Book Title: Anagarna Ajwala Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 5
________________ [૪] * આશિર્વચન ધર્માનુરાગી વાત્સલ્યમૂર્તિ સુશ્રાવિકા પ્રવિણાબહેન ગાંધી તથા જૈન સાહિત્યની અનેક ધાર્મિક કૃતિઓના સર્જન દ્વારા અપૂર્વ સેવા કરી રહેલા ધર્મપ્રેમી શ્રુતાનુરાગી સુશ્રાવક ગુણવંતભાઈ બરવાળિયાને ધર્મધ્યાનનો શુભ સંદેશ પાઠવું છું. અણગારનાં અજવાળા' નામક પુસ્તક આપ બંને શ્રુત સાહિત્ય પ્રેમી ભાવિક આત્માઓના સંયુક્ત પ્રયાસથી પ્રકાશિત થઈ રહેલ છે તે જાણીને આનંદ થયો છે. સત્સંગ એવં શ્રુતજ્ઞાનરૂપ સત્સાહિત્ય દ્વારા આપનું જીવન સગુણ સુમનોથી મહેકતું, ઉચ્ચ સંસ્કારોથી શોભતું, ધાર્મિક આવોથી ભરપુર, આધ્યાત્મિકતાના ઉત્તુંગ શિખરોને સર કરતું બની રહો તેમજ આપની સ્થાનકવાસી જૈન સંપ્રદાયોના સદ્ગત સંતો-સતીરત્નો તેમજ વર્તમાનમાં ભારતની ધરતીને રત્નાચારની આરાધનાથી પાવન કરી રહેલા સંતોસતીરત્નની પ્રાપ્ત થયેલ માહિતીને આધારે થયેલ અમુલ્ય ગ્રંથ “અણગારને અજવાળે” આપ બંનેના જીવનમાં અનેક પ્રકારના પ્રગતિને પંથે પ્રયાણ કરવામાં સહાયક પ્રકાશ પાથરશે જ. પરંતુ આ પુસ્તક સર્વે વાચકના હૃદયમાં ભારત એવં ગુર્જરભૂમિના મહા સંતો તથા મહાસતીજીઓના જીવન પ્રસંગો ઉપકારક એવું જીવન પદ્ધતિનું મુખ્ય કેન્દ્ર બની રહો તેવા અંતરના શુભાશિષો તથા અનેક ભવ્યાત્માઓ આ પુસ્તકના વાચન, મનન, નિદિધ્યાસનથી કલ્યાણ માર્ગની કેડી પર કદમ ભરવા માટે સક્ષમ બની રહો. અનેકોનો રાહ અને ચાહને બદલાવી અહિંસા, સંયમ, તપમાં પ્રગતિ કરાવનાર સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય તપની આરાધના કરાવવામાં ચાલક પ્રેરક બળ બની રહો તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ પુસ્તક લોકપ્રિય એવં સર્વજનોને હિતકારી બને તેવી સદ્ભાવના પણ વ્યક્ત કરું છું. આ અને આવી અનેક ધાર્મિક, આધ્યાત્મિક લોકભોગ્ય કૃતિઓના સર્જક આપ બની રહો તે કહેવાની લાલચને રોકી શકતો નથી. વાલકેશ્વર, મુંબઈ –આ. શ્રી વીરેન્દ્રમુનિ. તા. ૧૨-૧-૨૦૦૮Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 298