Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 409
________________ ૪૦૬ રાયપ્પનિયં-(૪૨) એ બધી સ્વાભાવિક અને બનાવટી સામગ્રી લઈ તે અભિયોગિક દેવો તિરછા લોક તરફ જવા વેગ વાળી ગતિથી ઝપાટાબંધ ઉપડ્યા. એ બાજુ અસંખ્ય યોજન જતાં જતાં તેઓ ક્ષીરસમુદ્ર પાસે આવી પહોંચ્યા. તેમાંથી ક્ષીરોદક અને ત્યાંના પ્રશસ્ત ઉત્પલ વગેરે કમળો લઈ ત્યાંથી તેઓ પુષ્કરોદક સમુદ્ર જઈ પહોંચ્યા. ત્યાંનાં પવિત્ર પાણી અને પુષ્પાદિક લઈ તે આભિયોગિક દેવો ભરત એરવતમાં આવેલાં માગધ, વરદામ અને પ્રભાસ તીથ તરફ ઊડ્યા. ત્યાં પહોંચી તીર્થજળ અને તીર્થધૂળ લઈ તેઓ ગંગા સિંધુ રક્તા અને રક્તવતી નદીઓને ઓવારે ઊતર્યા. ત્યાંનાં શુચિ પાણી અને માટી લેતા તેઓ ચુલહિમવંત વગેરે પર્વતો તરફ જઈ ચડ્યા. ત્યાંથી પાણી પુષ્પ અને સર્વ પ્રકારની ઔષધિ સરસવ વગેરે લીધું. ત્યાંથી તેઓ પાપુંડરીકના ધરા તરફ ગયા. ત્યાંનું ચોકખું પાણી વગેરે ભરી ત્યાંથી હિમવંત, ઐરાવત, રોહિતા, રોહિતાશા, સુવર્ણ કૂલા અને રુખકૂલા નદીઓ ભણી તેઓ ઉપડ્યા, પછી સદ્દાવતિ વિયડાવતિ અને વૃત્તવૈતાઢ્ય તરફ ગયા. પછી ત્યાંથી મહાહિમવંત રુકિમ વગેરે પર્વતો ભણી ઉડ્યા અને ત્યાંથી મહાપદ્મદ્રહ મહાપુંડરીકદ્રહ તરફ જઈ પછી તેઓ હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રની હરિકાંતા અને નારીકાંતા નદીઓ ભણી વળ્યા. ત્યાંથી ગંધાવતી માલવંત અને વૃત્તવિનાઢ્ય તથા નિષધ નીલવંત તિગિચ્છ કેસરિદ્રહ અને મહાવિદેહની સીતા સીતોદા નદીઓ ભણી તેઓ ગયા. પછી ત્યાંથી ચક્રવર્તીના બધા વિજયોએ જઈ અને એ રીતે તે તે બધાં સ્થળોનાં પાણી માટી પુષ્પાદિક લઈ છેક છેલ્લે તેઓ મંદર પર્વતે જઈ પહોંચ્યા. મંદર પર્વતના ભદ્રશાલ નંદન અને સોમનસ વનમાંથી સુંદર ગોશીષચંદન વગેરે સામગ્રી લઈ તેઓ ઝપાટાબંધ પાછા ફર્યા અને ત્વરાવાળી ચાલથી પાછા સૂયભવિમાનમાં-જ્યાં સિંહાસન ઉપર પોતાનો સ્વામી સૂયભિદેવ બેઠેલો છે ત્યાં-જઈ પહોંચ્યા અને પેલા સામાનિક સભાના સભ્યો સમક્ષ ઈંદ્રાભિષેકની સર્વ સામગ્રી જે તેમણે વિવિધ સ્થળેથી આણી હતી તે હાજર કરી દીધી. અભિષેકની સર્વ સામગ્રી આવી પહોંચ્યા પછી સૂયભિદેવની સામાનિક સભાના ચાર હજાર દેવસભ્યો, તેની ચાર પટ્ટરાણીઓ, બીજી ત્રણ સભાઓના પોતપોતાના પરિવારવાળા દેવો, સાત સેનાધિ પતિઓ - એ બધાંએ ત્યાં અભિષેકસભામાં આવી છે તે સામગ્રીદ્વારા મોટી ધામ ધૂમથી સૂયભદેવનો ઈદ્રાભિષેક કર્યો. એ મહાવિપુલ ઈંદ્રાભિષેક ચાલતો હતો ત્યારે કેટલાક દેવોએ સૂયભવિમાનમાં સુગંધી પાણીનો છંટકાવ કર્યો, કેટલાકોએ તે વિમાન ની બધી ધૂળ ઝાડી કાઢી, બીજા કેટલાકોએ એ વિમાન અને તેના ભાગોને લિંપીગૂંપીને સાફ કર્યા, માંચા ઉપર માંચા ઢાળીને વિમાનને શણગાર્યું ઠેકઠેકાણે હારબંધ ધજાપતા કાઓ રોપી, ચંદરવા બાંધ્યા, સુગંધી છાંટણાં છાંટ્યાં, ચંદનના થાપા માય, બારણે બારણે ચંદનના પૂર્ણ કળશો અને તોરણો ટાંગ્યાં, લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવી, સુવાસિત પુષ્પો વેર્યા, સુગંધમય ધૂપો ઉવેખ્યા, સોનું રુપે વજ રત્નમણિ ફૂલ ફળ માળા ચૂર્ણ ગંધ આભરણ અને વસ્ત્ર વગેરેનો વરસાદ વરસાવ્યો, મંગળ વાજાં વાગ્યાં, ઢોલ ધડુકયા, વીણાઓ રણઝણી, ધવળ મંગળ ગવાયાં, વિવિધ પ્રકારનાં અભિ નયોવાળાં નૃત્યો થયાં, નાટકો ભજવાયાં, સોનાં રુપાં રત્નો વગેરે વેંચાયાં, એમ તે તે દેવોએ પોતાના સ્વામીના અભિષેકની ખુશાલીમાં તે વિમાનને અનેક પ્રકારે સુશોભિત કર્યું. વળી, તે પ્રસંગે હર્ષમાં આવી જઈ કોઈ દેવો બુચકારા કરવા લાગ્યા, કોઈ ફૂલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434