Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 414
________________ સૂત્ર-પર ૪૧૧ સારથિ બેઠો. તેને માથે એકે કોટકના ફૂલની માળાવાળું છત્ર ધર્યું અને રથની પાછળ હથીઆરબંધ બીજા અનેક માણસોને પણ તેણે સાથે લીધા. એ રીતે તે સેવિયા નગરીથી નીકળી કેકયિઅર્ધ દેશની વચ્ચે થતો કુણાલ દેશની સાવત્થી નગરી તરફ જવા લાગ્યું. વચ્ચે વચ્ચે બહુ લાંબા નહિ એવા સુખરુપ શિરામણીવાળા પડાવ કરતો કરતો તે સાવત્થી નગરીએ જઈ પહોંચ્યો. ત્યાં જિતશત્રુ રાજાના ઘરની જે બાજુ બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં જઈ તેણે ઘોડા ઊભા રાખ્યા, રથને સ્થિર કર્યો, પછી રથથી ઊતરી પોતાના રાજાએ આપેલું ભેટયું લઈ જિતશત્રુ રાજાના ઘરમાં અંદરની ઉપસ્થાન શાળામાં ગયો, ત્યાં પહોંચી રાજા જિતશત્રુને પ્રણામ કર્યા, તેને “જય હો વિજય હોએમ કહીને વધાવ્યો અને પછી રાજા પસીએ મોકલેલું ભટણું નજર કર્યું. એ ભેટ સ્વીકારી જિતશત્ર રાજાએ ચિત્તશત્રુ રાજાએ ચિત્ત સારથિનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેને ઊતરવા માટે રાજમાર્ગ ઉપરનો એક મોટો આવાસ કાઢી આપ્યો. ચિત્ત સારથિ સાવત્થી નગરીની વચ્ચોવચ્ચ થતો તે આપેલે ઊતારે જઈ પહોંચ્યો, નાહ્યો, બલિકમ કર્યું માંગલિક શુદ્ધ વસ્ત્રો પહેર્યો, નાનાં પણ મહામૂલ્ય ઘરેણાંથી શરીરને શણગાર્યું. પછી જમી કરીને ચોકખો થઈ સુંદર રીતે ગોઠવેલા સિંહાસન ઉપર આવીને બેઠો એટલે બપોરને વખતે નમતે છાંયે એની સામે ગાંધર્વો મધુર ગીતો ગાવા લાગ્યા અને કુશળ નાચનારાઓ સુંદર નૃત્ય કરવા લાગ્યા. આ રીતે માનવ ભોગ્ય યોગ્ય ઉત્તમ સુખોને ભોગવતો તે ત્યાં સાવત્થી નગરીમાં રહેવા લાગ્યો. [પ૩ તે વખતે ત્યાં સાવત્થી નગર માં-પાશ્વાત્ય કેશી નામે કુમારશ્રમણ પણ આવેલા હતા. એ કેશી કુમાર શ્રમણ જાતવાન કુલીન બલિષ્ઠ વિનયી જ્ઞાની સમ્યગ્દ ની ચારિત્રશીલ લાજવાન નિરભિમાની ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા. એમણે ક્રોધ માન માયા અને લોભ ઉપર જીત મેળવેલી હતી, નિદ્રા ઈદ્રિયો અને પરીષહો ઉપર કાબૂ કરેલો હતો. એમને જીવનની તૃષ્ણા કે મરણનો ભય નહોતાં. એમના જીવનમાં તપ, ચરણ, કરણ, નિગ્રહ, સરળતા, કોમળતા, ક્ષમા, નિલભતા એ બધા ગુણો મુખ્યરુપે હતા. વળી તે શ્રમણ વિદ્યાવાન માંત્રિક બ્રહ્મચારી અને વેદ તથા નયના જ્ઞાતા હતા. તેમને સત્ય શૌચ વગેરે સદાચારોના નિયમો પ્રિય હતા, તથા તેઓ ચૌદપૂર્વી અને ચાર જ્ઞાનવાળા હતાઃ એવા તે કેશી કુમારશ્રમણ પોતાના પાંચસેં ભિક્ષ શિષ્યો સાથે ક્રમે ક્રમે ગામે ગામ ફરતા ફરતા સુખે સુખે વિહરતા શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા કોટ્ટય ચૈત્યમાં આવીને ઊતર્યા અને ત્યાં યોગ્ય અભિ ગ્રહ ધારણ કરીને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. ૫૪] જે વખતે કેશી કુમારશ્રમણ સાવત્થી નગરીએ આવ્યા તે વખતે તે નગરી માં ઠેર ઠેર-તરભેટામાં ત્રિકમાં ચોકમાં ચચ્ચરમાં ચોકઠામાં રાજમાર્ગમાં અને શેરીએ શેરીએ જ્યાં સાંભળો ત્યાં ઘણા લોકો પરસ્પર એમ કહેતા હતા કે આજે તો પાશ્વપત્ય કેશી કુમારશ્રમણ અહીં આવ્યા છે, તો હે દેવાનુપ્રિયો ! આપણે તેમની પાસે જઈએ, તેમને વાંદીએ, નમીએ, સત્કારીએ અને સન્માનીએ. આમ વિચારીને એ નગરી નો જન સમુદાયમહાજન કોટ્ટયચૈત્યમાં જ્યાં કેશી કુમારશ્રમણ ઊતર્યા હતા ત્યાં તેમના દર્શ નાર્થે પહોંચ્યું. કેશી કુમારશ્રમણે પોતાની પાસે આવેલા લોકોને તેમને યોગ્ય હિત શિક્ષાઓ કહી સંભળાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434