Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
ચંદન મલયાગિરિ
કહાં ચંદન, કહાં મલયાગિરિ કહાં સાયર, કહાં નીર જ્યાં જ્યમ પડે વિદેહી,
ત્યમ ત્યમ સહે શરીર અરે, ક્યાં રૂડો રાજા ચંદન, ક્યાં રૂડી રાણી મલયાગિરિ, ક્યાં બાળપુત્રો સાયર અને નીર ! વિપત્તિના વાવંટોળમાં રાજ ગયું, પાટ ગયું, ધન ગયું, ધામ ગયાં. વનવન ને રાનરાન ભમ્યાં. બધુંય ગયું, પણ એમનું સત ન ગયું. સતિયાંઓએ સુખ છાંડ્યું, પણ શીલ ન છાંડ્યું. દુઃખ તો માણસ માત્રને વહેલું મોડું વેઠવાનું છે, પણ હસતે મુખે વેઠે એની બલિહારી છે.
કુસુમપુરના રાજવી ચંદનદેવનું રાજ શત્રુએ જીતી લીધું. બે બાળ લઈને રાજા-રાણી ચાલી નીકળ્યાં. ગાંઠમાં ગરથ નથી, ખડિયામાં ખરચ નથી, આવ્યાં કુસુમપુર ગામમાં. સહુએ વિચાર કર્યો, મહેનત-મજૂરી કરીશું ને પેટ ભરીશું. જે હાથથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36