________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૮૩
આત્માનું એકાંત જે જનમ્યા છે તેમને કોઈપણ પળે એક વખત જવાનું જ છે. જતાં જતાં જે તેઓ સંયમ ને સદાચારની સુવાસ મૂકતાં જાય છે તેમનું સંસારમાં આવ્યું સાર્થક ગણાય. તેના બદલે જે તેઓ દુરાચારની દુર્ગધ મૂકતા જાય તે તેમનું સંસારમાં આવવું નિરર્થક બની જાય છે.
માનવે દાનવ બનવું નહિ પણ દેવ બનવા પ્રયાસ કરવું જોઈએ. જ્યારે તમને ફુરસદ મળે ત્યારે તમારા આત્માને એકાંતમાં પ્રશ્ન કરજો કે અરે ! આત્મન ! તારે ઉર્ધ્વગામી બનવું છે કે અગામી?
આત્માને સ્વભાવ ઉર્ધ્વગામી છે. માટે અગામીના નિમિત્તે તેમજ વિચારેનો ત્યાગ કરે જરૂરી છે. તેમ નહિ કરવામાં આવે તે આત્મા અધોગામી બનશે. અને પછી તેને ઉર્ધ્વગામી બનવા માટે અસંખ્યાતે અગર અનંતે કાલ તેને પરિભ્રમણ કરવું. પડશે.
હે આત્મન ! તું ચેતી જા. તારા વાણું વિચાર અને વર્તન એવા રાખ કે અધોગામી બનાય નહિ. કારણ કે વાણું–વિચાર અને વર્તનના આધારે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય છે. ઉર્ધ્વગામી બનવાને તને હકક છે, ને તે તું બની શકે છે. જો કે આ માર્ગ ઘણે કઠીન અને અઘરે છે. પરંતુ શ્રદ્ધાને વિશ્વાસથી, ખંત અને ધીરજથી તે માટે પ્રયત્ન કરવામાં આવે તે જરૂરથી આત્મા ઉર્ધ્વગામી બની શકે છે.
ઝ
For Private And Personal Use Only