Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ આપની ચોકી આપો. રાજાએ તેની વિનંતી સાંભળીને સાયર તથા નીરને બીજા થોડા સિપાઈઓ સાથે ચોકી કરવા મોકલ્યા. આ બંને ભાઈઓ રાતદિવસ ચોકી કરે છે અને સોદાગરનો માલ સાચવે છે. ૨૮ એક વખત રાતે સિપાઈઓ માંહોમાંહો કહેવા લાગ્યા યારો ! કોઈ વાત માંડો તો ઊંઘ ન આવે. વગર વાતે તો આવડી મોટી રાત શેં ખૂટે ? ત્યારે સાયર અને નીરે પોતાની આપવીતી કહેવા માંડી : કુસુમપુર નામે એક નગર હતું. ત્યાં ચંદન નામે બહાદુર રાજા હતા. તેમને મલયાગિરિ નામે મહાસતી રાણી હતી. તેમને સાય૨ ને નીર નામે બે પુત્રો હતા. રાણી મલયાગિરિનો તંબૂ પાસે જ હતો. તે આ વાત ખૂબ ૨સથી સાંભળવા લાગી. સાયર ને નીરે શત્રુની ચડાઈથી માંડીને પોતે કોટવાળ બન્યા ત્યાં સુધીની બધી વાત કરી અને છેવટે પોતાનાં માતાપિતાના વિયોગનું દુ:ખ સંભારવા લાગ્યા. આ વાત પૂરી થતાં જ રાણી મલયાગિરિ પોતાના તંબૂમાંથી બહાર આવી તથા હ૨ખથી ઊભરાતા હૈયે તે બોલી ઊઠી: વહાલા પુત્રો ! આ રહી તમારી દુઃખિયારી મા. પછી તેણે પોતાની બધી હકીકત સાયર તથા નીરને કહી. તેઓ બોલી ઊઠ્યા: વહાલી માતા ! પ્રભાતમાં અમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36