SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અર્જુનમાળી - - - - - બિહામણા અર્જુને પોતાનો પંજો ઉપાડ્યો. એની ઝેરી આંખો ચકરચકર ઘુમાવી, પણ પેલાની આંખોમાં એ જ પ્રેમની જ્યોતિ હતી. અર્જુને ઝાવું માર્યું–આંખો ઝીણી કરીને, અને સુદર્શનને ખભે નાખીને નાઠો. ખાડાટેકરા કૂદતો દૂરદૂર અદશ્ય થઈ ગયો. એ જાય, ઓ જાય : એ ગયો, ઓ ગયો. નગરજનોએ ભયમાં આંખો મીંચી, પણ ત્યાં તો જુદી રંગત જામી હતી. યમરાજના મોંમાં પડ્યો પડ્યો પેલો શેઠ હસતો હતો. આજ એનો સિદ્ધાંત, એની શ્રદ્ધા ને એની ટેક કસોટીએ ચડ્યાં હતાં. એ ઉપર પડ્યો પડ્યો કહેતો હતો: ‘ભાઈ અર્જુન! એક વાર એ વિશ્વવિભૂતિનાં દૂરથી દર્શન કરી લેવા દે. દેહની ચિંતા નથી, એ તો અનેક મળશે. આત્મા ખોયો મળતો નથી. ભાઈ, એક વાર દર્શન કરી લેવા દે. મારો ધર્મ મને અદા કરી લેવા દે. પછી તું તારો ધર્મ અદા કરજે.” ‘દર્શન ! ધર્મ!” અર્જુનના રાક્ષસી દિલમાં પડઘો પડ્યો. એણે પૂછયું: ‘તારો ધર્મ શું? મારો ધર્મ શું ? દર્શન કોના?’ “જ્ઞાતપુત્રનાં. જેણે ચંડકૌશિક જેવા નાગને બૂઝવ્યો, ચંદના જેવી દાસીને ઉદ્ધારી, એવા સંસારને પ્રેમમય બનાવનાર મહાવીરનાં! પાપીઓના, અધમના, દાસના તારણહારનાં !” અર્જુન કાંઈક વિચારમાં પડ્યો. એના ધગધગતા કપાળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005424
Book TitleArjun Mali Chandan Malayagiri
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy