Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 424
________________ ચ-૬૭ - ૪૨૧ ભરીને વગાડે તો હે પએસી! ભેરીનો અવાજ બહાર નીકળે ખરો? હાં, ભંતે! નીકળે. હે પએસી ! એ ઓરડીમાં કયાંય એક પણ કાણું છે ખરું? ના ભંતે, એ ઓરડીમાં કયાંય પણ કાણું નથી. પણ અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણાની. કુંભીમાંથી જીવ બહાર નીકળી શકે છે, અર્થાતુ પૃથવીને શિલાને કે પર્વતને ભેદીને સોંસરું જવાનું સામર્થ્ય જીવમાં છે, માટે તેને ગમે ત્યાં પૂરાવામાં આવે તોપણ તે બહાર નીકળી જ જવાનો. એથી તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એ બને એક નથી. વળી, પએસી બોલ્યો - હે ભંતે! જીવ અને શરીર જુદાં જુદાં નથી પણ એક જ છે એવી મારી ધારણાને ટેકો આપતો આ વળી એક દાખલો સાંભળો મારા કોટવાળોએ પકડી આણેલા ચોરને હું જીવથી મારી નાખ્યું. પછી તે મારી નાખેલા ચોરને લોઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર મજબૂત ઢાંકણું બેસારી, તેને રેવરાવી અને પાકી ચોકી બેસાડી દઉં, પછી વખત જતાં તે લોઢાની કુંભી ઉઘાડી જોઉં છું તો તેને કીડાઓથી ખદબદતી કુંભી જેવી જોઉં છું. એ કુંભમાં કયાંય રાઈ જેટલુંય કાણું નથી, છતાં એમાં એટલા બધા કીડા કયાંથી પેસી ગયા? હું તો એમ સમજું છું કે શરીર અને જીવ એકજ છે, માટે શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ. શરીર અને જીવ જુદા જુદાં હોય તો એ કુંભમાં મેં જોએલા એ જીવો બહારથી શી રીતે આવી શકે? કેશી કુમાર બોલ્યા:- હે પએસી! તેં પહેલાં કોઈવાર ધમેલું લોઢું જોએલું છે ખરું? કે તેં જાતે કોઈવાર લોઢું ધમાવેલું ખરું? ભંતે! હા, ધમેલું લોઢું મેં જોએલું છે અને તેને ધમાવેલું પણ છે. પએસી! એવું એ લોઢું અગ્નિમય લાલચોળ થઈ ગએવું હોય છે, એ વાત ખરીને? હા, ભંતે! એ વાત ખરી છે. તો હે પએસી! એ નક્કર લોઢામાં તે અગ્નિ શી રીતે પેઠો? રાઈ જેટલુંય કાણું લોઢાને નથી, છતાં તેમાં અગ્નિ પેસી શકે છે, તેમ જીવ પણ સર્વત્ર અનિચ્છ ગતિ શક્તિવાળો છે. તે પૃથ્વીને અને શિલા વગેરેને ભેદીને પણ ગમે ત્યાં પેસી શકે છે. હે પએસી ! બરાબર સજ્જડ બંધ કરેલી એ કુંભમાં પણ તેં જે જીવો જોયા છે તે બધાય તેમાં બહારથી પેઠેલા છે, માટે તું એમ માન કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ એક નથી. [૬૮] રાજા પએસી બોલ્યો - હે ભંતે! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ તરુણ હોય ત્યારે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલો કુશળ હોય. પણ તે જ પુરુષ જ્યારે મંદ જ્ઞાનવાળો બાળક હતો ત્યારે એવી કુશળતા ધરાવી શકતો હોત તો હું એમ માનત કે જીવ જુદો છે અને શરીર જુદું છે. પરંતુ મંદ જ્ઞાનવાળો એ બાળક એવી કુશળતા બતાવી શકતો નથી, માટે જીવ અને શરીર એક છે એ મારી કલ્પના સુસંગત છે. કેશી કુમાર બોલ્યા :- હે પએસી! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ, નવું ધનુષ નવી દોરી અને નવું બાણ એ વડે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલી કુશળતા ધરાવી શકે છે, પણ તે જ પુરુષ પાસે જાનું ખવાઈ ગએવું ધનુષ તેવી જ દોરી અને તેજ બૂઠું ફળું હોય, તો તે એક સાથે પાંચ ફળાને ફેંકી શકે ખરો? ભંતે ન ફેંકી શકે. હેપએસી! તરુણ પુરુષ શક્તિશાળી તો છે, પરંતુ ઉપકરણોની ન્યૂનતા ને લીધે તે પોતાની શક્તિ બતાવી શકતો નથી, તેમ મંદ જ્ઞાનવાળા બાળકમાં આવડત પ ઉપકરણની ખામી છે, માટે તે એ અવસ્થામાં એક સાથે પાંચ બાણને ફેંકી શકતો નથી. હા, તે જ મંદ જ્ઞાનવાળો. બાળક જ્યારે તરુણ થઈ આવડતરુપ ઉપકરણ મેળવે છે, ત્યારે તેમાં એવી શક્તિ ખીલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434