Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 433
________________ ૪૩૦ રાયણસેવિયં-(૮૪) હે ચિરંજીવ ! તું યુવાન થયો છે માટે હવે તું કામભોગોની આ વિપુલ સામગ્રીને ભોગવ. દઢપ્રતિશ પોતાનાં માતાપિતાને વિનયપૂર્વક જણાવશે કે, હે માતાપિતા ! ભોગોની એ સામગ્રીમાં મને જરાય રસ નથી. જેમ કમળ પંકમાં પેદ્ય થાય છે અને પાણીથી વધે છે, છતાં પંક કે પાણીથી લેપાતું નથી, તેમ કામોમાં પેદા થએલો અને ભોગોમાં વધેલો એ દઢપ્રતિજ્ઞા તે કામભોગોથી જરા પણ લેવાશે નહિ. પણ તથા ઉત્તમ સ્થવિરો પાસેથી બોધિજ્ઞાનને મેળવશે અને અગારને ત્યજી મુંડ થઈ અનગાર ધર્મનો સ્વીકાર કરશે. પછી તો તે પૂર્ણ અહિંસા સત્ય ત્યાગ તપ અને સદ્ધર્તનના તેજથી ચમકશે અને છેવટે ઉત્તમોત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર આર્જવ માર્દવ લઘુતા ક્ષમા નિલભતા વગેરે ગુણોથી અધિકાધિક દીપતો તે, અનુત્તર અનંત નિરા વરણ નિવ્યઘિાત એવા કેવળજ્ઞાન અને કેવળ-દર્શનને પામશે. તે દઢપ્રતિજ્ઞ અહંનું જિન ભગવાન કેવળી કહેવાશે અને જેમાં દેવો મનુષ્યો તથા અસુરો રહે છે એવા સમસ્ત લોકના પયયને જાણશે, અથવું તે, પ્રાણીમાત્રનાં આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, ક્રિયા, મનોભાવ, વગેરેને જાણશે, તેમનું પ્રકટ કર્મ કે ગુપ્ત કર્મ એ બધું કળી શકશે, તેમનું ખાધેલું પીધેલું અને ભોગવેલું સમજી શકશે. એવો તે દઢપ્રતિજ્ઞ અહંનું સર્વ લોકના સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા જોતા પૃથ્વીતળ ઉપર વિહરશે. એ પ્રકારે બહુ વર્ષ વિહરતા તે પોતાના આયુષ્યનો અંત નિકટવર્તી જાણી ઘણા દિવસોનું અનશન લેશે અને જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ, મુંડભાવ, કેશલોચ, બ્રહ્મ ચર્યધારણ, અસ્નાન, અદંતધાવન, અણુવહાણગ, ભૂમિશય્યા, કાાસનનો આશ્રય ભિક્ષામાટે પરગૃહપ્રવેશ, માનાપમાન સહન, લોકનિંદા વગેરે ઘણું આકરું. કષ્ટ સહવું પડે છે તથા ન ખમી શકાય તેવા જાત જાતના બાવીશ પરીષહો ખમવા પડે છે, તે સાધ્યની સિદ્ધિ મેળવશે, અથતુ તે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોના અંતને કરશે-પરિનિવણિ પામશે. [૮૫]હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમી, સંયમ અને તપવડે આત્માને વાસિત કરતા વિહરે છે. મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! - રાયપ્યસેણિયગુર્જરછાયાપૂર્ણ ઉપાંગર-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434