્ધાંતની અપેક્ષાએ અહિંસા ઉપર વધુ ભાર મૂક્યો છે. જૈન ધર્મના અતિ પ્રાચીન ઇતિહાસમાં અહિંસા ન તો માત્ર શીખવવામાં સમજાવવામાં આવતી, પરંતુ તેને વ્યવહારમાં પણ મૂકવામાં આવી હતી. પ્રો. એમ. વિએટબિજ (ચેકોસ્લોવેકિયા) દુનિયાના દુઃખી અને નિઃસહાય લોકોએ પોતાના ઉદ્ધાર માટે આર્તનાદ કર્યો, જેના જવાબમાં ભગવાન મહાવીરે જીવમાત્રના ઉદ્ધારનો માર્ગ દેખાડ્યો. દુનિયામાં સંપ અને શાંતિ ઇચ્છનારાઓનું ધ્યાન ભગવાન મહાવીરના For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧૧૯ વિશાળ સિદ્ધાંતો તરફ આકર્ષાયા વિના રહે જ નહીં. ડૉ. વોલ્ટર શુબિંગ (જર્મની) ભગવાન મહાવીર દિવ્ય પુરુષ હતા. તેઓ તપસ્વીઓમાં આદર્શ, વિચારકોમાં મહાન, આત્મવિકાસમાં અગ્રેસર અને દર્શનાદિ જ્ઞાનમાં સર્વત્ર હતા. તેઓએ પોતાના તપોબળ વડે જનસમૂહની સમક્ષ એ બાબતોને રચનાત્મક રૂપે રજૂ કરી હતી. ડૉ. અર્નેસ્ટલાય (જર્મની) ભગવાન મહાવીરનું નામ અહિંસા, સંસ્કૃતિ, પરમ શાંતિ અને મોક્ષથી પરિપૂર્ણ છે. તેઓ પવિત્ર મહાપવિત્ર હતા. ડૉ. વિલિયમ હનીર ટાલ્વાર (ઇંગ્લેન્ડ) મનોવિજ્ઞાનની દૃષ્ટિએ ભગવાન મહાવીરની વિશેષતાઓમાં પણ સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત તેમની અદ્ભુત આત્મશક્તિ છે. તેઓની ઉચ્ચ વિચારધારા ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ લેખાય. ડૉ. ફેલિક્સ વાલ્વી (હંગેરી) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થંકર શ્રી મલ્લિનાથ શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાક૨ ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૨. ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઇલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વી૨ ધન્નો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન મા S For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ णमोसिद्ध 2 રાઈ, 0 पामा उवज्ञान ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કાર સંસ્કાર ||IIIIIIIIIII Serving Jinshasan A H HI