SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદન મલયાગિરિ તેના માણસો દોડ્યા ને કઠિયારણની પાસે આવી કહ્યું : અરે બાઈ ! તારે લાકડાંના પૈસા ઉપજાવવા હોય તો આગળ જા. મોટા શેઠ બેઠા છે ત્યાં સારું મૂલ્ય ઊપજશે.” મલયાગિરિ આ સાંભળી પોતાનો ભારો ભાથે મૂકી સોદાગરના તંબુ તરફ આવી. છેટેથી તેને આવતી જોઈને જ સોદાગર મોહી પડ્યો. અહીં શું રૂપ છે ને ! એની ચાલ ! એનો અંગમરોડ! ખરેખર આ સ્ત્રીને હું મારી પાસે જ રાખીશ. આમ વિચાર કરી તેણે નોકરોને ચાલ્યા જવાનું કહ્યું. નોકરો ચાલ્યા ગયા. મલયાગિરિ એકલા બેઠેલા સોદાગરના તંબૂ આગળ આવી. મધુર અવાજે બોલીઃ શેઠ ! લાકડાં લેશો ? સોદાગર કહે, બાઈ ! ભારો ઉતારી જરા વિસામો લો. આવા નાજુક શરીરે આટલો મોટો ભારો ઉપાડતાં ખૂબ થાક લાગ્યો હશે. મલયાગિરિએ ભારો ઉતાર્યો ને જરા વિસામો લેવા બેઠી. એટલે સોદાગરે કહ્યું: અરે બાઈ, તમારો પોશાક ખૂબ સાદો છે, પણ તમે કોઈ ઊંચ કુળનાં જણાવ છો. તમને આવો ધંધો શોભે ? મલયાગિરી કહે, શેઠ ! ઊંચું કુળ ને નીચું કુળ ! સારાં કામ કરે તે ઊંચો ને હીણાં કામ કરે તે નીચો. કુળના ઊંચાનીચાપણાથી શું હીણપત છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005424
Book TitleArjun Mali Chandan Malayagiri
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy