Book Title: Anekanta Chintan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ છતાં તેમાં રહેલ અભેદને શોધી કાઢી બધાનો સમન્વય કરવાની વૃત્તિ સર્વત્ર દેખાય છે. આમ તેમનાં લખાણમાં સાંપ્રદાયિક અભિનિવેશ, ખંડન-મંડનની વૈદુષ્યલીલા કે વૃથા વિસ્તાર કરવાની પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે. સાથે જ સર્વત્ર સમભાવનાં જ દર્શન થાય છે. આ સાચો અનેકાન્ત છે. અનેકાન્તને સમજવા જૈન દર્શનના સિદ્ધાંતોની જાણવા આવશ્યક છે. જૈન ન્યાયના પિતા સિદ્ધસેન દિવાકરના ગ્રંથો, તેમની અત્યંત ક્લિષ્ટ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા–આદિનું તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરનાર પ્રથમ વિદ્વાન હતા. તેમણે જૈન દર્શનના સમગ્ર સાહિત્યનું આ દૃષ્ટિએ અધ્યયન કરી અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, નય, સપ્તભંગી આદિના સિદ્ધાંતોને વધુ સ્પષ્ટ રીતે પ્રસ્તુત કર્યા છે જે એમનું ખાસ યોગદાન છે. - જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 316