Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 407
________________ ૪૦૪ રાયપ્પસેણિયું - (૩૯) સુધસભાની જેવી સમજવાની છે. એ સિદ્વાયતનની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી એક મોટી મણિ પીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સોળ યોજન લાંબો પહોળો અને તે કરતાં થોડો વધારે ઊંચો એવો સર્વરત્નમય એક મોટો દેવચ્છેદક ગોઠવેલો છે. તેના ઉપર જિનની ઊંચાઈએ ઊંચી એવી એકસો ને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. એ પ્રતિમાઓના હાથપગનાં તળિયાં તપનીયમય, નખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરત્નના, જાંઘો, જાનુઓ, ઉરુઓ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રોમરાઈ રિષ્ટરત્નમય, ચુચુકો અને શ્રીવૃક્ષ તપનીયમય, બન્ને ઓષ્ઠો પ્રવાલમય, દાંતો સ્ફટિકમય, જીભ અને તાળવું તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ કનક મય, આંખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરત્નમય, કીકીઓ આંખની પાંપણો અને ભવાંઓ રિષ્ટરત્નમય, બન્ને કપોલો કાન અને ભાલપટ્ટ કનકમય, માથાના વાળ ઉગવાની ચામડી તપનીયમય અને માથા ઉપરના વાળ રિષ્ટરત્નમય છે. તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, ધોળાં છત્રો ધરી રાખનારી છત્રધારક પ્રતિ માઓ છે, બન્ને બાજુએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે. વળી તે દરેક જિનપ્રતિમાઓની આગળ સર્વરત્નમય એવી બે બે નાગપ્રતિમાઓ, આવેલી છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ ઘંટો, કળશો, શૃંગારો, આરિસાઓ, થાળો,પાત્રીઓ,સુપ્રતિષ્ઠો,મનોગુલિકાઓ, રત્નકરંડીયાઓ, હયકંઠાઓ, ગજકંઠાઓ અને વૃષભકંઠાઓ વગેરે અનેક પદાર્થો ત્યાં એ પ્રત્યેક જિન પ્રતિમાની આગળ ગોઠવેલા છે. વળી, ફૂલ, માળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ અને મોરપીંછ વગેરે ઉપ કરણોની એકસો આઠ એકસો આઠ ચંગેરીઓ, ત્યાં પ્રતિમાઓ આગળ મૂકી રાખેલી છે. વળી, ફૂલ, માળા, ગંધ અને મોરપીંછ વગેરેનાં તેટલાં જ પટલકો ત્યાં સ્થાપી રાખેલાં છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ સિંહાસ નો, છત્રો, ચામરો, તેલના ડબાઓ, કુઠના ડબાઓ, સુગંધી પત્ર, સુગંધી ચૂવા, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મણ સિલ અને આંજણના ડબાઓ, એબધું ત્યાં યથાક્રમે ગોઠવી રાખેલું છે. એ ડબાઓમાં તેલ વગેરે જે પદાર્થો ભરેલા છે તે અત્યંત નિર્મળ સુગંધી અને ઉત્તમ જાતના છે. વળી, એ સિદ્ધાયતનમાં સુગંધી ધૂપથી મધમધતા એકસો ને આઠ ધૂપધાણાં રાખેલાં છે અને એ આયતનોની ઉપર જડેલા આઠ આઠ મંગળો ધજાઓ અને છત્રો વગેરે એમની શોભામાં વધારો કરી રહ્યાં છે. [૪૦] તે સિદ્ધાયતનોની ઉત્તરપૂર્વે સુધમસભા જેવી એક મોટી ઉપપાતસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે સો યોજન લાંબો પચાસ યોજન પહોળો અને દસ યોજન ઊંડો એવો એક મોટો સ્વચ્છ પાણીનો ધરો ભરેલો છે. તે ધરાની ઉત્તરપૂર્વે સૂભદેવની એક મોટી અભિષેકસભા આવેલી છે. એ સભામાં અભિષેક કરવાની બધી સામગ્રી ભરેલી છે. તે અભિષેકસભાની ઉત્તર પૂર્વે સૂભદેવના અલંકારોથી ભરેલી એવી એક મોટી અલંકારસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે એક મોટી વ્યવસાયસભાનું સ્થાન આવેલું છે, તેમાં સિંહાસન વગેરે બધાં ઉપકરણો વ્યવસ્થિત રીતે ગોઠવેલાં છે. એ વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક મોટું પુસ્તકરત્ન મૂકેલું છે. તે પુસ્તકનાં પાનાં રત્નનાં, પાનાં ઉપર રાખવાની કાંબીઓ રિષ્ઠરત્નની, પાનામાં પરોવેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434