________________
૪૦ અનેકાન્ત ચિંતન
ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારણોનાં સંશ્લેષણ-વિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલો પરિણામવાદી અને બીજો કાર્યવાદી. એ બને વિચારપ્રવાહો બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉત્પત્તિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીતે એકમત હતા. બન્ને એમ માનતા કે અહં નામનું આત્મતત્ત્વ અનાદિ છે. નથી તે કોઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન થયેલું. જેમ તે આત્મતત્ત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બન્ને દૃષ્ટિએ તે અનંત પણ છે; અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી.
ત્રીજો વિચારપ્રવાહ એવો પણ હતો કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બન્નેને કોઈ એક અખંડ સત્તત્ત્વનું પરિણામ માનતો અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશો જ ભેદ માનવા ના પાડતો. જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ
ઉપરના ત્રણ વિચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહોને વિશેષ મળતો અને છતાં તેનાથી જુદો એવો એક ચોથો વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતો હતો. એ વિચારપ્રવાહ હતો તો પરમાણવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વના કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતો ન હતો, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનતો. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતો હોવાથી, એમ કહેતો કે પરમાણુપુંજમાંથી બાહ્ય વિશ્વ આપોઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું.
તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતો. તે એમ કહેતો કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પોતાનાં પરમાણુરૂપ કારણોમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org