Book Title: Anagarna Ajwala Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 7
________________ અધ્યાત્મને ઉજાગર કરતાં અણગાર પ્રકાશકનું નિવેદન શ્રમણ સંસ્કૃતિમાં દીક્ષા ગ્રહણ કરી સંન્યાસીનું જીવન જીવવાની પરંપરાનું અનેરું મહત્ત્વ છે સમજણપૂર્વક સ્વૈચ્છિક રીતે સંસાર ત્યાગ કરી સંયમજીવનમાં સાધના કરનાર ત્યાગી સંતોએ જ સંસ્કૃતિના મૂલ્યોનું જતન કર્યું છે. ધર્મની રક્ષા કરી અધ્યાત્મને ઉજાગર કરેલ છે. ભોગ-ઉપભોગના ઢગલાબંધ સાધનો સગવડો, મોજશોખ, ટી.વી. વિડિયો મોબાઈલ ઈન્ટરનેટ જેવા સમૂહ માધ્યમોનો વિકાસ ઝાકમઝોળ જીવનશાલી વચ્ચે પણ દીક્ષા અને સંયમમાર્ગનું આકર્ષણ ટકી રહ્યું છે. તે દરેક સંપ્રદાયમાં સંસાર ત્યાગ કરી દીક્ષા લઈ સાધુ-સાધ્વી બનનાર વ્યક્તિની પાવન જીવનચર્યા દ્વારા જોઈ શકાય છે. દીક્ષા એટલે માન્ય સત્વપૂંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. આદરણીય ગુરુજી પાસેથી જીવનભર તપત્યાગના વ્રત નિયમો પાળવાનો સંકલ્પ ધરવા કે સન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષા પ્રાપ્તિ. રાત્રિભોજન ત્યાગ, કેશલુંચન, પાદવિહાર અને મહાવ્રતના પાલન દ્વારા ઉત્તમ પ્રકારની સાધના આરાધનાને લીધે જ જૈન દીક્ષા લેનારનું વિશ્વમાં અજોડ સ્થાન છે. જૈન સંત-સતીઓ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે શાતાપૂર્વક વિચારી રહ્યા છે અને વિશ્વકલ્યાણ યાને વિશ્વ માંગલ્યનો સંદેશ આપી રહેલ છે. દીક્ષા જીવનમાં સ્વપરકલ્યાણનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાના મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જોડાયેલ છે. શ્રી નંદલાલભાઈ દેવલુક કે જેમણે શ્રી ચતુર્વિધ સંઘ, જેને પ્રતિભાઓ, પથપ્રદર્શક પ્રતિભાઓ જેવી ઉત્કૃષ્ટ ગ્રંથશ્રેણીનું સંપાદનપ્રકાશનનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. આ ગ્રંથ માટે મને સ્થાનકવાસી સંતો માટે અને પ્રવિણાબહેનને સતીઓ માટે લખાણો લખવાની પ્રેરણા મળી અને આPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 298