Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 413
________________ ૪૧૦ રાયપ્રસેવિયં- (૪૮) કોઈ પ્રકારનું વ્રત શીલ ગુણ કે મયદા ન હતાં, કદી પણ એ પ્રત્યાખ્યાન ઉપોસથ કે ઉપવાસ ન કરતો, અનેક મનુષ્યો મૃગ પશુ પક્ષી અને સર્પ વગેરેનો ઘાતક હતો. ટુંકામાં એ રાજા અધર્મનો કેતુ હતો. કદી તે ગુરુજનોનો આદર ન કરતો, વિનય ન કરતો, તેમ કોઈ શ્રમણ કે બ્રાહ્મણમાં તેને લેશ પણ વિશ્વાસ ન હતો. આવો તે દૂર રાજા પોતાના આખા દેશની કરભરવૃત્તિ બરાબર ચલાવી ન શકતો. [૪૯]એ રાજાને બોલવે ચાલવે હસવે કુશળ અને હાથપગે સુંવાળી સૂરિયકતા નામે રાણી હતી. પહેલી રાજામાં અનુરક્ત એ રાણી તેની સાથે અનેક પ્રકારનાં માનવી ભોગોને ભોગવતી રહેતી હતી. પિપિયેસી રાજાનો મોટો દીકરો સૂરિયજંતા રાણીને પેટે અવતરેલો સૂરિયકત નામે યુવરાજ કુમાર હતો. એ યુવરાજ, રાજા પવેસીનાં રાજ્ય રાષ્ટ્રબળ વાહન કોશ, કોઠાર અંતઃપુર અનેસમગ્ર દેશની પોતાની મેળે સંભાળ કરતો રહેતો હતો. [૫૧] તે પસી રાજાને તેનાથી મોટો, ભાઈ અને મિત્ર જેવો, ચિત્ત નામે એક સારથિ હતો. સંપત્તિવાળો એ કોઈથી ન દબાય એવો હતો. વળી, એ ચિત્ત સારથિ અર્થ શાસ્ત્રમાં સૂચવેલા સામ ભેદ દેડ વગેરે રાજકારણી ઉપાયોમાં કુશળ હતો. હાજર જવાબી અનુભવી હતી.ઔત્પત્તિકી વનયિની કમજ અને પારિણામિક એવી ચારે પ્રકાર ની બુદ્ધિ એનામાં હતી. રાજા પસી, તેમાં પોતાનાં અનેક કાર્યોના કારણોના કુટુંબોના મંત્રણાઓના છૂપાં કામોના રહસ્યભૂત બનાવોના અનેક જાતના નિર્ણયોના અને એવા બીજા ભેદભરેલા અનેક પ્રકારના રાજકારણોના વ્યવહારોનાં વિધાનોમાં તેની સલાહ લેતો. રાજાને મન એ સારથિ ખળાના વચલા સ્તંભ જેવો હતો અને રાજા એને પ્રમાણ ભૂત, પોતાનો આધાર, આલંબન અને પોતાની આંખ જેવો જ સમજતો હતો. એ સાર થિમાં રાજા પસીનો ખૂબ વિશ્વાસ હતો. માટેજ એઅનેક પ્રકારની રાજ ખટપટોમાં એ બીજાં પણ વિવિધ પ્રકારનાં રાજકાર્યોમાં પોતાની સલાહ આપી શકતો. બીજી રીતે કહીએ તો એ સારથિ રાજા પયસીના સમગ્ર રાજ્યની ધુરાને વહેતો હતો. પિ૨]જે વખતે રાજા પયેસી સેયવિયા નગરીમાં રાજ્ય કરતો હતો તે વખતે રાજા જિતશત્રુ કુણાલદેશની સાવત્થી નગરીનો રાજા હતો. કુણાલદેશ સમૃદ્ધિવાળો હતો અને સાવત્થી નગરીનો રાજા પણ ઋદ્ધિસિદ્ધિથી ભરેલો હતી. રાજા જિતશત્રુ પકેસી રાજાની આજ્ઞાધારી ખંડિયો રાજા હતો. એક વખતે રાજા પવેસીએ વિશાળ મહામૂલ્ય એવું રાજાને દેવા જેવું એક મોટું ભંટણું તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને કહ્યું કે, ચિત્ત ! તું સાવત્થી નગરીએ જા અને ત્યાં જિતશત્રુ રાજાને આ આપણી ભેટ આપી આવ તથા ત્યાંનાં રાજકાર્યો, રાજનીતિઓ અને રાજવ્યવહારો તું જાતે પોતે જ જિતશત્રુ રાજાની સાથે રહીને જોતો-સંભાળતો થોડો વખત ત્યાં રહી પણ આવ. ચિત્ત સારથિ એ ભેટછું લઈ પોતાને ઘેર આવ્યો અને તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલા. વીને કહ્યું કે-હે દેવાનુપ્રિયો! મારે માટે છત્રીવાળો ચાર ઘંટાવાળો એવો ઘોડા જોડેલો રથ જલદી તૈયાર કરી હાજર કરો. કૌટુંબિક પુરુષોએ રથની તૈયારીમાં લાગ્યા એટલા સમયમાં ચિત્ત સારથિ નાહ્યો, બલિકર્મ કર્યું.બખ્તર પહેર્યું, ભાથું બાંધ્યું, ગળામાં હાર સાથે રાજચિહ્નવાળો પટ્ટો પહેર્યો અને જોઈતાં હથીઆર પડીઆરો પણ બાંધી લીધાં. પછી પેલું રાજાએ આપેલું ભેટયું લઈ, તૈયાર થઈને આવેલા રથ ઉપર ચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434