________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
સ્વાર્થ અને પરમાર્થ જે કાંઈ કામ કરે તેમાં પરમાર્થની પ્રધાનતા રાખવી જોઈએ. તેનાથી સત્ય સ્વાર્થ સધાય છે અને આસક્તિ નાશ પામતી જાય છે. પરમાર્થમાં સ્વાર્થ સમાયેલ છે. પરંતુ અહીં સ્વાર્થ અને પરમાર્થનું જ્ઞાન ન હોવાથી અને સાંસારિક જ શેખને તેઓ સ્વાર્થ માનતા હોય છે. આ સ્વાર્થ અનર્થને કરનારે છે અને તેનાથી આધિ વ્યાધિ અને ઉપાધિ ઉભી થાય છે.
આત્મસુધાર બીજાઓને સુધારવા માટે ઘણાં પંડિતે ભાષણ કરતા હોય છે પરંતુ પિતે જાતે જે સુધરેલા ન હોય તે તે ભાષણની અસર બીજા પર બરાબર થતી નથી. માટે પહેલાં જાતે સુધરવાની જરૂર છે.
ધર્મ નહિ, ધંધો પુસ્તક વાંચવા, તેને ઉપદેશ આપે તે સરળ છે પરંતુ પાંચ ઈન્દ્રિયે તેમજ મનને વશ કરી વાસનાઓને નષ્ટ કરવી તે મુશ્કેલ છે. કામાદિ વાસના જે નષ્ટ થાય તે વાંચન અને પ્રવચન કર્યું સફળ થાય. નહિ તે તેમ કરવુ એ ધધ જ ગણાય. તેનાથી કંઈ ધર્મની આરાધના કરી કહેવાય નહિ. કેટલાક આજીવિકા ખાતર તે કેટલાક મહત્તા મેળવવા ખાતર ઉપદેશ આપે છે, બીજાઓને ભણાવે છે, પરંતુ તેમનામાં જે તે પ્રમાણે વર્તનને અભાવ હોય તો તે તેમને ધ ગણાય, ધર્મ નહિ..
For Private And Personal Use Only