________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર પતિ
વિચારની તાકાત એક બીજાના વિચારો જાણવા અને સાંભળવા. પણ કેવા વિચારે? તે કહેવામાં આવે છે કે જેમાં ક્રોધ, માન, માયા, લેભની મલિનતા હોય નહિ અને પરિચય કરવામાં
ટા સંસ્કાર પ્રવેશ કરે નહિ તેવા વિચાર સાંભળવા અને તેઓને જ પરિચય કરવો. જેથી પવિત્રતા સચવાય અને વિચારે વગેરેમાં ખરાબ અસર થાય નહિ.
આત્માને હિતકારી વચન-વિચારો અને પંચાચારના પાલન કરનારના પરિચયમાં આવવાથી વ્યવહારની શુદ્ધતા થાય છે અને નિશ્ચય માર્ગની ઓળખાણ થાય છે તેથી અંતે મેક્ષમાગે ગમન થાય છે.
મુમુક્ષુની ઈચ્છા મોક્ષમાર્ગે ગમન કરનારા મહાશયે દુઃખ-પીડા કે સંકટ આવે ત્યારે ગભરાતા નથી. તેઓ તે એમ જ ઈચ્છે છે કે એવા દુઃખે કયારે આવે અને ક્ષમાં રાખી તેઓને દૂર કરી મારા આત્માને પવિત્ર બનાવું.
જે જે પીડાઓ બીજાઓ પ્રતિષથી કરેલ છે અને ચીકણું કર્મ બાંધેલ છે તે નિમિત્તો લાગ મળવાથી હાજર થાય છે. તેઓને વધાવી લેનાર અને સમતા પૂર્વક સહન કરનાર સુખી થાય છે. તેમ થવાથી તે કર્મો પણ ખસવા માંડે છે.
For Private And Personal Use Only