Book Title: Anagarna Ajwala Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 6
________________ [4] અજવાળાના આશિર્વાદ અણગારના અજવાળા યુગો યુગોથી જગતના અનંત જીવોના અંતરે પડેલા અંધારાને ઉલેચવાનું મહાભગીરથ કાર્ય કરતા સંતો-અણગારો ખરેખર દિવાકર સમા આત્મતેજના અજવાળા પાથરનારા છે. મધદરિયે ફસાયેલા વહાણને દિવાદાંડીના અજવાળા જેમ માર્ગદર્શક બને છે એમ સંસાર સાગરે ફસાયેલા આત્માઓ માટે સંતોનું જીવન દિવાદાંડીરૂપ બની સંસારમાં અટવાતા અટકાવે છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા અને શ્રી પ્રવિણાબેન ગાંધીએ “અણગારના અજવાળા” દ્વારા નવી પેઢીના યુવાનોને, આપણા ઉપર ઉપકારી આચાર્યો-ગુરુભગવંતોના જીવન અજવાળાથી સુમાહિતગાર કરવાનો પરમ પુરુષાર્થ કરેલ છે. જીવનપંથમાં અનેક પથિકો ચાલે છે પરંતુ જેના ચીલે ચાલવાનું મન થાય એવા મહાપુરુષોના જીવનચરિત્ર અને પૂર્વાચાર્યના ઇતિહાસથી વર્તમાન યુવાપેઢીમાં આદર્શ પ્રેરણા સર્જવાનું શ્રેષ્ઠ કાર્ય કરી તેમણે આવતી પેઢી પર મહા ઉપકાર કર્યો છે. શ્રેષ્ઠ સાહિત્યના સર્જનથી સમાજમાં જ્ઞાન-પ્રેરણા અને સદ્ભાવના પ્રગટે એજ અમારા મંગલ આશિર્વાદ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પારસધામ-ઘાટકોપર ૧૦-૨-૨૦૦૮Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 298