________________
જૈન તત્ત્વજ્ઞાન
વિશ્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમોના સંબંધમાં જે તાત્ત્વિક દષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કોઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હોતું પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હોવાથી તે વહેલી કે મોડી દરેક દેશમાં વસનાર દરેક જાતની માનવપ્રજામાં ઓછે કે વત્તે અંશે ઉદ્દભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાઓના પરસ્પર સંસર્ગને લીધે, અને કોઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેક રૂપે ફંટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણાઓ કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઓનો ક્રમિક ઇતિહાસ પણ પૂર્ણપણે આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થોડુંઘણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તો નિર્વિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિરોધી દેખાતી ગમે તેટલી ધારાઓ હોય, છતાં એ બધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના બાહ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમોનું રહસ્ય શોધી કાઢવું. તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ
જેમ કોઈ એક મનુષ્યવ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હોતી, પણ તે બાલ્ય આદિ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા સાથે જ પોતાના અનુભવો વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org