Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 395
________________ ૩૯૨ રાયuસેવિયં-(૨૪) એ બધાં ગાતાં હતાં ત્યારે તેનો મધુર પડછંદો નાટકશાળામાં આખાય પ્રેક્ષાગૃહવાળા મંડપમાં પડતો હતો. જે જાતના રાગનું ગાણું હતું તેને જ અનુકૂળ એમનું સંગીત હતું ગાનારાઓનાં ઉર મૂઘ અને કંઠ એ ત્રણે સ્થાનો અને એ સ્થાનોનાં કરણો વિશુદ્ધ હતાં. વળી, ગુંજતો વાંસનો પાવો અને વીણાના સ્વર સાથે ભળતું. એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું મુરજ અને કાંસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું, વિણાના લયને બરાબર બંધબેસતું અને શરૂઆતથી જે તાનમાં પાવો વગેરે વાગતાં હતાં તેને અનુરુપ એવું એમનું સંગીત કોયલના ટહુકા જેવું મધુરું હતું. વળી, એ સર્વ પ્રકારે સમ, સલલિત-કાનને કોમળ, મનોહર, મૃદુપદસંચારી, શ્રોતાઓને રતિકર, છેવટમાં પણ સુરસ એવું તે નાચનારાઓનું નાચસજ્જ વિશિષ્ટિ પ્રકારનું ઉત્તમોત્તમ સંગીત હતું. - જ્યારે એ મધુરું મધુરું સંગીત ચાલતું હતું ત્યારે શંખ રણશિંગું શંખલી ખરમુખી પેયા અને પીરી પીરિકાને વગાડનારા તે દેવો તેમને ધમતા, પણવ પટ ઉપર આઘાત કરતા, ભંભા મોટી ડાકોને અફળાવતા, ભેરી ઝાલર દુંદુભીઓ ઉપર તાડન કરતા, મુરજ મૃદંગ નંદીમૃદંગોનો આલાપ લેતા, આલિંગ કુસુંબ ગોમુખી માદળ ઉપર ઉત્તાડન કરતા, વીણા વિપંચી વકીઓને મૂછવતા, સો તારની મોટી વીણા કાચબી વીણા ચિત્ર વીણાને કૂટતા, બદ્ધીસ સુઘોષા નંદીઘોષાનું સારણ કરતા, ભ્રામરી ષડુભ્રામરી પરિવાદનીનું સ્ફોટન કરતા, તૂણ તુંબવીણાને છબછબતા, આમોદ ઝાંઝ કુંભ નકુલોનું આમોટન કરતા-પરસ્પર અફળાવતા,મૃદંગ હુડુક્કી વિચિક્કીઓને છેડતા, કરટી ડિંડમ કિણિત કડવાંને બજાવતા, દર્દક દદરકાઓ કુસુંબુ કલશીઓ મઓ ઉપર અતિ શય તાડન કરતા, તલ તાલ કાંસાના તાલો ઉપર થોડું થોડું તાડન કરતા-પરસ્પર ઘસતા, રિગિરિકા લત્તિકા મકરિકા શિશુમારિકાનું ઘટ્ટન કરતા અને બંસી વેણુ બાલી પરિલી તથા બદ્ધકોને ફૂંકતા હતા. એ રીતે એ ગીત નૃત્ય અને વાદ્ય દિવ્ય મનોજ્ઞ મનહર અને શૃંગારરસથી તરબોળ બન્યાં હતાં. અદ્દભુત થયાં હતાં, બધાનાં ચિત્તનાં આક્ષેપક નીવ ડ્યાં હતાં. એ સંગીતને સાંભળનારા અને નૃત્યને જોનારા દ્વારા ઉછળતા વાહવાહ ના કોલાહલથી એ નાટકશાળા ગાજી રહી હતી. એમ એ દેવોની દિવ્ય રમત પ્રવૃત્ત થયેલી હતી. એ રમતમાં મસ્ત બનેલા તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે સ્વસ્તિક શ્રીવત્સ નંદાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણના દિવ્ય અભિનયો કરીએ મંગળરુપ પ્રથમ નાટક ભજવી દેખાડ્યું હતું. વળી, એ દેવકુમારો અને દેવકુમારીઓ બીજું નાટક ભજવી બતાવવા પૂર્વે જણા વેલી રીતે એકસાથે એક હારમાં ભેગાં થઈ ગાવા નાચવા અને વાજાં વગાડવા લાગ્યાં તથા એ અદ્દભુત દેવરમતમાં મશગુલ બની ગયાં. આ બીજા નાટકમાં તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સામે આવર્ત પ્રત્યાવર્ત શ્રેણિ પ્રશ્રેણિ સ્વસ્તિક પૂસમાણગ વર્ધમાનક મસ્યાંક જાર માર પુષ્પાવલી પદ્મપત્ર સાગરતરંગ વસંતીલતા અને પધલ તાના અભિનયો કરી દેખાડી બીજાં નાટક પૂરું કર્યું. પછી ત્રીજું નાટક ભજવી બતાવવા ભેગાં થયેલાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે ઈહા મૃગ બળદ ઘોડો માનવ મગર વિહગ-પક્ષી વ્યાલ કિન્નર રુરુ શરભ અમર કુંજર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434