Book Title: Anekanta Chintan Author(s): Sukhlal Sanghavi Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 5
________________ અનેકાન્ત ચિંતન સના સ્વરૂપ વિશે ભારતીય પરંપરામાં આદિ કાળથી જ ચિંતનનો પ્રારંભ થઈ ગયો હતો. સતુ નિત્ય છે કે અનિત્ય, એક છે કે અનેક, વાચ્ય છે કે અવાઓ જેવા પ્રશ્ન તે કાળના મનીષીઓમાં ઊડ્યા હતા અને તેવા સ્વરૂપને પામવાની સાધનાનો પ્રારંભ થયો હતો. સતુના સ્વરૂપ વિશે વૈદિક યુગમાં પણ વિભિન્ન માન્યતા પ્રવર્તતી હતી. આથી જ વેદમાં જણાવ્યું છે કે “ સત્ વિપ્ર વહુધા વત” અર્થાત્ એક જ સને પંડિતો ભિન્ન ભિન્ન પ્રકારે વર્ણવે છે. વિભિન્ન રીતે વર્ણવવાની શૈલીને કારણે દર્શનોનો ઉદભવ થયો. આ દર્શનોમાં પછીથી ખંડન-મંડનની પ્રક્રિયા ઉમેરાઈ તેને કારણે ભારતીય દર્શનોનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. જૈન ધર્મની સત્ વિશેની માન્યતા બધાથી અનોખી છે. જૈન દર્શન અને કોઈ એક જ રૂપે વિચારવા | અપનાવવાને બદલે વિભિન્ન રૂપે વિચારવાની વાત કરે છે. જૈન દર્શન અનુસાર સતુનાં સંભવિત તમામ પાસાંઓનો વિચાર કરવાથી જ સત્યસ્વરૂપની નજીક પહોંચી શકાય છે. આ જ અનેકાંતવાદી દૃષ્ટિકોણ છે. અનેકાન્તનો સાચો અર્થ છે વિચારોનાં દ્વાર ખુલ્લાં રાખવાં. આમ કરવાથી બધા વિચારોમાંથી સત્ય પ્રાપ્ત થશે. આથી જ જૈન દર્શનનો અભ્યાસ કરવા ભારતીય દર્શનોનો અભ્યાસ આવશ્યક છે. દર્શનની આ ભૂમિકા ૫. સુખલાલજીના લેખોમાં જોવા મળે છે. પંડિતજીના ચિંતનમાં કદાગ્રહ કે હઠાગ્રહનો અંશ જોવા મળતો નથી. સત્યને શોધવાની સંશોધકવૃત્તિ અને સત્યને પામવાની ઉત્કટ ભાવના જોવા મળે છે. પંડિતજીનાં લખાણોની એક વિશેષતા એ છે કે તેઓ કોઈ પણ વિષયનું નિરૂપણ કરે છે ત્યારે તે વિષયનું ઉપરચોટિયું નિરૂપણ કરવામાં રાચતા નથી પરંતુ તે વિષયના હાર્દ સુધી પહોંચી તેનું સમ્યક નિરૂપણ કરે છે. આવું નિરૂપણ કરવા માટે તેઓ ઇતિહાસ અને તુલનાને પણ ઘણું જ મહત્ત્વ આપે છે. કોઈ પણ સિદ્ધાન્તના મૂળ સુધી પહોંચી તેમાં કાલક્રમે થયેલ શુદ્ધિ-વૃદ્ધિવિકારોનો ઐતિહાસિક ચિતાર રજૂ કરતી વખતે અન્ય દર્શનમાં તે સિદ્ધાંતનું શું સ્થાન છે તેની વિચારણા કરવા દ્વારા જે તે દર્શનના સિદ્ધાંતોની નિરૂપણીય સિદ્ધાંત ઉપર કેવી અને કેટલી અસર પડી છે તેનો સમગ્રતયા ખ્યાલ આવે છે. તેમનાં લખાણમાં વિષયની ગહનતા, સૂક્ષ્માવલોકન, ગહન ચિંતન અને ઊંડા મનનની છાંટ જોવા મળે છે. દર્શનોમાં ભેદ ભલે દેખાતો હોય પણ તે ભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 316