Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 426
________________ સત્ર-૭૧ ૪૨૩ 'કરતાંય તું વિશેષ મૂઢ જણાય છે. હે ભંતે! એ કઠીયારો વળી કોણ હતો?પએસી! અગ્નિ અને અગ્નિ રાખવાનું કામ સાથે લઈ કેટલાક વનજીવી લોકો વનની શોધ માટે નીકળી પડ્યા. ચાલતાં ચાલતાં તેઓ જેમાં ઘણાં લાકડાં છે એવી એક મોટી અટવી પાસે આવી. પહોંચ્યા. એવામાં તેમાંના કોઈએ પોતાના સાથના માણસને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અમે લાકડાઓની ભરેલી આ અટવીમાં જઈએ છીએ. તું આ અગ્નિ અને અગ્નિનું કામ લઈ જા અને અમારા માટે ખાવાનું રાંધી રાખજે. કદાચ કોઈ કારણથી આ અગ્નિ ઓલવાઈ જાય તો તું લાકડામાંથી અગ્નિ લઈને અમારું ખાવાનું રાંધી રાખજે. તેમના ગયા બાદ થોડી વારે રાંધવાની શરૂઆત કરવા જતાં પેલા સાથીઓ અગ્નિને ઓલવાઈ ગયેલો દિઠો એથી તેણે પોતાના સાથીની ભલામણ પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડું હાથમાં લઈ ચારે બાજુ તપાસી જોયું પણ તેમાં તેને તે કયાંય ન કળાયો. પછી તો તેણે હાથમાં કુહાડો લઈ લાકડું ચીરી નાખ્યું છતાં તેમાંય અગ્નિ ન દિઠો. છેવટે તેણે થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તે દરેકને તપાસી જોયા, છતાંય તેમાં એકમાં અગ્નિનું નિશાન પણ ન ભાળ્યું. આખરે થાકી કંટાળી તે બિચારો ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેઠો અને હા સુધી હું રાંધી ન શકયો એ બાબત અફસોસ કરવા લાગ્યો. એટલામાં જે સાથીઓ લાકડાના ભારા લેવા ગએલા હતા તે બધા પાછા ફર્યા અને આ બિચારાને ચિંતાતુર થએલો દીઠો. તેઓએ પૂછયું. હે દેવાનુપ્રિય! તું ઉદાસ કેમ બેઠો છે? હજા, સુધી તેં અમારા સારુ ખાવાનું નથી રાંધ્યું? તેણે જણાવ્યું કે, હે ભાઈઓ! તમારા ગયા બાદ થોડીવારમાં જ તમોએ આપેલો એ અગ્નિ તો ઓલવાઈ ગયો. પછી હું તમારા કહેવા પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડાને તપાસવા લાગ્યો. લાકડાને ચીરી, તેના નાના નાના કટકા કરી તપાસી જોયું તો તેમાં અગ્નિ તો કયાંય ન જોવામાં આવ્યો. તેથી અગ્નિ વિના હું રાંધું શી રીતે ? એ માટેજ આમ અફસોસમાં પડ્યો છું. પછી તેઓમાંના જ કોઈ દક્ષ પુરુષ સાથેના બીજા બધા ભાઈઓને કહ્યું કે, તમે બધા નાહી ધોઈને બલિકર્મ કરી તૈયાર થઈને આવો, હું હમણાં જ રસોઈ બનાવી નાખું છું. પછી એ દક્ષ પુરુષે કુહાડો લઈ લાકડામાંથી ઘસણિયું શર બનાવ્યું અને એ શરને અરણી સાથે ઘસી અગ્નિ ઉપજાવી અગ્નિને સંધૂકીને તે બધા ઓની રસોઈ કરી નાંખી. એટલામાં નહાવા ધોવા ગએલા બધા સાથીઓ આવી પહોંચ્યા. સૌ સાથે જમી કરીને ચોકખા થઈ ભેળા મળીને વાતો કરવા બેઠા. રસોઈની વાત નીકળતાં પેલા દક્ષ પુરુષે પેલા ઉદાસ થયેલા સાથીને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અગ્નિને શોધવા માટે તેં લાકડાં ફાડી ફાડીને જોવાનો પ્રયાસ કર્યો તેથી એમ જણાય છે કે, તું જડ છે, મૂઢ છે અને તદ્દન અજ્ઞાન છે. _ [૭૨]વે પએસી ! એ અગ્નિશોધક કઠીયારાની પેઠે તે પણ જીવને શોધવા માટે શરીરને ચીરી ચીરીને જોવાનું પાણી વલોવ્યું. તેથી તું પણ એના કરતાં કાંઈ ઓછો મૂઢ નથી. પએસી બોલ્યો - હે ભંતે! તમારા જેવા જ્ઞાની બદ્ધ મહામતિ વિજ્ઞાની અને વિનીત પુરુષ આવી મોટી સભા વચ્ચે મારા પર આક્રોશ કરે, ખીજાઈ જાય. અને મારી નિર્ભર્જના કરે એ શું ઠીક કહેવાય? કેશી શ્રમણ બોલ્યા -પએસી ! તને ખબર છે કે ક્ષત્રિપર્ષદા ગૃહપતિ પર્ષા, બ્રાહ્મણ પર્ષધ, ષિ પર્ષદા એમ ચાર પ્રકારની પર્ષદાઓ છે. એ ચારે પર્ષદાઓની દંડનીતિને પણ તું કયાં નથી જાણતો ? ક્ષત્રિયપર્ષદાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434