Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 425
________________ - - - -- - - ૪૨૨ રાથuસલિય-(૬૮). ઉઠે છે, પણ તેથી તું એમ ન માન કે શરીર અને જીવ બને એક છે. પએસી! એ બને તો જુદાં જુદાં છે. 1 [૯] પએસી બોલ્યો - હે ભંતે ! જેમ કોઈ તરુણ પુરુષ, લોઢાના સીસાના કે જસતના મોટા ભારાને ઉપાડવા સમર્થ છે, તેમ તે જ તરુણ પુરુષ જ્યારે ડોસો થાય અથતિ ચામડી બધી લબડી ગએલી, ગાત્ર તમામ ઢીલાં, દાંતો બધા ખરી ગએલા અને ચાલતાં લાકડીનો ટેકો લીધેલો એવો ઘરડો થાય, ત્યારે એવા મોટા ભારને ઉપાડી શકતો દેખાતો નથી. હે ભંતે! તરુણ મટી એવો એ ડોસો થએલો પુરુષ, એવા મોટા ભારને પણ ઉપાડી શકતો દેખાય, તો હું એમ માનું કે જીવ જુદો છે અને શરીર જુદું છે, અન્યથા મારી માન્યતા જ બરાબર છે. કેશી કુમાર બોલ્યો – હે પએસી! એવડો મોટો ભાર તો કોઈ હટ્ટાકટ્ટો પુરુષ જ ઉપાડી શકે. વળી, એવા હટ્ટાકટ્ટા તરુણ પુરુષની પાસે ભાર ઉપાડવાનાં સાધનો બરાબર ન હોય તો એ પણ એવા ભારને ન ઉપાડી શકે. ધાર કે, કોઈ હથ્રો-કટ્ટો તરુણ પુરુષ તો છે, પણ તેની પાસે ભાર ઉંચકવાની જે કાવડ છે, તે પાતળી અને ધુણે ખાધેલી છે, કાવડનાં શિકાં દોરડાં અને વાંસની સળીઓ એ બધુંય એવું સહેલું છે, આમ હોવાથી એવો બળવાન પુરુષ પણ એ ભારને ન ઉઠાવી શકે અર્થાત ભાર ઉપાડવામાં સુદઢ શરીર ઉપરાંત બીજી પણ કળવકળ હોવી જોઈએ અને ઉપકરણો પણ પૂરતાં હોવાં જોઈએ. તરુણ મટી પેલા ડોસા થએલા પુરુષ પાસે એ બધું હોત, તો એ પણ એવો ભાર જરૂર ઉપાડી શકત; માટે તારે એમ માનવું જોઈએ કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ તે બન્ને એક નથી. [૭૦] એસી બોલ્યો - હે ભંતે! મેં એક જીવતો ચોર તોળ્યો, પછી તેને જીવથી મારી નાખી ફરીવાર તોળ્યો. જીવતાં તેનું જે વજન હતું તેજ વજન તેના મડાનું હતું એ બને વજનમાં લેશ પણ ફરક ન હતો. જીવ અને શરીર જુદાં જુદાં હોય અને જીવ શરીરમાંથી નીકળી જતો હોય, તો મડાનું વજન ઘટવું જોઈએ. હે ભંતે ! એ બન્ને સ્થિતિમાં વજનનો જરાય ફરક જણાતો નથી, માટે હું એમ માનું છું કે જીવ અને શરીર એક જ છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમાર બોલ્યા - હે પએસી! પહેલાં કોઈવાર તેં ચામડાની મસકમાં પવન ભરેલો છે ખરો? ભરાવેલો છે ખરો? ચામડાની ખાલી મસક અને પવનભરેલી મસક એ બન્નેના વજનમાં કાંઈ ફેર પડે છે ખરો? ના. અંતે ! ફેર તો નથી પડતો. પએસી! ખાલી અને પવનભરેલી મસકના વજનમાં ફેર ન પડતો હોય તો જીવતાનું અને મુડદાનું વજન ફરક વિનાનું જ હોય ને? જીવ ભારે નથી તેમ હળવો ય નથી, તેથી જીવ નીકળી જતાં મુડદાનું વજન ઘટે એમ ન બને, એટલે એક સરખા વજનનો લીધે તું એમ માનતા હો કે જીવ અને શરીર બને એક જ છે, તે જરા ય સંગત નથી. [૭૧] પએસી બોલ્યોઃ - હે ભંતે ! કોઈ વાર એક ચોરને મારી પાસે લાવવામાં આવ્યો, તેમાં જીવ છે કે નહિ એ જાણવા મેં તેને ચારે બાજુ તપાસ્યો, પણ જીવ તો કયાંય દીઠામાં ન આવ્યો. પછી મેં તેના બે ઊભા કટકા કરી તેને ફરીવાર જોયો, છતાંય જીવ તો ન જ દેખાયો. પછી તો થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તેને વારંવાર તપાસી જોયો, છતાંય તેમાં કયાંય જીવનું નિશાન પણ ન જણાયું. મોટ હું કહું છું કે જીવ અને શરીર એક છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમારમુનિ બોલ્યા : હે પએસી ! પેલા કઠીયારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434