Book Title: Anekanta Chintan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને યોજાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પંથભેદો જમ્યા અને એ પંથભેદો ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાનો મુખ્ય ઉદ્દેશ જ વીસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટે ભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તો શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 316