SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ચંદન મલયાગિરિ - - - આપ્યું છે, એ હાથ હવે ભીખ માગવા લાંબો નહીં થાય. તેઓ કામ શોધવા બજારમાં નીકળ્યાં. બજારમાં ફરતાં ફરતાં તેઓ એક શેઠની દુકાન આગળ આવ્યાં. લાખો રૂપિયાનો વેપાર ચાલે છે. ઘેર નોકરચાકર ને વાણોતરગુમાસ્તાનો પાર નથી. રાજાએ વિચાર કર્યો. આ શેઠને ત્યાં મને જરૂર કામ મળશે, એટલે જઈને તેને જુહાર કર્યા. શેઠે પૂછયું, ભાઈ, કેમ આવવું થયું ? રાજાએ કહ્યું: અમે પરદેશી મુસાફરો છીએ અને ચાકરીની શોધમાં આવ્યાં છીએ. જો ચાકરી મળે તો અહીં રહેવા વિચાર છે. શેઠે કહ્યું: ભલે, હું ચાકરી આપીશ, એમ કહી રાજાને તેણે પોતાના મંદિરમાં પૂજા કરવાનું કામ સોંપ્યું. રાણીને વાસણ માંજવાનું કામ આપ્યું, અને બંને બાળકોને ઢોર ચારવાનું કામ સોંપ્યું. સમયને માન આપી રાજકુટુંબે આ કામ વધાવી લીધું. તેઓએ ગામ બહાર નદીકિનારે એક સુંદર ઝૂંપડી બાંધી છે. આખો દિવસ કામ કરી ચારે જણ સાંજ ટાણે અહીં આવે છે ને એકબીજાને મળી આનંદ પામે છે. સમજુ માણસો આવેલી હાલત શાંતિથી સહન કરી તેમાંથી આગળ વધવાનો માર્ગ શોધે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005424
Book TitleArjun Mali Chandan Malayagiri
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy