Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 398
________________ સત્ર-૨૭ ૩૯૫ સુંદરતમ છે. એમાંના તે સૌધર્માવતંસક મહાવિમાનથી પૂર્વે તીરછું અસંખ્ય લાખ યોજન આગળ વધીએ ત્યારે ત્યાં સૂભદેવનું સૂભિ નામનું વિમાન જણાવેલું છે. એ વિમાનની લંબાઈ પહોળાઈ સાડાબાર લાખ યોજન છે અને ઘેરાવો ઓગણચાળીશ લાખ બાવન હજાર આઠ સો અડતાલીશ યોજન છે. સૂર્યાભદેવનો એ વિમાનની ફરતો ચારે બાજુ એક મોટો પ્રાકાર-ગઢ છે. એ ગઢ ત્રણસે યોજનની ઉંચાઈએ છે. મૂળમાં તેની પહોળાઈ સો યોજન, વચ્ચે પચાસ યોજન અને છેક ઉપર પચીસ યોજન છે અર્થાત્ એ ગઢ મૂળમાં પહોળો વચ્ચે સાંકડો અને છેક ઉપર વધારે પાતળો છે. ગઢનો આકાર ગાયના પૂંછડા જેવો છે અને તે આખોય ગઢ સર્વકનકમય અચ્છો મનોહર છે, એ ગઢનાં કાંગરાં અનેક પ્રકારના કાળા નીલા લાલ પીળા અને ધોળા એમ પાંચે રંગોથી શોભિતાં છે. તે એક એક કાંગરું લંબાઈમાં એક યોજન, પહોળાઈમાં અરધું યોજન, અને યોજન ઉંચાઈમાં છે. તે બધાં કાંગરાં સર્વ પ્રકા૨ નાં રત્નોમાંથી બનાવેલાં છે-બહુ રમણીય છે. સૂયભિદેવના તે વિમાનની એક એક બાજુએ હજાર હજાર બારણાં હોય છે એમ કહેલું છે અર્થાત્ તે વિમાનને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે બાજુનાં મળીને ચાર હજાર બારણાં હોય છે. એક એક બારણું ઉંચાઈએ પાંચસો યોજન છે, પહોળાઈએ અને પ્રવેશે અઢીસો યોજન છે. તે બધાં બારણાં ધોળાં છે, તેમની ઉપરનાં શિખરો સોનાનાં છે, એ શિખરોમાં વૃષભ મગર વિહગ માનવ કુંજર કિન્નર પદ્મલતા વગેરેનાં ચિત્રો કોરેલાં, એમના સ્તંભ ઉપરની વેદિકાઓ વજ્રમય-એ બધાં હજારો કિરણોથી ઝળહળે છે, એવાં એ આંખને ઠારે એવાં સુખસ્પર્શવાળા છે. તે દરેક બારણાની નેમો વજ્રમય, મૂળ પાયા રિષ્ઠરત્નના, થાંભલી ઓ વૈડુર્યની અને તેનું તળ પંચરંગી ઉત્તમ મણિઓમાંથી બનેલું છે. ડેલીઓ હંસગર્ભ રત્નની, ઈંદ્રકીલો એમેદના, બારસાખો લોહિતાક્ષરત્નની, ઓતરંગો જ્યોતિરસ રત્નના,સૂઈઓ-ખીલીઓ-લોહિતાક્ષરત્નની, સાંધાઓ વજ્રના, ખીલી ઓની ટોપીઓ વિવિધ મણિમય, આગળિયો અને તેનું અટકણ વજ્રનું, આવર્તનપીઠ રજતનું, બારણા નાં ઉત્તર પડખાં અંક રત્નનાં : એવી એ બારણાંઓની શોભાવાળી રચના છે. તેનાં કમાડ લગાર પણ આંતરા વિનાનાં ચપોચપ ભીડાય તેવાં મજબૂત છે. બારણાંની ભીંતોમાં બન્ને પડખે એકસો અડસઠ ભીંતગોળીઓ છે અને તેટલીજ ગોમાણસીઓ છે. વિવિધ મણિરત્નોથી રમતી પૂતળીઓ બારણાંઓમાં ખોડેલી છે. તેનો માઢ વજનો અને માઢનું શિખર રુપાનું છે. બારણાના ઉપલા ભાગો સુવર્ણમય, મણિમય જાળીવાળા ગોખલાઓ, પડખાં અને પડખાંની બાજુઓ અંકરત્નમય અને વાંસડાઓ ખપાટો તથા નળિયાં જ્યોતિરસરત્નમય છે. તેની પાર્ટીઓ રુપાની, નળિયાંનાં ઢાંકણ સુવર્ણમય અને ટાટીઓ વજ્રમય છે. એ જાતનાં તે બારણાં શંખના ઉપલા ભાગ જેવાં અને રુપાના ઢગલા જેવાં ધોળાં લાગે છે. તે બારણાંઓ ઉપર અનેક પ્રકારનાં તિલકો-ટીલાં અને અર્ધ ચંદ્રો કોરેલાં છે, મણિની માળાઓ ટાંગેલી છે, બારણાં બહાર અને અંદર સુંવાળાં છે, તેના ઉપરની રંગની ભૂકી સોનાની વેણુમય છે : એવાં એ બારણાં સુંદર, સારા સ્પર્શ વાળાં, રુડી શોભાવાળાં, પ્રસન્નતા પમાડે તેવાં દર્શનીય અને અસાધારણ રમણીય છે. [૨૮] એ બારણાંની બન્ને બાજુની બેઠકોમાં કમળ ઉપર કોરેલા એવા ચંદનના સોળ સોળ કળશોની હારો, તેઓમાં સુગંધી પાણી ભરેલાં, તેમના કાંઠાઓમાં રાતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434