Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 430
________________ . સત્ર-૭૭ ૪૨૭ અને સવાર થતાં જ એ રાજા રાજા કોણિકની પેઠે મોટા આડંબર સાથે પાંચ અભિગમ પૂર્વક કેશી શ્રમણ પાસે આવ્યો અને તેમને વાંદી નમી પોતાની અવિનય સંબંધી વિશેષ નમ્રતાપૂર્વક ક્ષમા માગી. કેશી શ્રમણે એ રાજા પએસીને તેની રાણી સૂર્યકાંતાને તથા તેની સાથેની મોટી સભાને ધર્મદેશના કહી સંભળાવી. ધર્મદેશના સાંભળી પોતાને સ્થાને જવાની ત્વરા વાળા રાજાને કેશી કુમારે કહ્યું ઃ- હે પએસી ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો પહેલાં પહેલાં તો રમણીય લાગે છે પણ પછી અરમણીય થઈ જાય છે, તેમ તું પહેલાં રમણીય થઈ પછી અરમણીય ન થતો. પએસી બોલ્યો :- હે ભંતે ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો એ પહેલાં પહેલાં તો રમણીય લાગે છે અને પછી અરમણીય થઈ જાય છે, તે વળી કેમ ? કેશી બોલ્યા :- પએસી ! સાંભળ. વનખંડ જ્યાંસુધી પત્રવાળા ફૂલવાળો ફળવાળો અને ઘટાદાર છાયાવાળો લીલોછમ હોય છે ત્યાં સુધી રમણીય લાગે છે અને જ્યારે તેનાં પાંદડાં ખરી પડે છે, ફૂલો કરમાઈ જાય છે, ફળો નથી હોતાં, તેમ તે સૂકો ખંખ થઈ જાય છે, ત્યારે બીહામણો લાગે છે. નૃત્યશાળામાં જ્યારે નાચ ચાલતો હોય, ગાણાં ગવાતાં હોય, વાજાં વાગતાં હોય અને લોકો હસતા રમતા હોય ત્યારે તે રમણીય લાગે છે અને જ્યારે નાચ બંધ હોય, ગાણાં ન ચાલતાં હોય, વાજાં ન વાગતાં હોય અને તેમાં એક પણ માણસ ન ફરકતું હોય, ત્યારે તે સૂનકાર સ્થાન જેવી બીહામણી જણાય છે શેરડીના વાઢમાં ચિંચોડા ચાલતા હોય, શેરડી પીલાતી હોય, લોકો તેનો રસ પીતા હોય, કોઈ તેને લેતા હોય કે દેતા હોય, ત્યારે તે વાઢ ભર્યો ભર્યો- રમણીય લાગે છે, પણ જ્યારે તેમાં ચિચોડા બંધ હોય, શેરડી ન પીલાતી હોય, એક ચકલું ય ન ફરકતું હોય, ત્યારે તે ખાવા ધાય છે - અળખામણો દીસે છે. ખોળના વાડામાં જ્યારે ઘાણીઓ ચાલતી હોય, તલ પીલાતા હોય, લોકો ભેગા થઈને સાની ખાતા હોય, એક બીજા પરસ્પર સાનીને લેતા દેતા હોય, ત્યારે તે રમણીય જણાય છે, પણ જ્યારે ઘાણીઓ જ બંધ હોય, કોઈની અવરજવર ન હોય, ત્યારે તે અરમણીય ભાસે છે. તેમ હે પએસી ! તું પહેલાં રમણીય થઈને પછી પાછળથી અરમણીય ન થતો. રાજા પએસી બોલ્યો :-હે ભંતે ! તમે જણાવેલાં ઉદાહરણોની પેઠે હું પહેલાં રમણીય થઈ પછી અરમણીય નહિ થઉં. મેં તો એવો વિચાર કર્યો છે કે હાલ મા તાબામાં સેયવિયા પ્રમુખ જે સાત હજાર ગામો છે તેના ચાર ભાગ પાડું ઃ એક ભાગ રાજ્યની વ્યવસ્થા અને રક્ષણ માટે બલવાહનને સોંપું, એક ભાગ કોઠાર માટે રાખું, એક ભાગ અંતઃપુરની રક્ષા તથા નિર્વાહ માટે દઉં અને એક ભાગની પેદાશમાંથી એક મોટી કૂટગારશાળા બનાવું, તેમાં અનેક પુરુષોને પગારદાર, ભાડે રોકી ખાન પાન ખાદિમ સ્વદિમ તૈયા૨ કરાવું અને એ બધું અનેક શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુ તથા પ્રવાસી વટેમાર્ગુઓ વગેરેમાં વહેંચાવું, તથા હું શીલ વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યા ખ્યાન અને પોષધોપવાસદ્વારા જીવનયાપન કરતો રહું. હે ભંતે ! મારી આ ધારણા છે. [૭૯]એમ કહી તે રાજા પોતાના પરિવાર સાથે કેશી મુનિને વાંદી નમી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. નગરીમાં આવી રાજાએ જે ધારણા કેશી મુનિને નિવેદી હતી, તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી અને પોતે પણ તે રીતે આચરવા લાગ્યો. [૮૦] હવે તો રાજા પએસી શ્રમણોપાસક થયો, જીવ અજીવ વગેરે તત્ત્વોનું તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434