Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 396
________________ સત્ર-૨૪ ૩૯૩ વનલતા અને પત્રલતાના અભિનયો કરી દેખાડ્યા. ચોથું નાટક દેખાડતાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે એકઋદ્વિઘાચક્ર એકતશ્ચક વાલ દ્વિઘાચક્રવાલ એમ ચક્રાઈ અને ચક્રવાલનો અભિનય ભજવી બતાવ્યો. પાંચમું નાટક ભજવતાં તેમણે આવલિકાઓનો અભિનય કર્યો. એમાં એમણે ચંદ્રાવલિકા વલયાવલિકા હંસાવલિકા સૂયવિલિકા એકાવલિકા તારાવલિકા મુક્તાવલિકા કનકાવ લિકા અને રત્નાવલિકાઓના દેખાવો કરી બતાવ્યા. છઠ્ઠ નાટક શરૂ કરતાં તેમણે ઉદ્ગ ગમનોના એટલે ચંદ્ર ઊગવાનાં અને સૂર્ય ઊગવાનાં દશ્યો ખડાં કર્યો. સાતમા નાટકમાં આગમનના અથતુ ચંદ્રના આગમનના અને સૂર્યના આગમનના દેખાવો કરી બતાવવામાં આવ્યા. આઠમાં નાટકમાં તેઓએ આવરણના-ચંદ્રના અને સૂર્યના આવરણના દેખાવો કરી દેખાડ્યા. નવમા નાટકમાં અસમનના દેખાવો આવ્યા એટલે જ્યારે ચંદ્ર અને સૂર્ય આથમી જાય છે ત્યારે જગતમાં અને આકાશમાં જે જે ઘટનાઓબને છે તે બધી નજરોનજર ખડી કરવામાં આવી. દસમું નાટક ચંદ્રમંડલ સૂર્યમંડલ નાગમંડલ યક્ષ મંડલ ભૂતમંડલ રાક્ષસમંડલ અને ગાંધર્વમંડલનાઅભિનયોમાંપૂરું થયું. એમાં ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ અને ગાંધર્વ સંબંધી મંડલોના ભાવો ભજવી બતાવ્યા. અગ્યારમું નાટક કુતવિલંબિત અભિનયને લગતું હતું. તેમાં વૃષભની અને સિંહની લલિત ગતિ, ઘોડાની અને ગજની વિલંબિત ગતિ, મત્ત ઘોડો અને મત્ત હાથીની વિલસિત ગતિ કરી બતાવવામાં આવી. બારમાં નાટકમાં સાગર અને નગરના આકારોને અભિનયમાં કરી બતાવ્યા. તેરમું દિવ્ય નાટક નંદા અને ચંપાના અભિનયને લગતું હતું. ચૌદમા નાટકમાં મત્સાંડ મકરાંડ જાર મારની આકૃતિઓના અભિનયો હતા. પન્નરમા નાટકમાં ક ખ ગ ઘ અને ડ ના ઘાટના અભિનયો કરી બતાવ્યા. પછીનાં ચાર નાટકો અનુક્રમે ચ છ જ ઝ ગ ના, ટ ઠ ડ ઢ ણ ના, ત થ દ ધ ન ના, અને પ ફ બ ભ મ ના ઘાટના અભિનયોને લગતાં હતાં. વીસમું નાટક અશોક આંબો જાંબુડો અને કોસંબના પલ્લવ સંબંધી અભિનયોને લગતું હતું. ૨૧મું નાટક લતાના દેખાવો કરવાને માટે હતું. તેમાં પા નાગ અશોક ચંપો આમ્ર વન વાસંતી કુંદ અતિમુક્તક અને શ્યામની વેલડી ઓના અભિનયો હતા.પછી અનુક્રમે ૨૨ કૂત. ૨૩ વિલંબીત ૨૪-દ્રુત વિલંબિત ૨પઅંચિત ૨૬રિભિત ૨૭-અંચિતરિભિત ૨૮ આર ભટ ૨૯ ભસોલ અને ૩૦ આરભટ ભસોલના અભિનયોને લગતાં નવ નાટકો કરી બતાવ્યાં. ૩૧ મા નાટકમાં ઉત્પાત નિપાત સંકુચિત પ્રસારિત રચારઈમ બ્રાંત અને સંભ્રાંતની ક્રિયાઓને લગતા અભિનયો દેખાડવામાં આવ્યા. ૩ર દેવરમણમાં એક સાથે એક હારમાં ભેગાં થએલાં દેવરમણમાં તલ્લીન બનેલાં દેવકુમારો અને દેવકુમારી ઓએ શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવ સંબંધી ચરિત્રને લગતા બનાવોના અભિનયો ભજવી બતાવ્યા અને પછી તેમનાજ વર્તમાન જીવનસંબંધી પણ જે મોટા બનાવો બન્યા હતા તે દરેકને અભિનયોમાં કરી દેખાડ્યા-તેમાં તેમનું ચ્યવન, ગર્ભસં હરણ, જન્મસમયનાબનાવો, અભિષેકનોપ્રસંગ, બાલકકીડા, યૌવનદશા, કામ ભોગની લીલા, નિષ્ક્રમણનો પ્રસંગ, તપશ્ચચરણની અવ સ્થા, જ્ઞાની થયાની પરિસ્થિતિ, તીર્થપ્રર્વતનની ઘટનાને લગતા અભિનયો હતા અને પછી છેલ્લા અભિનયમાં ભગવાન મહાવીરના નિવણનું ચિત્ર પણ ઊતારવામાં આવ્યું હતું. આમ એ ચરમ છેલ્લું-બત્રીશમું નાટક પૂરું થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434