Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 418
________________ સૂત્ર-૫૯ ૪૧૫ પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! આપણો ચિત્તસારથિ જેમની વાટ જોતો રહે છે, જેમનું દર્શન ઈચ્છે છે અને જેમનાં નામ ગોત્ર સાંભળતાં પણ એ ખૂબ પ્રસન્ન થાય છે, તે જ આ કેશી કુમારશ્રમણ ગામેગામ ફરતાં ફરતાં અહીં સેવિયા નગરીમાં આવી ચડ્યા છે; તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને ચિત્તસારથિને તેને અતિપ્રિય લાગે તેવી કેશી કુમારના આગમનની હકીકત જણાવીએ. એવો વિચાર કરી તે ઉદ્યાનપાલકો ચિત્ત સારથિને ઘેર ગયા, તેને પ્રમાણ પૂર્વક જયવિજયથી વધાવી કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! તમે જેમની વાટ જોઈ રહ્યા છો તે કેશીકુમારશ્રમણ આપણી સેયવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા છે. ઉક્ત હકીકત સાંભળી ચિત્તસારથિ બહુ ખુશ થયો. પછી તે, આસનથી ઉઠી- ઊભો થઈ પાદપીઠથી નીચે ઊતરી પગમાંથી મોડીઓ કાઢી નાંખી ખભે ખેસ રાખી હાથ જોડી જે દિશામાં કેહી કુમારશ્રમણ ઊતર્યા હતા તે દિશા તરફ સાતઆઠ પગલાં ગયો અને પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવાલાગ્યો ઃ નમોડસ્થુણં અરિહંતાણં ભગવંતાણં વગેરે. આ શક્રસ્તવ પૂરું કરતાં છેવટે તે બોલ્યો કે -અહીંના મિયવણ ઉદ્યાનમાં પધારેલા એ મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી કુમારશ્રમણ ભગવાનને હું વાંદુ છું. એ રીતે પોતાના ધર્માચાર્યને નમસ્કાર કરી તેમનો આગમન સંદેશો કહેવા આવનાર તે ઉદ્યાનપાલ કોનો સારથિએ સત્કાર કર્યો અને જીવતાં સુધી પહોંચે તેટલું વિશાળ પ્રીતિદાન આપી તેમને વિદાય કર્યા. પછી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. રથ આવતાં આવતાં તો તે નાહી, બલિકર્મ, કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને શરીરને શોભાવી તૈયાર થઈ ગયો. પછી રથમાં બેસી મોટા જનસમુદાય સાથે કેશી કુમારશ્રમણ દર્શનાર્થે તે ગયો. [૬૦]કેશી શ્રમણની ધર્મદેશના સાંભળી હરખાએલો અને તોષ પામેલો સારથી બોલ્યો કે હે ભગવન્ ! અમારો રાજા પએસી અધાર્મિક છે અને પોતાના દેશનો ય કારભાર બરાબર ચલાવતો નથી, તેમ કોઈ શ્રમણ બ્રાહ્મણ કે ભિક્ષુઓનો આદર કરતો નથી, અને સર્વ કોઈને હેરાન કરે છે. માટે હે દેવાનુપ્રિય ! તમે એ રાજાને ધર્મોપદેશ આપો, તો તેનું ઘણું ભલું થાય, સાથે શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુઓ, મનુષ્યો, પશુઓ અને પક્ષીઓનું પણ ઘણું ભલું થાય અને તેમ થતાં તેના આખાય દેશનું પણ ઘણું સારું થાય. [૬૧]ચિત્તસારથિનું આ કથન સાંભળી કેશી કુમારશ્રમણ બોલ્યા કે-હે ચિત્ત ! જે મનુષ્યો આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ બ્રાહ્મણની સામે જતા નથી, તેમને વાંદતા નમતા કે સત્કારતા નથી, તેમ જ તેમની પર્યાપાસના કરતા નથી અને તેમની પાસે જઈ પોતાના પ્રશ્નોના ખુલાસા પૂછતા નથી, તેઓ કેવળીએ કહેલા ધર્મને સાંભળવાનો લાભ મેળવી શકતા નથી. જે મનુષ્યો ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરતા નથી, તેમની પાસે જઈ કશો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મ સાંભળવાનો લ્હાવો લઈ શકતા નથી. જે મનુષ્યો ગોચરીએ નીકળેલા શ્રમણ બ્રાહ્મણની ભક્તિ કરતા નથી, તેમજ તેમને વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભતા નથી તથા તેમને કોઈ પ્રકાર નો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મને સાંભળવા સમજવાના અધિકારી થઈ શકતા નથી. તેમજ જે મનુષ્યો તેમજ જે મનષ્યો શ્રમણ બ્રાહ્મણની પાસે જવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434