________________
અર્જુનમાળી
આભ ઊંચી વેભારપર્વતની શિખરમાળ ! મનોહર ઝરણાં ને અઘોર વનરાજી. વાઘ ને સિંહનાં ત્યાં વન વસે. કાળા મણઝર નાગ ત્યાં નિરાંતે ચારો ચરે. સુંદર અને ભયંકર એ પ્રદેશ! કાં તો કોઈ મહાન જોગી કે કાં તો કોઈ મહાવનવાસી ત્યાં ફરવાની હિંમત કરે.
એક વેળાની વાત છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર એવાં જંગલોમાં વિચરતા ત્યાં આવી ચડ્યા. એમને પગલે તો જંગલમાં મંગલ થાય. અંધારું હોય ત્યાં પ્રકાશ થાય. જનમવેરીનાં વેર ગળી જાય, વાઘ ને બકરી એક આરે પાણી પીવે. મોર ને સર્પ સાથે રમે.
આવા ભગવાન મહાવીર રાજગૃહીથી થોડે દૂર આ વનમાં આવી ચડ્યા. વનપાળે મગધરાજ શ્રેણિકના દરબારમાં વધામણી ખાધી. વળી સમાચાર આપ્યા કે આપણા નગરશેઠ શાલિભદ્ર અને ધના શેઠ સાધુવેશમાં સાથે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org