________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૯ - - - - - -
એક વખત મોટો એક સોદાગર આવ્યો. તેની વણનીરમાં સેંકડો ગાડાં ને સેંકડો પોઠિયા. સેંકડો ઘોડા ને સેંકડો ઊંટ. તેઓના પર જુદી જુદી જાતનાં કરિયાણાં. આ માલ ખપાવવા તેણે નગર બહાર મુકામ કર્યો.
થોડી વારમાં ત્યાં ડેરાતંબૂ ઠોકાયા ને બજારો શરૂ થઈ. ગામમાંથી નાનામોટા વેપારીઓ આવવા લાગ્યા ને સોદા ચાલુ થયા.
મલયાગિરિને આ વાતની જાણ થતાં તે ચંદન રાજા આગળ આવીને કહેવા લાગી : સ્વામીનાથ ! નગર બહાર એક મોટી વણજાર આવી છે. જો આપની આજ્ઞા હોય તો હું ત્યાં જઈને લાકડાની ભારીઓ વેચું. તેનું ઘણું મૂલ્ય ઊપજશે.
રાજા કહે, ભલે, તમને ઠીક લાગે તેમ કરો.
રાણી મલયાગિરિ જંગલમાં ગઈ. લાકડાં વણ્યાં. ભારી બાંધી અને સોદાગરની બજારમાં આવી. મધુર કંઠે પોતાનાં લાકડાં વેચવા લાગી.
સોદાગરને મલયાગિરિનો મધુર અવાજ કાને પડ્યો. તરત જ તેણે પોતાના માણસોને પૂછ્યું: કોયલના ટહુકાર જેવો આ કોનો અવાજ છે ? તેના માણસોએ કહ્યું: માલિક ! એક કઠિયારણ ભારો વેચે છે. આ સાંભળી સોદાગર બોલી ઊઠ્યો : જાવ, એ કઠિયારણને અહીં બોલાવી લાવો. તરત જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org