________________
અર્જુન માળી
માણસો તો ત્યાં ને ત્યાં બેભાન બની ઢળી પડવા લાગ્યા.
“આજ ભાગ્યમાં દર્શન નથી લખ્યાં. રાણી સુનંદાએ ઉદાસ મને કહ્યું.
અરે, ઘણે દિવસે જ્ઞાતપુત્રનાં દર્શનનો લહાવો મળ્યો છે. આજ તો દર્શન કર્યું છૂટકો. ક્યો માઈનો લાલ આજ ભગવાનના દર્શનથી મન રોકી શકશે?” એક શેઠ જેવા માણસે
કહ્યું.
“કોણ છે એ દોઢડાહ્યો? વાતમાં શૂરો લાગે છે ! ત્યાં જવું કાંઈ બચ્ચાના ખેલ નથી. જીવન-મોતનો સવાલ છે. દુર્ગપાળે કહ્યું.
“અરે, એવા જીવનથી સર્યું ! વળી દેહના મોહ શા?’ આટલું બોલતાં બોલતાં રાજગૃહીના એ શેઠે ગિરિમાળ તરફ દોડ દીધી.
સુદર્શન શેઠ ! પાછા વળો !' બધાએ હોંકારા કર્યા. મૂર્ખ થઈને મોતના મોંમાં જશો નહીં.'
‘આજ કોઈ રોકશો નહીં. કોઈનો રોક્યો નહીં રોકાઉં. મારો ભગવાન મારે આંગણે આવે ને હું જીવતરથી ડરી ઘરમાં બેસી રહું? મને દેહનું સાર્થક કરવા દો.” ને સુદર્શન શેઠ મૂઠીઓ વાળીને એ ભયકર સ્થળ તરફ દોડ્યા.
એક વધુ ભયંકર ગર્જનાએ વાતાવરણને ભયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org