Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 408
________________ સૂત્ર-૪૦ ૪૦૫ દોરો તપનીયનો, દોરાની ગાંઠો વિવિધમણિમય, ખડિયો વૈડુર્યનો, ખડિયાનું ઢાકણું રિઝરત્નનું, તેની સાંકળ તપનીયની, શાહી રિક્ટરત્નની, લેખણ વજની અને અક્ષરો રિઝરત્નમય છે. એવા એ રત્નમય પુસ્તકમાંનું બધું લખાણ ધર્મસંબંધી છે અથવા બીજી રીતે કહીએ તો એ પુસ્તક એક ધાર્મિક શાસ્ત્ર છે. તે વ્યવસાયસભાની ઉત્તરપૂર્વે આગળ વર્ણવેલા ધરા જેવડી લાંબી પહોળી અને ઊંડી એવી એક મોટી નંદાપુષ્કરિણી આવેલી છે. તેની ઉત્તરપૂર્વે આઠ યોજન લાંબું પહોળું અને ચાર યોજન જાડું એવું સર્વરત્નમય અતિશય મનોહર એક મોટું બલિપીઠ આવેલું છે. એ રીતે વર્ણવેલું સૂયભદેવનું વસતિસ્થાન વધારેમાં વધારે મનહર અને સર્વ પ્રકારે અતિશય આકર્ષક છે. [૪૧] તે કાલે તે સમયે તાજા અવતરેલા સૂયભિદેવે આહાર શરીર ઈદ્રિય શ્વાસોચ્છવાસ અને ભાષા મનની પયાપ્તિદ્વારા શરીરની સવગપૂર્ણતા મેળવી લીધી. પછી એ દેવ એવા વિચારમાં પડ્યો કે અહીં આવીને મારું પ્રથમ કર્તવ્ય શું છે? હવે પછી નિરંતર શું કરવાનું છે? તત્કાળ અને ભવિષ્યમાં સદાને માટે શ્રેયરુપ એવું શું છે? [૪૨] સૂયભિદેવ એવો વિચાર કરે છે ત્યાં તુર તજ તેની સામાનિક સભાના દેવો હાથ જોડીને સેવામાં હાજર થયા અને “જય થાઓ વિજય થાઓ’ એમ બોલી સ્વામીને વધાવતા તેની પાસે આવીને કહેવા લાગ્યા : હે દેવાનુપ્રિય ! આપના આ વિમાનમાં એક મોટું સિદ્ધાયતન છે. તેમાં જિનની ઊંચાઈએ ઊંચી એવી એક સોને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. આપની સુધમ સભામાં એક મોટો માણવક ચેત્યતંભ ઊભો કરેલો છે તેમાં ગોઠવી રાખેલા વજમય ગોળ ડબામાં જિનનાં સકિથઓ સ્થાપી રાખેલાં છે. એ આપને અને અમને બધાને અર્ચનીય વંદનીય ઉપાસનીય છે. તો હે દેવાનુપ્રિય ! એ પ્રતિમાઓની એ સકિથઓની પૂજા વંદના અને પર્યાપાસના એ આપનું પ્રથમ કર્તવ્ય છે અને વળી વર્તમાન અને ભવિષ્યમાં સદાને માટે શ્રેયરુપ એવું પણ એજ કામ છે. સૂયભિદેવ ઉક્ત સૂચન સાંભળી દેવશય્યામાંથી તુરતજ બેઠો થયો, ત્યાંથી ઉપપાનસભાના પૂર્વદ્વારે નીકળી પેલા સ્વચ્છ પાણીથી ભરેલા મોટા ધરા તરફ ગયો. ધરાને અનુપ્રદક્ષિણા કરતો તે તેમાં પૂર્વ દ્વારે પેઠો અને ત્યાં ગોઠવેલ સોપાનદ્વારા તેમાં ઊતર્યો, ત્યાં તેણે જલક્રીડા અને જલનિમજ્જન સારી રીતે કર્યો, પછી તે ચોકખો અને પરમશુચિભૂત થઈ ધરામાંથી બહાર આવ્યો અને જ્યાં અભિષેકસભા હતી ત્યાં ગયો. અભિષેકસભાને પ્રદક્ષિણા કરતો તે પૂર્વદ્યારે તેમાં પેઠો અને ત્યાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર જઈ ચડી બેઠો. પછી તેની સામાનિક સભાના દેવસભ્યોએ ત્યાંના કર્મ કરરુપ આભિયોગિક દેવોને બોલાવ્યા અને હુકમ આપ્યો કેઃ હે દેવાનુપ્રિયો ! આપણા સ્વામી આ સૂયભદેવના મહાવિપુલ ઈદ્રાભિષેકની તૈયારી કરો. ઉક્ત આજ્ઞા સાંભળતાંજ તે આભિયોગિક દેવોએ ત્યાંથી ઈશાન ખૂણામાં જઈ એક બે વાર વૈક્રિયસમુદ્યાત કરી લીધો અને તે દ્વારા અભિષેકની સામગ્રી માટે એક હજાર આઠ એક હજાર આઠ એવા ઘણા પદાથો બનાવી લીધા, જેવા કે – સોનાના, રુપાના, મણિના, સોનામણિના, પામણિના અને સોનાપામણિના કલશો બનાવ્યા, ભૌમેય કલશો ઘડી કાઢ્યા; તેજ પ્રકારે અને તેટલી જ સંખ્યામાં ભંગારો, આરિસા,થાળો,પાત્રીઓ,છત્રો,ચામરો, ફૂલની અને મોરપીંછવગેરેની ચંગેરીઓ,તેલના, હિંગળોકના અને આંજણ વગેરેના ડબાઓ અને ધૂપધાણાંઓ એ બધું એક હજાર આઠ એક હજાર આઠની સંખ્યામાં રચી નાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434