________________
આત્મા જાણ્યા પછી આત્માનો શુદ્ધ પર્યાયિક આનંદ ઉત્પન્ન થાય. તે ક્રમે ક્રમે સંપૂર્ણ દશાને પામે. કેવળજ્ઞાન થાય પછી આત્મા મોક્ષે જાય. પછી પોતાનું સ્વાભાવિક સુખ, પરમાનંદ કાયમ ભોગવવાના.
જેમ જેમ આવરણ તૂટે, તેમ તેમ અજવાળું વધે અને પૂર્ણ સ્વરૂપ થયા પછી, સર્વ આવરણ તૂટ્યા પછી આખી દુનિયા પોતાનામાં ઝળકે. પોતે નિરાલંબ થઈ જાય.
સિદ્ધગતિમાં પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે. ત્યાં રહીને એમનું અનંત જ્ઞાન-અનંત દર્શન વપરાયા કરે. એના પરિણામે આનંદ હોય.
જ છે,
આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે અને આનંદ તો એનો સ્વભાવ સ્વરૂપ નહીં.
કોઈ દુઃખ અડે નહીં સંસારમાં એ આનંદ. પરમાનંદ એટલે પોતાના સુખમાં જ પોતે રાચે અને સહજાનંદ એટલે વગર પ્રયત્ને આનંદ ઉત્પન્ન થયા કરે. મોક્ષમાં અને પરમાનંદમાં ફેર નથી. પરમાનંદ એટલે પૂર્ણાહુતિ. પરમાનંદ એ જીવનમુક્ત દશા કહેવાય. એ એકાદ અવતા૨માં જ મોક્ષનો
અધિકારી થયો.
આત્માની સાથે નિરંતર રહેનારો ગુણ પરમાનંદનો છે. આત્મા ક્ષણે ક્ષણે આનંદ વગર રહી શકતો નથી. એ આત્મા જોડે ‘આપણે’ એકતા-અભેદતા ઉત્પન્ન થાય, એટલે પરમાનંદનો આપણને લાભ મળી જાય. આત્માથી છૂટાપણું થયું, દેહાધ્યાસ થયો તો પરમાનંદ ચાખે નહીં.
પરમાનંદમાં કોણ રહે ? પોતે કે પરમાત્મા ? આપણે પોતે જ, આ ચંદુભાઈ નહીં. ‘હું ચંદુભાઈ છું’ એ ભાન છૂટે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન થવું જોઈએ. ચેતનનો પરમાનંદ સ્વભાવ છે. એને કંઈ આનંદમાં રહેવાની જરૂર નથી. આ તો પોતે ‘હું ચંદુભાઈ' થયો એટલે પોતે પરમાનંદ ખોળે છે.
બુદ્ધિ ના વપરાય તો તે આત્મ અનુભવ થાય અને જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો પરમાનંદ હોય જ.
31