________________
અર્જુન માળી
ભાઈ ! હું ભાઈ ?
ના, ના, દુનિયા તો રાક્ષસોથી ભરેલી છે. એક માણસ હંમેશાં બીજાને લૂંટી લેવા મથે છે, પણ આ માણસ કેવો વિચિત્ર છે. અરે, મારું મન ગળી જાય છે. અર્જુને ધીરથી બબડ્યો. એ જરા નજીક ગયો. સુદર્શન શેઠને બાહુપાશમાંથી મુક્ત કર્યા. જરા વધુ નજીક ગયો. વળી શબ્દો આવ્યા. “ભાઈ !' વળી અચાનક કોઈક ધૂરી આવતી લાગી. એણે વિચારવા માંડ્યું. માણસ તે વળી માણસનો ભાઈ હોઈ શકે ! નક્કી છેતરપિંડી ! આગળ વધતા અર્જુને પાછળ ડગ મૂકવા માંડ્યાં.
‘અર્જુન, ભાઈ, શાંત થા! અર્જુન, યાદ રાખ કે વેરથી વેર નહીં શમે. અગ્નિમાં ઘી નાખે અગ્નિ શાંત નહીં થાય. આમ આવ. હું તને શાંતિનો મંત્ર આપું.”
સ્વરોની અપૂર્વ મોહિની હતી. અર્જુન બધું ભૂલ્યો. દોડીને જ્ઞાતપુત્રના ચરણમાં ઢળી પડ્યો. પારસમણિના સ્પર્શી જેમ પહાડ દ્રવે તેમ, સ્પર્શમાત્રથી એની પહાડ જેવી કાયા સંકોચ પામવા લાગી. એના બે દાંત જાણે અંદર સમાઈ ગયા. દેહ પર લાગેલી કાળાશ ધોવાતી ચાલી, ને ચંપાના જેવો ગૌરવર્ણ ઊઘડવા માંડ્યો.
જ્ઞાતપુત્રે એને ઉઠાડવા માંડ્યો, પણ એ ઊઠી ન શક્યો. જેણે કદી થાક જાણ્યો નહોતો, પહાડ, પર્વતો ને નદીઓ ઓળંગતાં જે કદી થાકતો નહીં, એને થાકથી દેહના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org