Book Title: Anekanta Chintan Author(s): Sukhlal Sanghavi Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ Jain Education International અનેકાન્ત ચિંતન અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતોથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પોતાની દૃષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યગ્રહણની સંભવિત બધી જ રીતોને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીનો જન્મ થયેલો છે. એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તો શબ્દ-છળની આંટીઘૂંટી ખેલવા માટે યોજાયેલી નથી, પણ એ તો જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંતવિચારસરણીનો ખરોઅર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં યોગ્ય રીતે સ્થાન For Private & Personal Use Only પં. સુખલાલજી www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 316