Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ અદ્દભુત તપની સાધના કરી ક્ષપકશ્રેણિ માંડી મેહને મારી વીતરાગતા પામી સકલ કર્મોને ખપાવી કેવલજ્ઞાનને પામે છે. ' અંજનશલાકા કહે યા કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી કહે તે એક જ છે. પ્રત્યેક કલ્યાણકાની ક્રિયાઓમાં ઉચ્ચતમ વેગ મુદ્રાઓ દ્વારા ઉચ્ચતમ મંત્રાક્ષનું શ્રી જિનબિબના પ્રત્યેક અંગે પાંગ ઉપર આલેખન થાય છે. બાદ સોનાની સળીથી ભગવંતની આંખમાં અંજન થાય છે. ત્યારબાદ તે બિંબ પૂજ્ય બને છે. કેવલજ્ઞાન થતાં તે કલ્યાણકને ઉજવવા આકાશને પણ સાંકડું કરતાં ચસકે ઈન્દ્રો અસંખ્યાતા દેવ-દેવીઓના પરિવાર સાથે આવી પહોંચે છે. તુરત જ જન વિસ્તારવાળું રત્ન-કનક-રજતમય ત્રણ ગઢવાળું સમવસરણ બનાવી પ્રભુને તીર્થસ્થાપવા વિનંતિ કરે છે. પ્રભુ પણ દેવરચિત સુવર્ણ કમળ ઉપર પગ સ્થાપતાં પૂર્વ દિશાથી સમવસરણમાં પ્રવેશીને સત્ય વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ “નમે તિસ્થસ્સ” કહી પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેસી દેશના પ્રારંભે છે. જેને સાંભળી કેઈ ભવ્ય છે સર્વવિરતિ ધર્મને ગ્રહણ કરે છે, તેને પ્રભુ સાધુ-સાધ્વી સંઘમાં દાખલ કરે છે અને તે ધર્મ પાળવાની શક્તિ મળે તે ધર્મ લેવાને ઈચ્છતાં જીને સમ્યકત્વમૂલક બાર વ્રતધારી બનાવે છે, તેમને શ્રાવક-શ્રાવિકા સંઘમાં દાખલ કરે છે. સર્વ પ્રથમ ગણધર ભગવંતની સ્થાપના થાય છે અને તે ગણધર ભગવંત પ્રભુ પાસેથી ત્રિપદી પામીને સમસ્ત દ્વાદશાંગીનું ત્યાં સર્જન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44