________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
આંતર જ્યોતિ બળદીયો ને લીલે ચારે પારકાએ માથે ઉપાડેલ લીલા ચારાને દેખી બળદીયે તેની પાછળ ખાવા દોડે છે તેમ ધનલોભી ધન પાછળ, સત્તા લેપ સત્તા પાછળ, કામીઓ કામીની પાછળ દોડ્યા જાય છે. તેમ કરવાથી તે કંઈ હાથમાં આવતું નથી ઉલટું તેનાથી માર પડે છે..
ચિંતામણી આંતરિક ધન-સંપત્તિ મેળવવામાં આવે તે આ બધી દોડાદોડ મટી જાય. સત્ય ચિંતામણી જે ભાગ્યશાળીએ ઓળખીને પાસે રાખેલ છે તેને કેઈની પરવા હોતી નથી.
સાચું શું ? ખોટું શું ? ખેટાને ખરું માનનારને દરેક બાબતે પરાધીનતા, હોય છે. ખોટા વિલાસને ખરા–સત્ય માની ખુશી થનારને અને પસ્તાવો થાય છે. અને વિવિધ વિટંબનાઓ તેમજ આત તેના જીવનમાં ઉતરી આવે છે. માટે જગતના સઘળા ખેલ ખોટા છે એમ સમજી તેમાં મુગ્ધ બને નહિ.
તમે કહેશે તેને બેટા શા માટે કહે છે? એના જવાબમાં કહેવાનું કે જે તે સાચા હોય તે તમારી સાથે ને સાથે જ તે પરલોકમાં આવે. અને પરાધીનતા જણાય નહિ પરંતુ આવું બનતું નથી. હવે તમને જે પરાધીનતા ઓશીયાળાપણું પસંદ હોય તો જ તમે ખોટામાં મુગ્ધ બને. અને એ પસંદ ન હોય તે આલેકે ને પરલેકે સાથે આવે એવી સત્ય વસ્તુ પ્રાપ્ત કરે. તેનું રક્ષણ કરે અને રક્ષણ થાય તેવા સાથે મેળવે.
For Private And Personal Use Only