Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 344
________________ સત્ર-૭, ૩૪૧ સંભાષણ સુંદર હતું. નિપુણ, સદ્ધયવહારોમાં કુશળ હતી. સુંદર સ્તન, જંઘા, વદન, હાથ, પગ, નયનવાળી હતી. લાવ ય હતું, તેમ જ વિલાસ મનોહર હતો.યાવતુ પ્રતિરૂપ હતી. કોણિકરાજા, સાથે અનુરક્ત હતી, અવિરક્તહતી, ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ એ પાંચ ઇન્દ્રિઓના મનુષ્યોચિત કામભોગોનો અનુભવ કરતી સમય વ્યતીત કરતી હતી. [૮] તે કોણિક રાજાને ત્યાં એક એવો પુરુષ હતો કે જેને મોટી આજીવિકા મળતી હતી. તે ભગવાનની દિવસસંબંધી પ્રવૃત્તિનું વૃત્તાન્ત રાજાને કહેતો. તે પુરુષના હાથ નીચે બીજા ઘણાં પુરુષો હતા. તેઓને સુવર્ણમુદ્રાદિ સ્મૃતિ તેમજ અનાદિ ખોરાકનું વેતન આપવામાં આવતું. તેઓને ભગવાનની પ્રવૃત્તિને કહેવા માટે રાખ્યા હતા. [૯] તે કાળ અને તે સમયમાં ભંભસારના પુત્ર કોણિક રાજા બહારની સભામાં અનેક ગણનાયક, દેડનાયક, માંડલિક રાજાઓ, ઈશ્વરો, તલવરો, માલમ્બિક, કૌટુમ્બિક, મંત્રી, મહામંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય, ચેટ-દાસ, અંગમર્દકો નાગરિક પુરષો, પૌર વણિકજનો, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ, સાર્થવાહ, દૂત, સંદિપાલોથી ઘેરાઈને બેઠા હતા. [૧૦] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર શ્રતધર્મની આદિકર નારા, તીર્થની સ્થાપના કરનારા સ્વયંબોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકો ના નાથ, લોકોનું હિત કરનારા, લોકના દીપકસમાન, લોકને પ્રકાશિત કરનારા, અભય દાતા, ચક્ષુદાતા, શરણદાતાજીવોની દયા રાખનારા, સમકિતરૂપી બોધને આપનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચારગતિનો અંત કરનાર એવા શ્રેષ્ઠ ધર્મના ચક્રવર્તી, દ્વીપ, ત્રાણરૂપ છે. શરણ સ્વરૂપ છે. પ્રતિષ્ઠા પામેલા છે. અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન, દર્શનના ધારક, છઘથી નિવૃત્ત જિન, જીતાવનાર, પોતે તર્યા છે, બીજાને તારનાર, બોધ પામેલ, બીજાને બોધ પમાડનાર, કર્મથી મુક્ત, બીજાને મુક્ત કરનાર, સર્વદ્રવ્ય અને સર્વ પયયને જાણનાર, સર્વદર્શી, કલ્યાણમય, અચલ, આધિ વ્યાધિથી રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિસ્વરુપ સિદ્ધિગતિ અરિહંત, જિન કેવળી સાત હાથ ઉંચા, સમચતુરઅસંસ્થાનવાળા,વજzaષભ નારાચ સંહનન વાળા, શરીરમાં અનુકૂળવાયુના વેગથી સમન્વિત, કંક પક્ષીની સમાન ગુદાયવાળા, કબૂતરની સમાન જઠરાગ્નિવાળા, શકુનિ પક્ષીની સમાન મળના સંસર્ગથી રહિત ગુદા શયવાળા, તેમજ સુંદર પીઠ, પડખાં અને જંઘાવાળ, પા તથા નીલ કમળની સમાન સુગંધિત ઉચ્છવાસ વાયુથી સુરભિત મુખવાળા, કાંતિયુક્ત શરીર વાળા રોગરહિત, ઉત્તમ, પ્રશસ્ત, શ્વેત અનુપમ માંસવાળા, પસીનારૂપ જલ્લ મેલ, દુષ્ટ, મસા, તલાદિરૂપ કલંક સ્વેદ-પ્રસ્વેદ તથા રજ એ દોષોથી રહિત નિર્મળ શરીરવાળા, કાંતિથી ચમકતા. અંગોપાંગવાળા,અત્યંત સઘન શુભલક્ષણ યુક્ત, ઊંચા કુટાકારની સમાન તથા નિમણિ નામકર્મથી સુરચિત એવા મસ્તકવાળા, સેમરવૃક્ષ ના ફળમાં રહેલી રૂની સમાન કોમળ, નિર્મળ પ્રશસ્ત, સૂક્ષ્મ-પાતળા, લક્ષણયુક્ત, સુગંધિત, સુંદર, નીલરત્ન સમાન, ભ્રમર ની સમાન, નીલગુલિકાની સમાન, કાજળ જેવા કાળા મત્ત થયેલા ભ્રમરોના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહમાં, સઘન, વાંકડિયા દક્ષિણ તરફ વળાંક લેતા કેશયુક્ત ભગવાન હતા. ભગવાનના મસ્તકની ત્વચા દાડમના પુષ્પ જેવી લાલ, તપેલા સુવર્ણજેવી નિર્મળ, સ્નિગ્ધ હતી. છત્રસમાન ગોળાકાર મસ્તકવાળા ઘા રહિત, વિષમતા રહિત, સુંદર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434