________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
આંતર જ્યોતિ ખુમારીનો બદલો ખુમારી ગર્વ કરે જોઈએ એવી માન્યતા ધરાવનાર માનવીએને પૂછી જુઓ કે ગર્વ કરીને તમે શું મેળવ્યું ? તે તેને જવાબ તેઓ એ જ આપશે કે ગર્વ કરીને અમે સંતાપ અને પરિતાપ જ મેળવ્યા છે. અને નરી કડવાશ જ વધારી છે. અને અંતે ખુવારીને જ પામ્યા છીએ,
માટે તમારે જે ફાયદો અને સત્ય આત્મલાભ મેળવે હોય તે આઠેય પ્રકારના મદને–અભિમાનને ત્યાગ કરવા ક્ષણે ક્ષણે ઉપગ રાખે.
શરમ શા માટે? ખરાબ વિચાર-આચારને ઈચ્ચારવાળા શ્રીમંતની શરમથી તેમને તે ખરાબ આચાર વિચારની પ્રશંસા કરવી તે સામે ચડીને દુઃખને નેતરવા બરાબર છે. જ્યારે સદાચારી મનુષ્યની પ્રશંસા કરવી તે સુખશાંતિનું કારણ છે.
સગુણેની જરૂર હોય તે તમારે સદાચારી મનુષ્યની સેબત કરવી જોઈએ. અને તેના સદ્દગુણેની જાહેરમાં તેમજ ખાનગીમાં પ્રશંસા કરવી જોઈએ. તેમ કરવાથી તમારા સદુગુણોની વૃદ્ધિ થશે અને નહિ હોય તે તે ગુણે ધીમે ધીમે તમારામાં આવશે
અને યાદ રાખજો કે સદ્દગુણે જ આપણી સાચી કમાણી અને મિત છે. તેમને સાચવવાં તમે જે સદાચાર રાખશે તે તેને કેઈ લૂંટી શકશે નહિ માટે સદ્દગુણે મેળવવા સદાચારી બને.
For Private And Personal Use Only