Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 429
________________ સરક રાયપ્પસેબ્રિયં – (૭૫) અટવીમાં વળી આગળ વધ્યા. આગળ ચાલતાં ચાલતાં તેઓએ તાંબાની, રુપાની, સોનાની, રત્નની અને વજ્રની મોટી મોટી ખાણો જોઈ. એઓએ તો જેમ જેમ બહુમૂલ્ય વસ્તુઓ મળતી ગઈ, તેમ તેમ ઓછી કીંમતવાળી વસ્તુઓ છોડી દીધી અને આખરે તેઓએ વજના ભારા બાંધી તેમને ઉંચકી પોતાના દેશમાં પોતપોતાના નગર ભણી જવાને પ્રયાણ કર્યું. નગરમાં પહોંચી, ભારે ભારે આણેલાં વજોને વેચી, તેઓ બધા ન્યાલ ન્યાલ થઈ ગયા. તેઓએ આઠ તળવાળા મોટા મોટા મહાલયો બંધાવ્યા, ઘણાં દાસ દાસીઓ ગાયો અને ઘેટાં વગેરેને આંગણે વસાવ્યાં અને એ મહાલયોમાં બિરાજી તેઓ તરુણીઓથી ભજવાતાં બત્રીશ પ્રકારનાં નાટકો, તેમનાં ગાન નાચ જોતાં જોતાં આનંદપૂર્વક રહેવા લાગ્યા.ત્યારે પેલો લોઢાના ભારાને ઉંચકી લાવનાર સાથી લોઢું વેચી ઘણું ઓછું કમાયો અને તેમના એ સાથીઓનો વૈભવ જોઈ પોતાની જાતને નિંદવા લાગ્યો : હું કેવો હીનપુણ્ય છું, કેવાં માઠાં લક્ષણવાળો છું, મેં સાથીઓનું કહેવું છેવટસુધી કાને નજ ધર્યું અને એક મારા દુરાગ્રહમાંજ તણાયો. તેમનું કહેવું માન્યું હોત તો આજે હું પણ એમના જેવોજ વૈભવ માણત હે પએસી ! તું પણ તારો દુરાગ્રહ ન છોડીશ, તો એ લોઢાના ભારાળાળા દુરાગ્રહીની પેઠે તારેય પસ્તાવું પડશે અને દીનહીન થવું પડશે. [૬૬] કેશી કુમારનું એ કથન સાંભળી આખરે રાજા પએસીને ભાન આવ્યું અને તેણે કેશી કુમારને વંદન કરીને કહ્યું કે, હે ભંતે ! મારે જરાય પસ્તાવું પડે એવું તો હું નહિ કરું. મારો પૂર્વગ્રહ છોડીને આપની પાસે હું કેવળીભાષિત ધર્મને સાંભળવાની- સમજવાની ઈચ્છા રાખું છું, માટે હવે મારે પેલા લોઢાવાળાની પેઠે પસ્તાવાનું કર્યાં રહ્યું ? કેશી શ્રમણ બોલ્યો :-હે દેવાનુપ્રિય ! સુખ થાય તેમ કર, પણ સારા કામમાં પ્રતિબંધ ન આવવા દે. રાજાની જિજ્ઞાસાવૃત્તિ જોઈ કેશી શ્રમણે જેમ ચિત્ત સારથિને ધર્મકથા કહી સંભળાવી ગૃહિધર્મ સમજાવ્યો હતો, તેમ રાજા પએસીને પણ તેમણે ધર્મકથા કહી ગૃહિધર્મની સમજણ આપી અને રાજાએ ગૃહિધર્મ સ્વીકારી પોતાની સેયવિયા નગરી પાછો ગયો. [9] શ્રમણ બોલ્યા : પએસી ! કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ત્રીજા ધર્માચાર્ય એ ત્રણ આચાર્યોના વિભાગને તું જાણે છે અને એ ત્રણેની વિનયપ્રતિપત્તિ કેવી કેવી ક૨ તું વાની હોય છે, તેની પણ તને ખબર છે. પએસી બોલ્યો – હે ભંતે ! હા, એ બધું હું બરાબર જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યનું તલાદિકથી મર્દન કરવું, તેમને હવરાવવા, તેમની પાસે પુષ્પાદિકની સુવાસ ફેલાવવી, વો અને ઘરેણાં ગાંઠાં આપી સારી રીતે શણ ગારવા, આદરપૂર્વક જમાડવા, મોટું પ્રીતિદાન આપવું અને તેમને એવી વૃત્તિ બાંધી આપવી કે જે તેમના પુત્રોના પુત્રો સુધી પહોંચ્યા કરે. અને ધર્માચાર્યને જોતાં તેમને વંદન કરવું, સત્કાર કરવો, દેવતાના ચૈત્યની પેઠે તે મંગળમય આચાર્યની ઉપાસના કરવી તથા તેમને ખાનપાન ખાદિમ સ્વાદિમ વગેરે નિર્દોષ પદાર્થો દ્વારા પ્રતિલાભવા અને પીઠ પાટિયાં શય્યા સંથારો વગેરે લઈ જવા નિમંત્રિત કરવા. હે પએસી ! તું એમ સમજે છે ત્યારે અત્યારસુધી મારી સામે તેં જે પ્રતિકૂળ વર્તન ચલાવ્યું છે તેની માફી માગ્યા વિના નગરી ભણી જવાને આટલો બધો ઉતાવળો કેમ થયો છે ? હે ભંતે ! અત્યારસુધી હું આપની પ્રતિકૂળ વોં છું એ ખરું, પણ એ વિષે મેં એવો વિચાર કર્યો છે કે આવતી કાલે પ્રભાતનો પહોર થતાંજ મારા બધા પરિવાર સાથે અહીં આવી આપને વંદન માફી માગું. આમ કહી રાજા પએસી પોતાને સ્થાને પહોંચી ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434