________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
આંતર તિ ભાવો સર્વથા, સર્વત્ર અને સર્વદા માટે નાશ પામે, તે માટે પ્રયત્ન કરવાની ખાસ આવશ્યકતા છે. ફક્ત શારીરિક કે માનસિક રોગ ક્ષણભર માટે નાશ પામે તેથી સંતોષ માનવે નહિ, પરંતુ તે હંમેશને માટે ટળી જાય તેવા પ્રયાસે કરવા.
રાગ-દ્વેષાદિકથી મન સદા ચિંતાતુર બને છે. વ્યાધિ હિય તે યે આત્માને શુદ્ધ કરવા ગમ પડતી નથી. વિષય વિલાસો મળતાં તે ખોટી શાંતિ માણે છે. પણ જ્યારે તેને વિગ થાય છે. ત્યારે તેના દુઃખથી તે પાગલ જેવા થઈ જાય છે આ સઘળું જાણવા જેવું છે. પુત્રાદિકને અભાવ હેતે શા માટે માતાપિતા ચિંતાતુર બનતા હશે? પુત્રાદિક હશે તે જ આનંદમાં રહેવાશે એમ માનવું તે અજ્ઞાન છે.
જે કર્મની ચીકાશ ખસે તો જ આનંદ મળે, નહિતર ચકવતને વૈભવ મળે તથા દેવેની સાહાબી મળે તે પણ સુખ–શાંતિ મળવી અશક્ય છે. આ મુજબ જાણનાર વિવેકી કર્મની ચીકાશ દૂર કરવાના હંમેશા પ્રયત્ન કરે છે.
કર્મ મલીનતારૂપી ચીકાશને કાઢવા તૈયાર થઈ ભાગ્યાનુસારે પ્રાપ્ત થયેલાની પાસે પુત્ર પિતા-પરિગ્રહ-પરિવાર ન હોય તે સુખેથી ચીકાશ દૂર કરવા ઘણું વિદને આવતાં નથી. અને હોય તે ઉદાસીન ભાવે વર્તન રાખી તેમાં લેવાતાં નથી. કમની ચીકાશને સારી રીતે દૂર કરવામાં આવે તે આત્મા સ્વ સ્વરૂપે પ્રકાશે,
For Private And Personal Use Only