Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 432
________________ સુત્ર-૮૧ ૪૨૯ | [૮૨હે ભગવનુસૂિર્યાભદેવની જીવનસ્થિતિ કેટલાકળસુધીનીજણાવેલી છે ?હે ગૌતમ ! તેની આયુષ્યમદિ ચાર પલ્યોપમની કહેલી છે. હે ભગવન્! તે સૂયભદેવ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી કયાં જવાનો-કયાં જન્મ લેવાનો? હે ગૌતમ ! સૂયભિદેવ, તેનો દેવત્વકાળ પૂરો થતાં મહાવિદેહવર્ષમાં જન્મ લેવાનો. મહાવિદેહવર્ષમાં જે કુળો આત્ર્ય છે, દિપ્ત છે, લેવડદેવડના વ્યાપારમાં કુશળ છે, જેમની પાસે ભવન, શયન, આસન, યાન, વાહન, ધન, સોનું અને શું વિશેષ છે, ખાનપાનની સગવડ અધિકાધિક છે, દાસ દાસીઓ ગાય અને ઘેટાં ઘણાં છે, એવા પ્રસિદ્ધ અને કોઈથી પરાભવ ન પામનારાં કુળોમાં તે સૂયભદેવ પુત્રપણે અવતરશે.એ પુત્રપણે ગર્ભમાં આવતાં જ તેનાં માતા પિતાની ધર્મમાં દઢતા થશે. પૂરા નવ માસ અને સાડા સાત દિવસ જતાં તે બાળકનો ત્યાં જન્મ થયા પછી પહેલે દિવસે તેનાં માતાપિતા બાળકના જન્મનો ઉત્સવ કરશે, ત્રીજે દિવસે સૂર્ય-ચંદ્રનાં દર્શન કરશે, છ દિવસે ધર્મ જાગરણ ઊજવશે, એમ અગ્યાર દિવસ વીતી જતાં અને બારમો દિવસ આવતાં બાળકના જન્મનું સૂતક કાઢી નાખશે, પછી બધે લપઝુંપણ કરી ભોજનની વિપુલ સામગ્રી તૈયાર કરાવશે અને પોતાનાં સગાં સંબંધી મિત્ર જ્ઞાતિજન સ્વજન પરિજન વગેરેને આમંત્રી હાઈ ધોઈ બલિકર્મ કરી બધાં સાથે બેસીને ભોજનમંડપમાં ભોજન કરશે. પછી તે પુત્રનાં માતાપિતા, વસ્ત્ર ગંધ માલા અને અલંકારવડે આમંત્રિત જનોનો સત્કાર કરશે, સન્માન કરશે અને તેઓની સમક્ષ એમ કહેશે કે આ બાળક તેની માતાની કુક્ષિમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢ પ્રતિજ્ઞાવાળાં થયાં છીએ, માટે અમે તેનું “દઢપ્રતિજ્ઞ” એવું યથાર્થ નામ પાડીશું. એ પ્રકારે નામસંસ્કાર થયા બાદ સમય આવતાં બાળકનાં માતાપિતા તેના પ્રજનનક પ્રતિવધપક પ્રચંક્રમણ કર્ણવેધ સંવત્સઅતિ લેખ અને ચૂલોપનયન વગેરે બધા સંસ્કારો કરશે. [૮૩]તેઓ પોતાના પુત્રના લાલનપાલન માટે પાંચ ધાત્રીઓની યોજના કરશે? એક બાળકને ધવરાવનારી, બીજી હવાડવનારી, ત્રીજી શણગારનારી, ચોથી ખોળા માં લઈ ફરનારી અને પાંચમી રમાડનારી. એ ઉપરાંત ત્યાં ઘરકામ માટે રોકવામાં આવેલી, પોતપોતાના દેશનો પોષાક પહેરનારી, ઈગિત ચિંતિત અને પ્રાર્થિતને સમજ નારી, એવી દેશવિદેશની બીજી પણ અનેક કુશળ દાસીઓ દ્વારા અને અંતઃપુરના રક્ષણ માટે યોજાએલા વર્ષધરો કંચુકીઓ તથા મહત્તરો દ્વારા તે બાળકનું ઘણી સારી રીતે લાલન પાલન થશે; કોઈ તે બાળકને હાથોહાથ ફેરવશે, કોઈ તેની પાસે નાચશે, કોઈ તેનાં ગીત ગાશે, કોઈ તેને બચી લેશે, એ પ્રકારે અનેક રીતે લાલિત પાલિત થતો તે બાળક ચંપાના છોડની જેમ સુખે સુખે દિનદિન વૃદ્ધિ પામશે. [૮૪]પુત્રને નવમું વરસ બેસતાં તેનાં માતાપિતા, નવરાવી બલિકમ કરાવી સારી રીતે શણગારી શુભ મુહૂર્તમાં મોટા ઉત્સવ સાથે કલાચાર્ય પાસે કલાઓ શીખવા મોકલશે. કલાચાર્ય બહોંતેર કળાઓને પ્રયોગ સાથે શીખવાડી માતાપિતા પાસે તે પુત્રનું ઉપનયન કરશે. દઢપ્રતિજ્ઞનો કલાઓ સંબંધી અભ્યાસ જોઈ માતાપિતા કલાચાર્ય ઉપર ખુશ થશે અને વિશિષ્ટ ખાનપાન વસ્ત્ર ગંધ માલા અલંકારોવડે કલાચાર્યનો સત્કાર કરશે તથા જીવનપર્યંત ચાલે તેવું વિપુલ પ્રીતિદાન દઈ તેમને વિસર્જિત કરશે. બહોંતેર કલાનિયું. અઢાર દેશીભાષાવિશારદ, ગીતનૃત્યરસિક, નાટ્યકળાકોવિદ, એવો દઢપ્રતિજ્ઞ યૌવનમાં આવતાં તેનાં માતાપિતા તેને ભોગસમર્થ જાણી એમ કહેશે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434