Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 421
________________ ૪૧૮ રાયuસેવિયં- (૫) કુમારશ્રમણની પાસે સાથે બેઠા. રાજાએ શ્રમણને પૂછયું : હે ભંતે ! તમારા શ્રમણ નિગ્રંથોમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું સમોસરણ છે કે-જીવ જૂધે છે અને શરીર જુદું છે, પણ જે જીવ છે તેજ શરીર છે એવી ; સમજ નથી. કુમારશ્રમણ બોલ્યાઃ હા, પએસી ! અમારી સમજમાં જીવ જુદો છે અને શરીર જુદું છે એમ છે પણ જે જીવ છે તેજ શરીર છે એવી અમારી સમજ નથી. - રાજા બોલ્યો ઃ જીવ અને શરીર બને જુદાં જુદાં જ હોય અને જે જીવ છે તેજ શરીર છે એમ ન હોય તો, હે ભંતે! તમે સાંભળો કે - એક મારો દાદો હતો જે આ જ મોટો અધાર્મિક રાજા હતો, તે પોતાના દેશની પણ ઠીક સાર સંભાળ ન કરતો અને ઘણાંય પાપકર્મોમાંજ રાચ્યો રહેતો. તમારા કહેવા પ્રમાણે તો એ પાપી મારો દાદો કાળ આવતાં મરણ પામી કોઈ એક નરકમાં નૈરયિક થયો હોવો જોઈએ. હે ભંતે! કેમ ખરું ને? વળી, એ મારા દાદાનો હું વહાલો પૌત્ર છું, તેને મારા પર ઘણું હેત હતું. હું તેનો વિશેષ લાડીલોહતો, તેનું હૃદય મને જોઈને વિશેષ આનંદ પામતું. વધારે શું પણ મારું નામ સાંભળીને પણ તેઓ પોતાનું અહોભાગ્ય માનતા. હવે, હે ભંતે ! તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જુદાં જુદાં હોય તો મારા દાદા નરકમાં ગયા હોવા જોઈએ. વળી, મારા દાદાને મારા ઉપર ઘણું હેત હતું તેથી તેમણે અહીં મારી પાસે આવીને એમ જણાવવું જોઈએ કે હે પૌત્ર ! હું તારો દાદો હતો પણ અધાર્મિક હોવાને કારણે મેં ઘણાં પાપો આચરેલાં, તેથી હું નરકમાં પડ્યો છું. માટે, હે પૌત્ર! તું લેશ પણ પાપ ન આચરજે અને પ્રામાણિક પણે દેશનો કારભાર કરજે. પાપકર્મમાં પડીશ તો મારી પેઠે નરકમાં જઈશ-નરકની યાતનાઓ બહુ ભયંકર છે, માટે ભૂલથી પણ સહેજેય પાપાચરણ ન સેવીશ.” હે ભંતે ! મારો દાદો મારી પાસે આવીને ઉક્ત રીતે કહે, તો જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી શ્રદ્ધા થાય, પણ અત્યારસુધીમાં મારો દાદો અહીં મારી પાસે આવીને એવું કશુંય કહેલું નથી, તેથી હું એમ સમજું છું કે તેમનો જીવ અને શરીર એ બન્ને સાથેજ નાશ પામી ગયાં છે અથતુ મારા દાદાના દેહને દેન દેતાંની સાથે તેમનો જીવ પણ અહીં બળી ગયો છે તો પરલોકમાં જાય જ કોણ? અને એમ છે માટે તે અહીં આવી પણ ક્યાંથી શકે?અને આમ છે માટે જીવ અને શરીર બને એકજ છે-જે જીવ છે તેજ શરીર છે-એ મારી પ્રતિમા સપ્રતિષ્ઠિત છે. કેશી કુમારશ્રમણ બોલ્યા : હે પએસી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે. હવે તું એમ સમજ કે એ રુડી પાળી તારી રાણી કોઈ રુડા રુપાળા પરપુરુષ સાથે માનવીય કામસુખોને અનુભવતી હોય એમ તું જો, તો એ કામુક પુરુષનો તું શું દેડ કરે? હે! ભંતે! એ પુરુષનો હાથ કાપી નાખ્યું. પગ છેદી નાખું. એને શૂળીએ ચડાવી દઉં અથવા એકજ ધાએ તેનો પ્રાણ લઉં. હેપએસી! તે કામુક પુરુષ કદાચ તને એમ કહે કે-હે સ્વામી ! તમે એક ઘડીક થોભી જાઓ, મારા મિત્રો જ્ઞાતિજનો સંબંધી જનો અને પરિ વારના લોકોને હું એમ કહી આવું કેહે દેવાનુપ્રિયો ! કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના, સંગમાં પડ્યો તેથી મરણની આ સખ્ત સજા પામ્યો છું. માટે હે દેવાનુપ્રિયો! તમે ભૂલથી પણ એવા પાપાચરણમાં ન પડશો, પડશો તો મારી પેઠે ફાંસીની સજા પામશો. હે પએસી! એ પુરુષનું કાકલુદીથી ભરેલું આવું ગળગળું વચન સાંભળીને તું તે કામુકને સજા કરતાં ઘડીક પણ થોભી જઈશ ખરો? હે ભંતે! એમ તો નજ બને. એ કામક મારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434